અમદાવાદ ખાતે યોજનારા મહોત્સવ સ્થળ ‘પ્રમુખસ્વામી મહારાજ નગર’ની શું છે મુખ્ય આકર્ષણ
મોરબી : શેરીમાંથી ઘોડો લઈને નીકળવા બાબતે અપાયેલ ઠપકામાં ધમકી આપનાર ચોથો આરોપી પકડાયો
SHARE
મોરબી : શેરીમાંથી ઘોડો લઈને નીકળવા બાબતે અપાયેલ ઠપકામાં ધમકી આપનાર ચોથો આરોપી પકડાયો
મોરબીના ભક્તિનગર સર્કલ પાસેના વિસ્તારમાં શેરીમાંથી ઘોડો લઈને નીકળેલ વ્યક્તિને ટપારતા ઝઘડો થયો હતો અને તે દરમિયાન ચાર શખ્સો દ્વારા એક યુવાનને ધમકી આપવામાં આવી હતી તે બનાવમાં નોંધાયેલ ફરીયાદમાં અગાઉ મોરબી સિટી એ ડિવિઝન પોલીસ મથકના એન.એસ.મેસવાણિયા દ્વારા નવઘણ મોહન બાંભવા, ભરત આંબલીયા અને વિપુલ ધારા રબારી નામના ત્રણ શખ્સોની ધરપકડ કરવામાં આવી હતી તેમ તપાસ અધીકારીએ જણાવ્યું હતુ. જ્યારે પોપટ ઉર્ફે પીકે કેશવભાઈ દાસા જાતે મેરને પકડવાનો બાકી હોય ગઈકાલે નાસતા ફરતા સ્કવોડ દ્વારા તેની ધરપકડ કરવામાં આવી હતી અને તેથી એન.એસ.મેસવાણિયા દ્વારા પોપટ ઉર્ફે પીકે કેશવભાઇ દાસા જાતે મેર (ઉમર ૩૨) રહે. મેખડી તાલુકો માંગરોળ જીલ્લો જુનાગઢની ધમકી આપવાના ગુનામાં ધરપકડ કરવામાં આવી હતી.
વાહન અકસ્માતમાં ઈજા
સુરેન્દ્રનગરના ધાંગધ્રા તાલુકામાં આવેલા જસમતપુર ગામના વતની લાભુભાઈ રૂપાભાઈ કોળી નામના ૬૪ વર્ષીય વૃદ્ધ હળવદના ઘનશ્યામગઢ ગામના પાટીયા પાસેથી બાઇક લઇને જતા હતા અને ત્યારે કંકાવટી-ધાંગધ્રા રોડ ઉપર તેમના બાઇકની આડે અચાનક કૂતરું આડું ઉતરતા તેમનું બાઈક સ્લીપ થઈ ગયું હતું જેથી ઇજાગ્રસ્ત થયેલા લાભુભાઈ કોળીને અહીંની શિવમ હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવ્યા હતા.જ્યારે મોરબીના જેલચોક સામેના વિસ્તારમાં રહેતા શાંતાબેન વશરામભાઈ સાવરીયા નામના ૬૦ વર્ષીય વૃદ્ધા અગમ્ય કારણોસર ફીનાઇલ પી જતા તેમને પણ સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.
ફલેગ માર્ચ
ટંકારા ધારાસભા સામાન્ય ચૂંટણીને લઈ શાંતિપૂર્ણ માહોલમાં ચૂંટણી પ્રક્રિયા સંપન્ન થાય તે હેતુથી ટંકારા પોલીસે શહેરમાં તથા ગ્રામ્ય વિસ્તારોમાં ફ્લેગ માર્ચ યોજી હતી.ટંકારા પોલીસ મથકના થાણા અમલદાર એચ.આર.હેરભાની આગેવાનીમાં શહેરના મુખ્ય માર્ગો ઉપર સ્ટાફ સાથે ફ્લેગમાર્ચ યોજી હતી. ઉપરાંત અન્ય બટાલિયનોના જવાનો પણ જોડાયા હતા જેમા લુખ્ખા તત્વો કે અન્ય છમકલા થકી ચુંટણીમા ખલેલ ન પહોંચે અને શાંતિના વાતાવરણમા મતદાન થાય એ માટે સુરક્ષા જવાનોએ કમર કસી છે.આ ઉપરાંત ટંકારા તાલુકાના લજાઈ, વિરપર, હડમતિયા સહિતના ગામોમાં પણ ફલેગમાર્ચ યોજી કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે એ માટે આગોતરા આયોજન ધડી કાઢ્યા હતા.