વિપક્ષની ગેરહાજરી ન વર્તાઈ: મોરબી મહાપાલિકાની સામાન્ય સભાની બેઠકમાં સ્ટ્રીટ લાઇટ, રોડ, પાણી સહિતના પ્રશ્નોની ભાજપના જ કોર્પોરેટરોએ જડી વરસાવી, બિલ કાંડમાં આકરા પગલાં લેવાશે પણ કોની સામે તે યક્ષ પ્રશ્ન મોરબી વીસી ફાટક પાસે કાર ચાલકે બાઈકને હડફેટે લેતા યુવાન સારવારમાં મોરબીની માં ગરબી માં દીકરીઓને વિના મૂલ્યે ફ્રી સ્ટાઈલ ગરબા રમવાની વ્યવસ્થા, સ્ટેજ ઉપરથી ફિલ્મી ગીત કયારે પણ નહીં: જયરાજસિંહ જાડેજા વાંકાનેરમાં એક વર્ષ પહેલા માથાકૂટ સમયે મિત્રની મદદ કરનારા યુવાન ઉપર પાઇપ-ધોકા વડે 10 શખ્સોએ કર્યો જીવલેણ હુમલો દારૂના ગુનામાં રાજકોટ ખાતે પકડાયેલ કારને છોડાવવા ન જતાં વાંકાનેરના મેસરીયા ગામે રહેતા યુવાન ઉપર તલવાર-પાઇપ વડે હુમલો મોરબીના ટિંબડી પાટીયા પાસે અજાણ્યા વાહન ચાલકે બાઈકને હડફેટ લેતા યુવાનનું મોત ટંકારાના ગજડી ગામે ખોટી વાતો ગામમાં કરતો હોવાનો વહેમ રાખીને યુવાન ઉપર દાતરડા વડે હુમલો વાંકાનેરના રાતવીરડા ગામની સીમમાં કારખાના નજીક જુગાર રમતા 4 શખ્સ પકડાયા
Breaking news
Morbi Today

મોરબી પાલિકાએ ૧૯૪૯ થી અત્યાર સુધીમાં ઝૂલતા પુલનો કેટલી વખત કરાવ્યો ફિટનેશ ટેસ્ટ ?: અણીદાર સવાલથી સન્નાટો


SHARE









મોરબી પાલિકાએ ૧૯૪૯ થી અત્યાર સુધીમાં ઝૂલતા પુલનો કેટલી વખત કરાવ્યો ફિટનેશ ટેસ્ટ ?: અણીદાર સવાલથી સન્નાટો

મોરબીમાં ઝુલતો પુલ તૂટી પડવાના ગુનામાં પકડાયેલા આરોપીમાંથી ચાર આરોપીને ફર્ધર રિમાન્ડની માંગણી સાથે કોર્ટમાં તેને રજૂ કરવામાં આવ્યા હતા ત્યારે સરકારી વકીલ અને આરોપીના વકીલ દ્વારા જે દલીલો કરવામાં આવી હતી જેમાં કેટલીક ગંભીર બાબતો સામે આવી હતી અને જયારે આરોપીના વકીલે કહ્યું કે પાલિકાએ જેની માલિક છે તે ઝૂલતા પુલનું પાલિકાએ કેટલી વખત ફિટનેશ કરાવ્યુ છે ત્યારે અણીદાર સવાલથી સન્નાટો થઈ ગયો હતો

કયા મુદાને લઈને માંગ્યા હતા ફર્ધર રિમાન્ડ ?

જે ચાર આરોપી રિમાન્ડ ઉપર હતા તેના રિમાન્ડનો સમય પૂરો થતાં તેને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા ત્યારે તપાસનીશ અધિકારી દ્વારા સરકારી વકીલ મારફતે ફર્ધર રિમાન્ડ માટે જે મુદા રજૂ કર્યા હતા તેમાં મોરબી પાલિકા અને રાજકોટ તેમજ મોરબી કલેકટર પાસેથી બે વખત જે કરાર કરવામાં આવ્યા છે તેના પુરાવા મેળવવાના બાકી  છે તેના માટે ફર્ધર રિમાન્ડ માંગવામાં આવ્યા હતા જો કે, આરોપીના વકીલે એવી દલીલ કરી હતી કે, મોરબી પાલિકાના ચીફ ઓફિસરને સસ્પેન્ડ કરવામાં આવેલ છે અને રાજકોટના કલેક્ટર પાસેથી વર્ષ ૨૦૦૭ ના કરાર ના પુરાવા લેવાના છે તેના દસ્તાવેજ કયારે આવશે ? અને જે પણ પુરાવ પોલીસને જોઈએ છે તે સરકારની કસ્ટડીમાં છે જેથી કરીને તેઓના અસીલને સાથે રાખવાની કોઈ જરૂર રહેતી નથી જેથી કરીને કોર્ટે આરોપીના વકીલની દલીલ અને તેને જુદાજુદા ચુકાદા જે રજૂ કર્યા હતા તેને ધયાને લઈને ફર્ધર રિમાન્ડની અરજી રદ કરી હતી

વર્ષ ૧૯૪૯ થી જેની માલિકી છે તે પાલિકાએ ઝૂલતો પુલનું ફિટનેશ કેટલી વખત કરાવ્યુ ?: વકીલનો અણીદાર સવાલ

મોરબીમાં વર્ષોથી ઝુલતો પુલ હતો તેની જવાબદારી સરકારે વર્ષ ૧૯૪૯ થી નગરપાલિકાને આપી હતી અને વર્ષ ૨૦૦૭ માં પહેલી વખત ઓરેવા ગ્રૂપ સાથે કરાર કરવામાં આવ્યો હતો ત્યાં સુધી તો પાલિકાની જ જવાબદારી હતી જો કે, પાલિકાએ આ સમયગાળા દરમાયન કેટલી વખત ઝૂલતા પુલનું ફિટનેશ ચેક કરાવ્યુ હતું તેવો સવાલ કરવામાં આવ્યો હતો જેનો જવાબ સરકારી વકીલ આપી શકયા ન હતા

કરારમાં રહેલી ક્ષતિઓને પણ કોર્ટમાં ધ્યાને મુકાઇ

મોરબી પાલિકા દ્વારા વર્ષ ૨૦૨૨ માં ઓરેવા ગ્રૂપની સાથે જે કરાર કરવામાં આવેલ છે તેની કોપી હાલમાં સોશિઅલ મીડિયા મારફતે લોકો પાસે પણ પહોચી ગયેલ છે ત્યારે તપાસનીશ અધિકારી દ્વારા કરારના મુદા નંબર ૪ અને ૭ ને લઈને ઓરેવા ગ્રૂપની જવાબદારી ફિક્સ કરવા માટેની રજૂઆત કરાઇ હતી ત્યારે આરોપીના વકીલે કરારમાં રહેલી ક્ષતિઓને કોર્ટના ધ્યાને મુકી હતી જેમાં તેને જણાવ્યુ હતું કે, રિનોવેશન પછી ફૂલને ખુલ્લો મૂકવાની જાણ પાલિકાને કરવાની રહેશે તેવો કોઈ ઉલ્લેખ કરારમાં નથી, ફિટનેશ ચેક કરીને પછી જ તેને ખુલ્લો મૂકવાનો છે તેવો પણ કોઈ ઉલ્લેખ તેમાં નથી, અગાઉ પાલિકાએ તેની પાસે આ ઝૂલતા પુલની જવાબદારી હતી ત્યારે કયારે તેનું ફિટનેશ ચેક કરાવ્યુ હતું તે સહિતના મુદાઓને કોર્ટના ધ્યાન ઉપર હાલમાં આરોપીના વકીલે મુકાયા છે જેને કોર્ટ ગંભીરતાથી લેશે તો અધિકારી અને પદાધિકારીઓની મુશ્કેલી વધી શકે છે

પોલીસે શું શું કબજે કર્યું આરોપીઓ પાસેથી ?

છેલ્લા ચાર દિવસથી જે ચાર આરોપીઓ પોલીસ રિમાન્ડ ઉપર હતા તેની પાસેથી પોલીસે શું શું કબજે કરેલ છે તેનું કોર્ટે પૂછાતા તપાસનીશ અધિકારીએ જણાવ્યુ હતું કે, ઓરેવા કંપનીના કર્મચારીને સાથે રાખીને પોલીસે ત્યાંથી બે વખત પાલિકા સાથે કરવામાં આવેલા કરારની કોપી સહિતના પુરાવાને કબ્જે લેવામાં આવેલ છે તેમજ જે એજન્સી દ્વારા કામ કરવામાં આવ્યું છે તે બંને એજન્સીના કરારના જરૂરી દસ્તાવેજ પણ પોલીસે કબજે કરેલ છે અને હજુ પણ વધારાના પુરાવા કબજે કરવા માટેની કવાયત કરવામાં આવી રહી છે




Latest News