મોરબીના બગથળા ગામે જુગાર રમતા ત્રણ જુગારી ૮૩,૨૦૦ ની રોકડ સાથે પકડાયા
ઝૂલતા પુલના દિવંગતોને શ્રદ્ધાંજલી આપવા હળવદમાં ફ્રેન્ડ્સ યુવા દ્વારા કેન્ડલ માર્ચ યોજાઇ
SHARE
ઝૂલતા પુલના દિવંગતોને શ્રદ્ધાંજલી આપવા હળવદમાં ફ્રેન્ડ્સ યુવા દ્વારા કેન્ડલ માર્ચ યોજાઇ
મોરબીમાં જુલતો પુલ તૂટવાના કારણે ૪૦૦ જેટલા લોકો પુલમાંથી નીચે પડ્યા હતા. જેમાંથી ૧૩૪ જેટલા લોકો મોતને ભેટ્યા હતા અને તેમાં ૫૧ જેટલા બાળકોનો સમાવેશ થાય છે ત્યારે મોરબીની ઘટનાના ઘેરા પ્રત્યાઘાતો સમગ્ર દેશમાં અને વિદેશમાં પણ પડ્યા છે દરમ્યાન હળવદન્મ ફ્રેંડ્સ યુવા સેવા ગ્રુપ દ્વારા આ ઘટનાના મૃતકોને શ્રદ્ધાંજલિ અને તેના પરિવારને આવી પડેલ આફત સામે ભગવાન શક્તિ આપે તે માટે કેન્ડલ માર્ચનું આયોજન સરાનાકા થી બાબાસાહેબ આંબેડકર સર્કલ સુધી કરવામાં આવ્યું હતું. જેમાં ફ્રેન્ડ્સ યુવા ગ્રુપ હળવદના તમામ સભ્યો તેમજ રાજકીય અગ્રણીઓ, સામાજિક અગ્રણીઓ, વેપારીઓ સહિતના લોકો જોડાયા હતા.