હળવદના ટીકર ગામે જાહેરમાં જુગાર રમતા નવ ઝડપાયા મોરબીમાં સર્વે હિન્દુ સંગઠન દ્વારા આયોજિત જન્માષ્ટમીની શોભાયાત્રામાં રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિત હજારો લોકો જોડાયા વાંકાનેરમાં સોની વેપારીની દુકાનમાંથી 1.85 લાખની સોનાનીબાલીઓની ચોરીના ગુનામાં બે મહિલાની ધરપકડ મોરબી નજીક સિરામિક કારખાનામાં નિયમિત કામે આવવા બાબતે યુવાનને લોખંડના પાઇપ અને ધોકા વડે માર માર્યો મોરબીના પ્રેમજીનગર પાસે રોડ ક્રોસ કરતી બાળકીને આઇસર ચાલકે હડફેટે લેતા ઘટના સ્થળે જ મોત હળવદના દેવીપુર ગામે મકાનના પ્લોટ બાબતે અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને સામસામે મારામારી ટંકારાના વાછકપર ગામે ઝેરી દવા પી ગયેલ બાળકનું મોત: વાંકાનેરના સરધારકા ગામે ઇલેક્ટ્રીક શોર્ટ લાગતા યુવાનનું મોત મોરબીમાં ગૌરક્ષક દળ તેમજ રાજનગર યુવા ગ્રુપ દ્વારા જન્માષ્ટમી મહોત્સવની ભવ્ય ઉજવણી
Breaking news
Morbi Today

એક તારીખે કમળમાં બટન દબાવો, ગુજરાત વિધાનસભામાં પ્રકાશ વરમોરા ખીલી ઉઠશે: સ્મૃતિ ઇરાની


SHARE





એક તારીખે કમળમાં બટન દબાવો, ગુજરાત વિધાનસભામાં પ્રકાશ વરમોરા ખીલી ઉઠશે: સ્મૃતિ ઇરાની


ધાંગધ્રા-હળવદ વિધાનસભા બેઠકના ભાજપના ઉમેદવાર પ્રકાશભાઈ વરમોરાના સમર્થનમા ધાંગધ્રા ગ્રીન ચોક ખાતે કેન્દ્રિય મંત્રી સ્મૃતિ ઈરાનીની સભા રાખવામા આવી હતી જેમાં તેને કોંગ્રેસને ગુજરાત વિરોધી કહીને આડે હાથે લીધી હતી અને આગમી એક તારીખે તમે લોકો કમળનું બટન દબાવો એટ્લે ગુજરાત વિધાનસભામાં પ્રકાશ ખીલી ઉઠશે તેવી ટકોર કરી હતી

ધાંગધ્રા-હળવદ વિધાનસભા બેઠકના ભાજપના ઉમેદવાર પ્રકાશભાઈ વરમોરા જિલ્લા ભાજપ પ્રમુખ સહિતના ભાજપ પરિવારના આગેવાનો, હોદેદારો તેમજ કાર્યકર્તાઓને સાથે રાખીને પોતાના મત વિસ્તારમાં જન  સંપર્ક કરી રહ્યા છે દરમ્યાન કેન્દ્રિય મંત્રી સ્મૃતિ ઈરાનીની ધાંગધ્રા ગ્રીન ચોક ખાતે સભા રાખવામા આવી હતી જેમાં દરેક જ્ઞાતિ સમાજના લોકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા ત્યારે તેમણે કોંગ્રેસને ગુજરાત વિરોધી કહીને આડે હાથે લીધી હતી અને સાત વર્ષ સુધી નર્મદાનાં પાટિયા ચડાવવામાં કોંગ્રેસે જે રોડા નાખ્યા હતા તેને યાદ કરાવ્યુ હતું અને નરેન્દ્ર મોદીએ દેશમાં સતા સાંભળી ત્યાર બાદ કેટલા અને કેવા વિકાસના કામો કરવામાં આવ્યા છે તેની માહિતી સભામાં હાજર રહેલા લોકોને આપીને આ ચુંટણીમાં આગામી તારીખ એક ના રોજ કમળનું બટન દબાશો એટ્લે ગુજરાત વિધાનસભામાં પ્રકાશ ખીલી ઉઠશે તેવી લાગણી વ્યકત કરી હતી

છેલ્લા ઘણા દિવસોથી ભાજપના ઉમેદવાર પ્રકાશભાઈ વરમોરાનો ચૂંટણી પ્રવાસ ચાલી રહયો છે ત્યારે ગામો ગામ તેને આવકાર મળી રહ્યો છે અને વર્ષોથી કોંગ્રેસની સાથે જોડાયેલા ઘણા આગેવાનો છેલ્લા દિવસોમાં ભાજપમાં જોડાઈને આ બેઠક ઉપરથી કમળ ખીલી ઊઠે તેના માટે કામે લાગી ગયા છે ધાંગધ્રા-હળવદ બેઠકના ભાજપના ઉમેદવાર પ્રકાશભાઈ વરમોરાનું નામ ફાઇનલ કરવામાં આવ્યું ત્યારથી તેઓને મતદારો તરફથી ખુલ્લુ જન સમર્થન અને મતદારોના આશીર્વાદ મળી રહ્યા છે આ ઉપરાંત ધાંગધ્રામાં વેપારી મહામંડળ સાથે જોડાયેલા વેપારીઓ સાથે ભાજપનું સંમેલન યોજાયું હતું જેમાં બહોળી સંખ્યામાં વેપારીઓ હાજર રહ્યા હતા અને ખાસ કરીને વેપારીઓ વર્તમાન સમયમાં શાંતિ અને  સલામતી સાથે તેના ધંધા કરી શકે છે જેથી કરીને ભાજપને જ આગામી ચુંટણીમાં સમર્થન આપવાનું વેપારીઓએ મન બનાવી લીધેલ છે




Latest News