મોરબી જિલ્લા ભાજપ કાર્યાલયે "સ્વાસ્થ્ય સ્વંય સેવક" અભિયાનનો પ્રશિક્ષણ વર્ગ યોજાયો
SHARE







મોરબી જિલ્લા ભાજપ કાર્યાલયે "સ્વાસ્થ્ય સ્વંય સેવક" અભિયાનનો પ્રશિક્ષણ વર્ગ યોજાયો
વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના આહવાન પર રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડાના માર્ગદર્શન હેઠળ ચાલી રહેલા "સ્વાસ્થ્ય સ્વંય સેવક" અભિયાન અંતર્ગત ગુજરાત પ્રદેશ કાર્યાલય ખાતે રાષ્ટ્રીય સહ સંગઠન મહામંત્રી શિવપ્રકાશજી અને ગુજરાત પ્રદેશ સંગઠન મહામંત્રી રત્નાકરજીની અધ્યક્ષતામાં પ્રશિક્ષણ વર્ગ યોજાયો હતો ત્યાર બાદ આ "સ્વાસ્થ્ય સ્વંય સેવક" અભિયાનનો પ્રશિક્ષણ વર્ગ જિલ્લા સ્તરે યોજોયો હતો. અને સાથો સાથ #Namoappabhiyan અંતર્ગત "Namo app" કાર્યશાળા પણ યોજાઈ હતી. જેમાં મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ દુર્લભજી ભાઈ દેથરીયા,મોરબી જિલ્લા ભાજપ મહામંત્રી રણછોડ ભાઈ દલવાડી, જયુભા જાડેજા અને બાબુભાઇ હૂંબલ તેમજ મોરબી જિલ્લા ભાજપના હોદ્દેદારો, ચુંટાયેલા સદસ્યો અને મંડલના પ્રમુખ અને મહામંત્રી, યુવા મોરચાના હોદેદારો, ITSM ના હોદેદારો તથા કાર્યકર્તાઓ જોડાયાં હતા
