હળવદના ટીકર ગામે જાહેરમાં જુગાર રમતા નવ ઝડપાયા મોરબીમાં સર્વે હિન્દુ સંગઠન દ્વારા આયોજિત જન્માષ્ટમીની શોભાયાત્રામાં રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિત હજારો લોકો જોડાયા વાંકાનેરમાં સોની વેપારીની દુકાનમાંથી 1.85 લાખની સોનાનીબાલીઓની ચોરીના ગુનામાં બે મહિલાની ધરપકડ મોરબી નજીક સિરામિક કારખાનામાં નિયમિત કામે આવવા બાબતે યુવાનને લોખંડના પાઇપ અને ધોકા વડે માર માર્યો મોરબીના પ્રેમજીનગર પાસે રોડ ક્રોસ કરતી બાળકીને આઇસર ચાલકે હડફેટે લેતા ઘટના સ્થળે જ મોત હળવદના દેવીપુર ગામે મકાનના પ્લોટ બાબતે અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને સામસામે મારામારી ટંકારાના વાછકપર ગામે ઝેરી દવા પી ગયેલ બાળકનું મોત: વાંકાનેરના સરધારકા ગામે ઇલેક્ટ્રીક શોર્ટ લાગતા યુવાનનું મોત મોરબીમાં ગૌરક્ષક દળ તેમજ રાજનગર યુવા ગ્રુપ દ્વારા જન્માષ્ટમી મહોત્સવની ભવ્ય ઉજવણી
Breaking news
Morbi Today

હળવદ તાલુકાના રણમલપુર ગામે ભાજપનું વાવાઝોડું, કોંગ્રેસનો સફાયો: આખુ ગામ કેસરીયા રંગે રંગાયુ


SHARE





હળવદ તાલુકાના રણમલપુર ગામે ભાજપનું વાવાઝોડું, કોંગ્રેસનો સફાયો: આખુ ગામ કેસરીયા રંગે રંગાયુ

ધ્રાંગધ્રા હળવદ વિસ્તારના ભાજપના ઉમેદવાર પ્રકાશભાઈ વરમોરાના સમર્થનમાં જુદી જુદી જગ્યાઓ પર હાલમાં કાર્યક્રમ યોજતા હોય છે તેવી જ રીતે હળવદ તાલુકાના રણમલપુર ગામે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વાજતે ગાજતે ગામના લોકો દ્વારા પ્રકાશભાઈ વરમોરાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ કોંગ્રેસના રણમલપુર ગામના આગેવાનો સહિત કુલ મળીને 300 થી વધુ લોકોએ કોંગ્રેસનો હાથ છોડીને કેસરિયા કર્યા છે જેથી કરીને આખું ગામ કેસરિયા રંગે રંગાયું છે તેવું કહીએ તો તેમાં જરા પણ અતિશયોક્તિ નથી

હળવદ તાલુકાના રણમલપુર ગામે આજે ધ્રાંગધ્રા હળવદ બેઠકના ભાજપના ઉમેદવાર પ્રકાશભાઈ વરમોરાના સમર્થનમાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું અને ત્યારે ગામના લોકો તેમજ મતદારો સહિતનાઓ દ્વારા તેઓનું ફૂલડે વધાવીને,  ઘોડે બેસાડીને અને વાજતે ગાજતે સ્વાગત કરવામાં આવ્યું હતું અને આ ગામમાં વર્ષોથી કોંગ્રેસની સાથે જોડાયેલા અનેક આગેવાનોએ કોંગ્રેસનો હાથ છોડીને આજે પ્રકાશભાઈ વરમોરા, ગુજરાત પ્રદેશ ભાજપના ઉપાધ્યક્ષ જયંતીભાઈ કવાડિયા, સિરામિક ઉધોગપતિ ગોવિંદભાઈ વરમોરા તેમજ હળવદ માર્કેટિંગ યાર્ડના ચેરમેન રણછોડભાઈ પટેલ સહિતના આગેવાનોના હસ્તે કેસરિયા ખેસ ધારણ કર્યા હતા અને રણમલપુર ગામના કોંગ્રેસી આગેવાન સહિત કુલ મળીને 300 જેટલા લોકોએ કોંગ્રેસનો હાથ છોડીને આજે કેસરિયો ખેસ ધારણ કર્યો છે

હાલમાં જે કોંગી આગેવાનોએ કોંગ્રેસ છોડીનો કેસરીયો ખેસ ધારણ કરેલ છે તેમા  પુનાભાઈ રાઠોડ (રણમલપુર ગ્રામ પંચાયતના સરપંચ), જયંતીભાઈ પારેજીયા (હળવદ તાલુકા પૂર્વ કોંગ્રેસ પ્રમુખ), ત્રિશાલ પારેજીયા (યુથ કોંગ્રેસ અગ્રણી), યાજ્ઞિક ગોપાણી (કોંગ્રેસ મીડિયા સેલ પ્રમુખ), હસમુખ થળોદા (તાલુકા પંચાયત સદસ્ય ), ભીખાલાલ સંઘાણી (હળવદ કોંગ્રેસ અગ્રણી), મિલન કાવર (યુથ કોંગ્રેસ ઉપપ્રમુખ), હરેશ ગોઠી (એનએસયુઆઇના પ્રમુખ હળવદ), નિલેશભાઈ (સરપંચ જસ્મતપુર), જાંજળભાઈ રબારી અને જીતેન્દ્રભાઇ ઈશ્વરભાઇ વરમોરા સહિતના આગેવાનો તેમજ 300 જેટલા કોંગી કાર્યકરોનો સમાવેશ થયા છે અને આખુ ગામ ભાજપના ઉમેદવાર પ્રકાશભાઈ વરમોરા ના વાવાઝોડામાં કેસરિયા રંગે રંગાયું છે તેવું કહીએ તો તેમાં જરા પણ અતિશયોક્તિ નથી




Latest News