મોરબીની સ્કાય બેડમિન્ટન એકેડમીના વિદ્યાર્થીનું વિન્ટર બેડમિન્ટન ટુર્નામેન્ટમાં ઉત્કૃષ્ઠ પ્રદર્શન
મોરબી પાલિકાના ચૂંટાયેલા ભાજપના સભ્યોએ કેમ સર્ક્યુલેટીવ ઠરાવમાં સહી ન કરી ?: હવે શું !
SHARE
મોરબી પાલિકાના ચૂંટાયેલા ભાજપના સભ્યોએ કેમ સર્ક્યુલેટીવ ઠરાવમાં સહી ન કરી ?: હવે શું !
મોરબી પાલિકાને હાઈકોર્ટે જુલતા પુલની ઘટનામાં પક્ષકાર તરીકે જોડેલ છે ત્યારે હાઇકોર્ટમાં કરવામાં આવેલ સુઓમોટો અને પીએલઆઇની સુનવણીમાં પાલિકાના બચવા માટે સિનિયર એડવોકેટને રોકવા માટેની કવાયત શરૂ કરવામાં આવી હતી અને પાંચ દિવસ પહેલા પાલિકામાંથી પ્રમુખ અને ઇન્ચાર્જ ચીફ ઓફિસરની સહી સાથે એક સર્ક્યુલેટિવ ઠરાવ કરવામાં આવ્યો હતો જે ઠરાવ પાલિકાના તમામ સભ્યો પાસે લઈને પાલિકાના કર્મચારી ગયા હતા જો કે, તેમાં અંદાજે ૧૦ થી ૧૨ લોકો જ સહી કરેલ છે જેથી કરીને ૫૦ ટકા કરતાં ઓછા સભ્યોની સહી હોવાથી તે ઠરાવ આપો આપ રદ્દ થઈ જશે તેવી સૂત્રો પાસેથી જાણવા મળી રહ્યું છે અમે મોરબી પાલિકામાં ભાજપની સંપૂર્ણ બહુમતી હોવા છતાં પણ કેમ ચૂંટાયેલા સભ્યોએ સહી કરી નથી તેને લઈને અનેક તર્કવિતર્ક થઈ રહ્યા છે અને હવે હાઇકોર્ટમા પાલિકા તરફે બે સિનિયર એડવોકેટને રોકવા માટેના ખર્ચનું શું તે સૌથી મોટો સવાલ ઉઠી રહ્યો છે
ગત 30 તારીખના રોજ સાંજના સમયે મોરબીની મચ્છુ નદી ઉપર આવેલ ઝુલતો પુલ ધડાકા ભેર તૂટી પડ્યો હતો જેથી કરીને આ ઘટનામાં બાળકો, સગર્ભા મહિલાઓ, વૃદ્ધો સહિત કુલ મળીને ૧૩૫ લોકોના મોત નીપજ્યા હતા જેથી કરીને આ દુર્ઘટનાની સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટે પણ ગંભીરતાથી નોંધ લીધેલ છે અને સરકાર સામે હાઈકોર્ટમાં સુઓમોટો દાખલ કરવામાં આવેલ છે જેમાં પક્ષકાર તરીકે મોરબી પાલિકાને પણ જોડવામાં આવેલ છે ત્યારે હાઇકોર્ટની સુનાવણીમાં પાલિકાના બચાવ માટેની કવાયત શરૂ કરવામાં આવી હતી અને તેના માટે એક સર્ક્યુલેટિવ ઠરાવ કરવામાં આવ્યો હતો જો કે, આ ઠરાવ રદ્દ થયો હોવાનું પાલિકાના વર્તુળોમાં ચર્ચાઇ રહ્યું છે
મોરબી પાલિકાના ચૂંટાયેલા સભ્યો પાસેથી જાણવા મળતી માહિતી મુજબ સર્ક્યુલેટિવ ઠરાવ કરવામાં આવ્યો હતો તેમાં કુલ સભ્યોમાંથી અંદાજે ૧૦ થી ૧૨ સભ્યો દ્વારા જ સહી કરવામાં આવી છે અને તેમાં પણ અમુક સભ્યોએ તો સહી કરીને હાઇકોર્ટમા બે સિનિયર એડવોકેટને રોકવા માટેના ખર્ચની મંજૂરી “હા અને ના” માં માંગવામાં આવી હતી તેમાં ના લખી આપેલ છે ત્યારે સૌથી મોટો સવાલ અહીએ ઊભો થઈ રહ્યો છે કે પાલિકામાં તમામ સભ્યો ભાજપના છે તો પણ સર્ક્યુલેટિવ ઠરાવ કરવામાં આવ્યો હતો તેમાં કેમ સભ્યો દ્વારા સહીઓ કરવામાં આવી નથી ? જેની સૂત્રો પાસેથી જાણવા મળતી માહિતી મુજબ જે સર્ક્યુલેટિવ ઠરાવ કરવામાં આવ્યો હતો તેની સાથે એક ચિઠ્ઠી મૂકવામાં આવી હતી જેમાં લખવામાં આવ્યું હતું કે, જે સભી દ્વારા સર્ક્યુલેટિવ ઠરાવમાં સહી કરવામાં આવે તેમણે સાહિની સાથે તારીખ લખવી નથી જેથી કરીને સભ્યો દ્વારા સહી કરવામાં આવેલ આવેલ પેઝનો મિસ યુઝ કરવામાં આવે અને ગત માર્ચ માહિનામાં અજંતા કંપની સાથે જે કરાર કરવામાં આવ્યો હતો ત્યાર બાદ જે રોજકામ કરવામાં આવ્યું છે તેની સાથે આ સહીઓને જોડવામાં આવે તો મુશ્કેલી ઊભી થાય તેવી દહેશતના લીધે મોટાભાગના સભ્યો દ્વારા સર્ક્યુલેટિવ ઠરાવ કરવામાં આવ્યો છે તેમાં સહીઓ કરવામાં આવી નથી
અત્રે ઉલેખનીય છે કે, મોરબી પાલિકા દ્વારા ઓરેવા ગ્રુપ સાથે છેલ્લે ગત માર્ચ મહિનામાં જે કરાર કરવામાં આવ્યો હતો તે કરારમાં પાલિકાના ચીફ ઓફિસર અને કંપનીના ચેરપર્સનની સહી છે અને ત્યાર બાદ જે રોજકામ કરવામાં આવ્યું છે તેમાં પાલિકાના પ્રમુખ, ઉપપ્રમુખ અને કારોબારી સમિતિના ચેરમેન અને ચીફ ઓફિસરની સહીઓ કરવામાં આવી છે જો કે, આ કરારને લાગતો પાલિકાના જનરલ બોર્ડમાં કોઈ ઠરાવ કરવામાં આવ્યો ન હતો જેથી કરીને તે કરારની સામે હાલમાં અનેક સવાલો ઉઠી રહ્યા છે તેવામાં ઝુલતો પુલ તૂટી પાડવાની ઘટનાને હાઇકોર્ટ ગંભીરતાથી લઈ રહી છે અને હાલમાં સુઓમોટો અને પીએલઆઇની સુનવણી પણ ચાલી રહી છે તેની સાથોસાથ સુપ્રીમ કોર્ટે પણ આ ઘટનાની ગંભીરતાને ધ્યાને રાખીને હાઇકોર્ટમા જરૂરી કાર્યવાહી ઝડપથી કરવા માટે કહ્યું છે
ત્યારે ભવિષ્યમાં હાઇકોર્ટ તરફથી જો કોઈ આકરો આદેશ કરવામાં આવે તો જે ચૂંટાયેલા સભ્યો ઝુલતો પુલ તૂટ્યો ત્યાં સુધી પાલિકા અને અજંતા વચ્ચે થયેલ કરારથી સંપૂર્ણ રીતે અજાણ હતા તેની પણ મુશ્કેલી વધી શકે તેમ છે તે હકકીત છે હાલમાં હાઇકોર્ટમા જે સુનાવણી ચાલી રહી છે તેમાં આગમી ૨૪ મી તારીખની મુદાત છે અને ત્યાં પાલિકા તરફે સિનિયર એડવોકેટ રોકવા માટે જે સર્ક્યુલેટિવ ઠરાવ કરવામાં આવ્યો હતો તેમાં સભ્યો દ્વારા સહીઓ કરવામાં આવી નથી જેથી કરીને મોરબીમાં પાલિકાના પ્રમુખ અને ઇન્ચાર્જ ચીફ ઓફિસરની સહી સાથે સર્ક્યુલેટિવ ઠરાવ કરવામાં આવ્યો હતો તે આપો આપ રદ્દ થઈ જશે તેવું પાલિકાના સભ્યોમાં ચર્ચાઇ રહ્યું છે અને હવે હાઇકોર્ટમા બે સિનિયર એડવોકેટ રાખવામાં આવે તો તેની ફી તેમજ તમામ ખર્ચ કોણ આપશે ? તેનો ગણગણાટ પાલિકા અને ચૂંટાયેલા સભ્યોમાં શરૂ થઈ ગયો છે