મોરબીમાં મંત્રી કાંતિભાઈ અમૃતિયાના અધ્યક્ષસ્થાને જિલ્લા ફરિયાદ સહ સંકલન સમિતિની બેઠક યોજાઈ ગાંધીનગર ખાતે વીજપોલ-કોરિડોરના વળતર સહિત 24 મુદાઓને લઈને ખેડૂતોની બે કેબિનેટ મંત્રી સાથે બેઠક યોજાઇ: મોરબી જીલ્લામાં સત્યાગ્રહ છાવણીનો સુખદ અંત આવે તેવા સંકેત મોરબીના ગાળા પાસે ટ્રક ચાલકે હડફેટે લેતા ઈજાગ્રસ્ત યુવતી સારવારમાં મોરબીના એલ.ઈ. ગ્રાઉન્ડમાં દશેરાએ રામલીલા-રાવણ દહનનો કાર્યક્રમ યોજાશે વાંકાનેરની જામસર સીઆરસી કક્ષાનું ગણિત વિજ્ઞાન પ્રદર્શન યોજાયું મોરબી જલારામ મંદિરે સદાવ્રતમાં લંડન ખાતે રહેતા ગાંધી પરિવારે મહાપ્રસાદ યોજીને માતાને શ્રદ્ધાંજલિ અર્પણ કરી મોરબીની નવી પીપળી પ્રાથમિક શાળામાં નવરાત્રીની ઉજવણી કરાઇ મોરબીમાં નવરાત્રિ નિમિતે મહિલા કોર્પોરેટર દ્વારા આંગણવાડીના બાળકોને લ્હાણીનું કરાયું વિતરણ
Breaking news
Morbi Today

વાંકાનેરના ભેરડા ગામે શેઢો સળગાવવાની ખેડૂતને ના પાડતાં યુવાનને ધોકો મારીને માથું ફાડી નાખ્યું : આઠ ટાંકા આવ્યા


SHARE









વાંકાનેરના ભેરડા ગામે શેઢો સળગાવવાની ખેડૂતને ના પાડતાં યુવાનને ધોકો મારીને માથું ફાડી નાખ્યું : આઠ ટાંકા આવ્યા

વાંકાનેર તાલુકાના ભેરડા ગામની સીમમાં જમીન ઉઘાડમાં વાવવા માટે રાખીને જામફળ અને કપાસનું વાવેતર કરનારા યુવાનના ખેતરની બાજુના ખેતર ધરાવતા શખ્સો તેનો શેઢો સળગાવતા હતા જે સળગાવવાની યુવાને ના પાડી હતી જેથી તેને ગાળો આપીને હાથમાં રહેલ ધોકો વડે માથામાં માર માર્યો હતો જેથી યુવાનને માથામાં આઠ ટાંકા આવ્યા હતા અને સારવાર લીધા બાદ યુવાને બે શખ્સોની સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે. 

બનાવની જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેર તાલુકાના ભેરડા ગામે રહેતા હેમુભાઇ જેસીંગભાઇ સાબરીયા જાતે કોળી (૪૧) એ હાલમાં વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ભરો રસાભાઇ મકવાણા અને રસાભાઈ જીવાભાઇ મકવાણા રહે. બંને ખાનપર વાળાની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યું છે કે, તેઓએ ભેરડા ગામની સીમમાં ઊધડમાં જમીન વાવવા માટે રાખી હતી અને જામફળ તેમજ કપાસનું વાવેતર કર્યું છે ત્યારે તેની બાજુમાં ખેતર ધરાવતા રસાભાઈ જીવાભાઇ મકવાણા ત્યાં ટુના ખેતરનો શેઢો સળગાવતા હતા જે શેઢો સળગાવવાની ફરિયાદી યુવાને ના પાડી હતી જેથી કરીને ઉશ્કેરાઈ ગયેલા પિતા અને પુત્રએ યુવાનને ગાળો આપી હતી અને ત્યારબાદ ભરો રસાભાઈ મકવાણાએ તેના હાથમાં રહેલ ધોકો ફરિયાદી યુવાને માથામાં ફટકાર્યો હતો જેથી કરીને તેને માથામાં ઇજા થતા આઠ જેટલા ટાંકા આવ્યા હતા અને યુવાને સારવાર લીધા બાદ હાલમાં બંને શખ્સોની સામે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.




Latest News