વિપક્ષની ગેરહાજરી ન વર્તાઈ: મોરબી મહાપાલિકાની સામાન્ય સભાની બેઠકમાં સ્ટ્રીટ લાઇટ, રોડ, પાણી સહિતના પ્રશ્નોની ભાજપના જ કોર્પોરેટરોએ જડી વરસાવી, બિલ કાંડમાં આકરા પગલાં લેવાશે પણ કોની સામે તે યક્ષ પ્રશ્ન મોરબી વીસી ફાટક પાસે કાર ચાલકે બાઈકને હડફેટે લેતા યુવાન સારવારમાં મોરબીની માં ગરબી માં દીકરીઓને વિના મૂલ્યે ફ્રી સ્ટાઈલ ગરબા રમવાની વ્યવસ્થા, સ્ટેજ ઉપરથી ફિલ્મી ગીત કયારે પણ નહીં: જયરાજસિંહ જાડેજા વાંકાનેરમાં એક વર્ષ પહેલા માથાકૂટ સમયે મિત્રની મદદ કરનારા યુવાન ઉપર પાઇપ-ધોકા વડે 10 શખ્સોએ કર્યો જીવલેણ હુમલો દારૂના ગુનામાં રાજકોટ ખાતે પકડાયેલ કારને છોડાવવા ન જતાં વાંકાનેરના મેસરીયા ગામે રહેતા યુવાન ઉપર તલવાર-પાઇપ વડે હુમલો મોરબીના ટિંબડી પાટીયા પાસે અજાણ્યા વાહન ચાલકે બાઈકને હડફેટ લેતા યુવાનનું મોત ટંકારાના ગજડી ગામે ખોટી વાતો ગામમાં કરતો હોવાનો વહેમ રાખીને યુવાન ઉપર દાતરડા વડે હુમલો વાંકાનેરના રાતવીરડા ગામની સીમમાં કારખાના નજીક જુગાર રમતા 4 શખ્સ પકડાયા
Breaking news
Morbi Today

મોરબીના ઉંચી માંડલ પાસેથી ચાર બોટલ દારૂ સાથે એક પકડાયો.


SHARE









મોરબીના ઉંચી માંડલ પાસેથી ચાર બોટલ દારૂ સાથે એક પકડાયો.

મોરબી હળવદ હાઇવે ઉપર આવેલ ઉંચી માંડલ ગામ પાસેથી એક શખ્સ બાઇક લઈને જતો હતો તેને રોકીને પોલીસે ચેક કર્યો હતો ત્યારે તેની પાસેથી દારૂની ચાર બોટલ મળી આવી હતી જેથી પોલીસે દારૂ સાથે તેની ધરપકડ કરી હતી 

મોરબી હળવદ હાઇવે ઉપર આવેલ ઉંચી માંડલ ગામ પાસેથી બાઈક લઈને પસાર થઈ રહેલા શખ્સને રોકીને પોલીસે ચેક કર્યો હતો ત્યારે તેની પાસેથી દારૂની ચાર બોટલો મળી આવી હોય પોલીસે ૧૫૦૦ રૂપિયાની કિંમતની દારૂની બોટલો તેમજ ૨૫ હજાર રૂપિયાની કિંમતનું બાઈક નંબર જીજે ૧૦ ડીસી ૭૨૩૧ ને કબજે કરેલ છે આમ કુલ મળીને ૨૬૫૦૦ ના મુદ્દામાલ સાથે પોલીસે રવિભાઈ ગોગનભાઈ બળીયાવદરા જાતે આહિર (૨૫) રહે. ઈશ્વરીયા તાલુકો જામજોધપુર જિલ્લો જામનગર વાળાની ધરપકડ કરેલ છે અને તેની પાસેથી મળી આવેલ દારૂની બોટલો તે ક્યાંથી લાવ્યો હતો તે દિશામાં તપાસ શરૂ કરવામાં આવી છે 

દેશી દારૂની ભઠ્ઠી

મોરબી તાલુકાના લીલાપર ગામની સીમમાં રફાળેશ્વરથી લીલાપર તરફ જવાના રસ્તા ઉપર દેશી દારૂની ભઠ્ઠી ચાલુ હોવાની બાતમી મળી હતી જેના આધારે પોલીસે ત્યાં દારૂની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી કુલ મળીને દેશી દારૂ બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવતો ૫૦૦ લીટર આથો તેમજ ૫૦ લિટર દેશી દારૂ અને ગેસનો ચૂલો, ગેસના બે બાટલા સહિત અન્ય મુદ્દામાં મળીને ૪૬૫૦ ની કિંમતનો મુદ્દામાલ પોલીસે કબજે કર્યો હતો અને સ્થળ ઉપરથી વિપુલભાઈ મગનભાઈ દેગામા જાતે કોળી (૨૬), નવઘણભાઈ જેઠાભાઈ દેગામા જાતે કોળી (૨૪) અને આકાશ રમેશભાઈ છાયા જાતે કોળી (૧૯) રહે. બધા લીલાપર વાળાની પોલીસે ધરપકડ કરી હતી

 

દેશી દારૂની ભઠ્ઠી

મોરબીના શોભેશ્વર રોડ ઉપર આવેલ મફતીયાપરામાં રહેતા કરસનભાઈ લાભુભાઈ કોળીના ઘરે પોલીસે દારૂની રેડ કરી હતી ત્યારે ઘરમાંથી દેશી દારૂ બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવતો ૩૭૦ લીટર આથો તેમજ ગેસનો બાટલો, ગેસનું બર્નર, ગેસની નળી, ગેસનો ચૂલો અને અન્ય મુદ્દા માલ મળીને ૪૪૯૦ રૂપિયાનો મુદ્દા માલ પોલીસે કબજે કર્યો હતો અને સ્થળ ઉપરથી કરસનભાઈ લાભુભાઈ કોળી રહે. શોભેશ્વર રોડ મફતીયા પરા મોરબી વાળાની ધરપકડ કરેલ છે




Latest News