માળીયા (મી)ના મોટાભેલા ગામે વાડામાં કામ કરતાં યુવાનને સથાળમાં નોળિયો કરડી ગયો મોરબીના જૂના વનાળીયા ગામે પાળેશ્વર મહાદેવ મંદિરના જીર્ણોધાર મહોત્સવમાં રાજકીય-સામાજિક આગેવાનો સહિત હાજરો લોકો જોડાયા ટંકારામાં આર્યસમાજ દ્વારા ગુરૂવારથી શતાબ્દી મહોત્સવનો પ્રારંભ: યજ્ઞ, શોભાયાત્રા, વ્યાખ્યાન સહિતના કાર્યક્રમોનું આયોજન મોરબીના પરમ જોલાપરાને ઇન્ટરનેશનલ આઇકોન એવોર્ડ-૨૦૨૬ એનાયત મોરબી મનપામાં ઓનલાઇન વેબસાઈટથી નગરજનોએ ભર્યા 3 કરોડ: ૪ મહિનામાં ૪૦૦૦ થી વધુ ફરિયાદ મોબાઈલ એપ્લિકેશનથી મળી મોરબીમાં નગર દરવાજા ચોકમાં જૂના બસ સ્ટેશન સુધીના વિસ્તારમાં લારી, ગલ્લા અને પાથરણાના દબાણોને હટાવતી મહાપાલિકા મોરબીમાં દીકરીના પ્રથમ જન્મ દિવસે યુવાન દ્વારા 11,111 બાજરાના રોટલા ગાય માતાને ખવડાવવાનો સંકલ્પ મોરબી જિલ્લા પંચાયતમાં 24 મી ફેબ્રુઆરીએ બજેટ બોર્ડ બેઠક
Breaking news
Morbi Today

મોરબી, વાંકાનેર અને ટંકારા બેઠક માટે 1 તારીખે યોજાશે મતદાન


SHARE













મોરબી, વાંકાનેર અને ટંકારા બેઠક માટે 1 તારીખે યોજાશે મતદાન

ગુજરાત વિધાનસભાની ચૂંટણી પંચ દ્વારા જાહેર કરવામાં આવી છે ત્યારે જો વાત કરીએ મોરબી જિલ્લાની બેઠકોની તો મોરબી જિલ્લા સહિત સૌરાષ્ટ્ર કચ્છ અને દક્ષિણ ગુજરાતની પ્રથમ તબક્કામાં એક સાથે ચૂંટણી માટેનું મતદાન યોજાશે ને ત્યારબાદ બાકીની બેઠકો માટે તારીખ 5 ના રોજ મતદાન થશે તેવું જાણવા મળી રહ્યું છે.

મોરબી જિલ્લામાં ગુજરાત વિધાનસભા બેઠકની મોરબી માળિયા, વાંકાનેર કુવાડવા અને ટંકારા પડધરી આ ત્રણ બેઠકનો સમાવેશ થાય છે તે બેઠક માટે થઈને ક્યારે મતદાન યોજાશે તેની માહિતી હાલમાં જે અધિકારી સૂત્રો પાસેથી જાણવા મળી રહે છે તે મુજબ ચૂંટણી પંચ દ્વારા જે ચૂંટણીની તારીખો જાહેર કરવામાં આવી છે તેમાં તારીખ 1 અને 5 ના રોજ મતદાન યોજાવાનું છે જેમાં પ્રથમ તબક્કામાં સૌરાષ્ટ્ર કચ્છ અને દક્ષિણ ગુજરાતની બેઠકો માટે ચૂંટણી યોજવાની છે અને ત્યારબાદ બીજા તબક્કામાં બાકી તમામ વિધાનસભાની બેઠકો માટે થઈને મતદાન યોજાશે એટલે કે તારીખ 1 ના રોજ મોરબી જિલ્લાની ત્રણેય બેઠક મોરબી માળિયા, વાંકાનેર કુવાડવા અને ટંકારા પડધરી માટે મતદાન યોજાશે અને તેની સાથો સાથ સૌરાષ્ટ્ર કચ્છ અને દક્ષિણ ગુજરાતની બેઠકોનું મતદાન પણ ત્યારે જ યોજાવાનું છે ત્યારબાદ તા. 5 ના રોજ બાકીની વિધાનસભા બેઠકો માટે થઈને મતદાન થશે અને તા. 8 ના રોજ ગુજરાત વિધાનસભા ની ચૂંટણીનું પરિણામ ચૂંટણી પંચ દ્વારા જાહેર કરવામાં આવશે.

ગુજરાતની 182 બેઠકો પર 4.9 કરોડથી વધુ મતદારો તેમના મતાધિકારનો ઉપયોગ કરી શકશે. અને આ ચૂંટણી માટે 51,000 થી વધુ મતદાન મથકો નિર્ધારિત કરવામાં આવ્યા છે મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે જણાવ્યું હતું કે ગુજરાત વિધાનસભાની ચૂંટણી બે તબક્કામાં યોજાશે. 89 બેઠકો માટે 1 ડિસેમ્બરે અને 93 બેઠકો માટે 5 ડિસેમ્બરે મતદાન થશે. જો કે આજથી જ ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીની આચારસંહિતા અમલમાં આવી ગયેલ છે  ઉલ્લેખનીય છે કે, છેલ્લા 27 વર્ષથી ગુજરાતમાં ભાજપની સરકાર છે, ત્યારે ભાજપ ફરી એકવખત ગુજરાતમાં મોટા લક્ષ્યાંક સાથે સત્તા જાળવી રાખવાનો પ્રયાસ કરશે. આ વખતે ભાજપે 182 બેઠકમાંથી 150 પ્લસનો લક્ષ્યાંક રાખ્યો છે, ત્યારે આમ આદમી પાર્ટી પણ તમામ બેઠકો પર પોતાના ઉમેદવારોને ઉતારીને જનતાને આકર્ષવા માટે પ્રયાસ કરી રહી છે જો કે, જનાદેશ કોના તરફી આવશે તે તો આગામી મહિનાની આઠમી તારીખ જ નક્કી થશે






Latest News