મોરબીના વાડી વિસ્તારમાં ચૂંટણી બહિષ્કારનો સ્થાનિક લોકોનો નિર્ણય: આવેદનપત્ર આપ્યું
મોરબીમાં વ્યાજખોરોના ત્રાસથી યુવાનનો આપઘાતનો પ્રયાસ: ૫ થી ૨૦ ટકાના વ્યાજે રૂપિયા આપનારા ૧૨ શખ્સો સામે નોંધાયો ગુનો
SHARE
મોરબીમાં વ્યાજખોરોના ત્રાસથી યુવાનનો આપઘાતનો પ્રયાસ: ૫ થી ૨૦ ટકાના વ્યાજે રૂપિયા આપનારા ૧૨ શખ્સો સામે નોંધાયો ગુનો
મોરબીના વાઘપરા વિસ્તારમાં રહેતા અને મોબાઇલ રીપેરીંગનુ કામ કરતાં યુવાને ધંધા માટે અને અને વ્યાજખોરોના વ્યાજ ચૂકવવા માટે જુદાજુદા ૧૨ શખ્સો પાસેથી પાંચ ટકાથી લઈને ૨૦ ટકા સુધીના ઊંચા વ્યાજે રૂપિયા લીધા હતા અને તે યુયાવને અમુક રકમ ચૂકવી પણ દીધી હતી તો પણ વ્યાજખોરો દ્વારા તેની દુકાને અને ઘરે આવીને વ્યાજની પઠાણી ઉઘરાણી કરવામાં આવી રહી હતી જેથી કરીને કાંતલ્લી ગયેલા યુવાને આપઘાતનો પ્રયાસ કરતાં તેના ભાઈએ તેને તાત્કાલિક સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પીટલમાં ખસેડયો હતો અને સારવાર લીધા બાદ યુવાને મોરબી સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ૧૨ વ્યાજખોરોની સામે નામ જોગ ફરિયાદ નોંધાવી છે જેથી કરીને પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે
બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબીના વાઘપરા શે.નં. ૧૦ “ ભારત નિવાસ” મકાનમાં રહેતા અને મોબાઇલ રીપેરીંગનુ કામ કરતાં રાજેશભાઇ તુલસીભાઇ ભોજવાણી જાતે સીંધી (૪૧) એ હાલમાં દિપકભાઇ ગોગરા જાતે બોરીચા રહે. વાઘપરા શેરી નં. ૧૫ (૯૮૨૪૨ ૪૨૪૨૫), ફારૂકભાઇ જેડા રહે. ઉમા ટાઉનશીપની સામે (૯૮૯૮૪ ૦૪૦૭૮) મુકેશભાઇ મોચી રહે. રણછોડનગર નવલખી રોડ (૯૦૯૯૪ ૨૩૯૦૯), નરેન્દ્રસિંહ જાડેજા રહે. મોરબી (૯૬૨૦૪ ૨૨૨૨૨), દિવ્યરાજસિંહ જાડેજા રહે. મોરબી (૯૦૫૪૧ ૯૯૯૯૯), રમેશભાઇ ભરવાડ રહે. વાવડી રોડ મોરબી (૯૫૧૨૭ ૦૨૭૬૦), લાલાભાઇ ભરવાડ રહે. વાવડી રોડ, જીતુભાઇ શર્મા (૮૩૨૦૯ ૬૯૧૬૯), ડેવીડ અનીલભાઇ રાજા (ઠક્કર) રહે. રવાપર રોડ સિધ્ધી વિનાયક એપાર્ટમેન્ટ (૮૪૮૮૯ ૪૪૪૪૪), અશ્વીનભાઇ પટેલ (રાજ મોબાઇલ જડેશ્વર મંદીર પાસે) રહે. મોરબી (૯૯૦૯૯ ૭૯૭૭૮), શિવુભા રહે.પરસોતમ ચોક મોરબી અને વિરૂભા રહે. શનાળા રોડ બસ સ્ટેશનની સામે મનાલી હોટલની બાજુમાં મોરબી વાળાની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, રવાપર રોડ જી.એમ.કોમ્પલેક્ષ તથા તેના ઘરે આવીને વ્યાજ તેમજ મુદલની વ્યજખોરો દ્વારા પઠાણી ઉઘરાણી કરવામાં આવતી હતી જેથી કરીને તે ઝેરી દવા પી ગયો હતો અને તેને સારવારમાં ખસેડવામાં આવ્યો હતો
હાલમાં યુવાને જે ફરિયાદ નોંધાવી છે તેમાં તેને જણાવ્યુ છે કે, બે વર્ષના સમયગાળામાં ધંધા માટે તેમજ વ્યાજના ચક્રમાંથી નીકળવા માટે તેને આ તમામ શખ્સો પાસેથી સમયાંતરે પાંચ ટકાથી લઈને ૨૦ ટકા સુધીના ઊંચા વ્યાજે રૂપિયા લીધેલ હતા અને તે રકમ કુલ મળીને ૭.૧૦ લાખ રૂપિયા થાય છે જેની સામે અમુક રકમ ચૂકવી દીધી છે તો પણ આરોપીઓ તેની પાસેથી ઉચા વ્યાજ સહિતની રકમની પઠાણી ઉઘરાણી કરતાં હતા અને તેની દુકાને અવાર નવાર આવતા હતા જેથી કરીને તેને દુકાન બંધ કરી દીધી હતી તો આ શખ્સો તેના ઘરે આવીને ભુંડા બોલી ગાળો આપતા હતા અને અલગ અલગ બેંકના કોરા ચેકમાં બળજબરીથી સહીઓ કરાવી લઇ ગયેલ છે અને વ્યાજ સહીત રૂપીયા નહીં આપે તો જાનથી મારી નાખવાની ધમકીઓ આપી હતી જેથી કરીને મોરબીના શનાળા રોડ ઉપર આવેલ સરદાર બાગમાં બેસીને યુવાને ઝેરી દવા પી લીધી હતી જેથી કરીને તેને સારવાર માટે મોરબીની આયુષ હોસ્પિટલમાં લઈને ગયા હતા અને ત્યાર બાદ યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે આઇ.પી.સી. કલમ ૩૮૪, ૫૦૪, ૫૦૬(૨), ૧૧૪ તથા ધી ગુજરાત મનીલેન્ડર્સ એકટ-૨૦૧૧ ની કલમ ૫, ૪૦, ૪૨ મુજબ ગુનો નોંધીને આરોપીઓને પકડવામાં માટે તજવીજ શરૂ કરેલ છે