વિપક્ષની ગેરહાજરી ન વર્તાઈ: મોરબી મહાપાલિકાની સામાન્ય સભાની બેઠકમાં સ્ટ્રીટ લાઇટ, રોડ, પાણી સહિતના પ્રશ્નોની ભાજપના જ કોર્પોરેટરોએ જડી વરસાવી, બિલ કાંડમાં આકરા પગલાં લેવાશે પણ કોની સામે તે યક્ષ પ્રશ્ન મોરબી વીસી ફાટક પાસે કાર ચાલકે બાઈકને હડફેટે લેતા યુવાન સારવારમાં મોરબીની માં ગરબી માં દીકરીઓને વિના મૂલ્યે ફ્રી સ્ટાઈલ ગરબા રમવાની વ્યવસ્થા, સ્ટેજ ઉપરથી ફિલ્મી ગીત કયારે પણ નહીં: જયરાજસિંહ જાડેજા વાંકાનેરમાં એક વર્ષ પહેલા માથાકૂટ સમયે મિત્રની મદદ કરનારા યુવાન ઉપર પાઇપ-ધોકા વડે 10 શખ્સોએ કર્યો જીવલેણ હુમલો દારૂના ગુનામાં રાજકોટ ખાતે પકડાયેલ કારને છોડાવવા ન જતાં વાંકાનેરના મેસરીયા ગામે રહેતા યુવાન ઉપર તલવાર-પાઇપ વડે હુમલો મોરબીના ટિંબડી પાટીયા પાસે અજાણ્યા વાહન ચાલકે બાઈકને હડફેટ લેતા યુવાનનું મોત ટંકારાના ગજડી ગામે ખોટી વાતો ગામમાં કરતો હોવાનો વહેમ રાખીને યુવાન ઉપર દાતરડા વડે હુમલો વાંકાનેરના રાતવીરડા ગામની સીમમાં કારખાના નજીક જુગાર રમતા 4 શખ્સ પકડાયા
Breaking news
Morbi Today

મોરબી નજીક ઓવરટેક કરતા સમયે બાઇક સ્લીપ થવાથી નીચે પટકાયેલ યુવાન ઉપર અજાણ્યા ટ્રકના તોતિંગ વ્હીલ ફરી જતાં મોત


SHARE









મોરબી નજીક ઓવરટેક કરતા સમયે બાઇક સ્લીપ થવાથી નીચે પટકાયેલ યુવાન ઉપર અજાણ્યા ટ્રકના તોતિંગ વ્હીલ ફરી જતાં મોત

મોરબીના જેતપર રોડ ઉપર આવેલ રંગપર બેલા ગામ પાસેથી બાઈક લઈને પસાર થતો યુવાન ટ્રકનો ઓવરટેક કરવા જતા સામેથી ટ્રક આવી ગયો હતો જેથી કરીને બાઇકને બાઇકને બ્રેક મારતા બાઈક સ્લીપ થઈ ગયું હતું અને યુવાન રસ્તા ઉપર પડી ગયો હતો અને પાછળથી આવી રહેલ ટ્રકના તોતિંગ વ્હીલ તેના ઉપર ફરી વળ્યા હતા જેથી કરીને યુવાનનું મોત નીપજ્યું હતું હાલમાં આ બનાવમાં મૃતક યુવાનના મિત્રની ફરિયાદ લઈને પોલીસે મૃતક યુવાનની સામે ગુનો નોંધી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

 બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે મૂળ જૂનાગઢ જિલ્લાના કેવદ્રા ગામના રહેવાસી અને હાલમાં મોરબીના જેતપર રોડ ઉપર આવેલ સોલરિયમ સિરામિકના લેબર કવાર્ટરમાં રહેતા અને મજૂરી કામ કરતાં કેવિનકુમાર વિરમભાઈ કેશવાલા જાતે કોળી (ઉંમર ૨૪) પોતાના હવાલા વાળું બાઈક નંબર જીજે ૩૬ એડી ૭૩૬૦ લઈને મોરબીના જેતપર રોડ ઉપર આવેલ રંગપર બેલા ગામ પાસે રોયાલિંકા સિરામિક સામેથી પસાર થતો હતો ત્યારે તેણે ટ્રકનો ઓવરટેક મારવા જતા સામેથી બીજી ટ્રક આવી જતા બાઈક ચાલક કેવીનકુમારે પોતાના બાઈકને કંટ્રોલ કરવા માટે બ્રેક મારી હતી અને ત્યારે બ્રેક મારતાની સાથે જ બાઈક સ્લીપ થઈ ગયું હતુ જેથી કરીને કેવિનકુમાર રસ્તા ઉપર નીચે પટકાતા તેની પાછળ આવી રહેલા અજાણ્યા ટ્રકના તોતિંગ વિહીલ તેના ઉપરથી ફરી વળતા તેને માથાના ભાગે ગંભીરતા થઈ હોવાથી કેવિનકુમારનું મૃત્યુ નીપજ્યું હતું હાલમાં અકસ્માત મૃત્યુના આ બનાવમાં મૃતકના મિત્ર અભિષેકભાઈ તિવારી જાતે બ્રાહ્મણ (૨૦) રહે. હાલ જેતપર રોડ પાવળીયાળી કેનાલ પાસે આવેલ સોલરિયમ સીરામીકના લેબર ક્વાર્ટર વાળાની ફરિયાદ લઈને પોલીસે મૃતક યુવાન સામે ગુનો નોંધી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે




Latest News