હળવદના ટીકર ગામે જાહેરમાં જુગાર રમતા નવ ઝડપાયા મોરબીમાં સર્વે હિન્દુ સંગઠન દ્વારા આયોજિત જન્માષ્ટમીની શોભાયાત્રામાં રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિત હજારો લોકો જોડાયા વાંકાનેરમાં સોની વેપારીની દુકાનમાંથી 1.85 લાખની સોનાનીબાલીઓની ચોરીના ગુનામાં બે મહિલાની ધરપકડ મોરબી નજીક સિરામિક કારખાનામાં નિયમિત કામે આવવા બાબતે યુવાનને લોખંડના પાઇપ અને ધોકા વડે માર માર્યો મોરબીના પ્રેમજીનગર પાસે રોડ ક્રોસ કરતી બાળકીને આઇસર ચાલકે હડફેટે લેતા ઘટના સ્થળે જ મોત હળવદના દેવીપુર ગામે મકાનના પ્લોટ બાબતે અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને સામસામે મારામારી ટંકારાના વાછકપર ગામે ઝેરી દવા પી ગયેલ બાળકનું મોત: વાંકાનેરના સરધારકા ગામે ઇલેક્ટ્રીક શોર્ટ લાગતા યુવાનનું મોત મોરબીમાં ગૌરક્ષક દળ તેમજ રાજનગર યુવા ગ્રુપ દ્વારા જન્માષ્ટમી મહોત્સવની ભવ્ય ઉજવણી
Breaking news
Morbi Today

મોરબીના ધક્કાવાળી મેલડી માતાજી મંદિરે દશ હજાર ફૂલસ્કેપ ચોપડાનું વિતરણ કરાયું


SHARE





મોરબીના ધક્કાવાળી મેલડી માતાજી મંદિરે દશ હજાર ફૂલસ્કેપ ચોપડાનું વિતરણ કરાયું

મોરબીના રેલવે સ્ટેશન પાસે ધક્કાવાળી મેલડીમાંનું મંદિર આવેલું છે.આ મંદિર દ્વારા રાહતદરે દવાખાનું,દશ રૂપિયાના ટોકન પર દવા ફ્રી આપવી, દરરોજ પચાસ મન લીલું ઘાસ ગાયોને ખવડાવવું,દર મહિને દશ મણ ચણ પંખીઓને નાખવી, દર રવિવારે અને મંગળવારે સવા મણ લાપસી ગુંદી-ગાંઠીયાની પ્રસાદ આપવો,દર વર્ષે નવરાત્રી અને ગણપતિ ઉત્સવનું આયોજન કરવામાં આવે છે,દર વર્ષે સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવે છે જેમાં માંતા-પિતા વગરની અગિયાર નિરાધાર દીકરીઓના ધામધૂમથી લગ્ન કરાવવામાં આવે છે જેમાં દરેક દીકરીને સોના-ચાંદીના ઘરેણાં સહિત રૂપિયા અઢી લાખનો કરિયાવર આપવામાં આવે છે આમ મેલડી માઁની કૃપાથી વર્ષ દરમ્યાન અનેકવિધ સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવે છે.આ પ્રવૃત્તિઓમાં ઘનુભા ભીખુભા જાડેજા, શૈલેષકુમાર બચુભાઈ જાની વિનુભાઈ ડાંગર,રઘુવીરસિંહ ઝાલા,રમેશભાઈ પટેલ,ધીરુભા જાડેજા,રેલવેના એલ.પી.યાદવ વગેરે તન,મન અને ધનથી સેવા પૂરી પાડે છે.હાલ સરકારી શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે દશ હજાર ફૂલસ્કેપ બુકનું વિતરણ કાર્ય ચાલુ છે જેમાં માળીયા તાલુકાના ખીરસરા, વર્ષાઅમેડી મોટા દહીંસરા કુમાર અને કન્યા શાળા, વિવેકાનંદનગર, ક્રિષ્નાનગર, મોરબીની  વિકાસ વિદ્યાલય, પ્રાયોગિક શાળા, મિડલ સ્કૂલ  વગેરે શાળાઓમાં દરેક વિદ્યાર્થીઓને ત્રણ ત્રણ ફૂલસ્કેપ નોટબુક અર્પણ કરેલ છે માધાપરવાડી કુમાર અને કન્યા શાળામાં તેમજ અન્ય શાળાઓમાં હવે પછી ફૂલસ્કેપ બુકનું વિતરણ કરવામાં આવશે અને વિદ્યાર્થીઓ દ્વારા વિદ્યા ગ્રહણ કરી આ પુણ્યકકાર્યના તમામ સહયોગીઓ ની સેવાકીય પ્રવૃત્તિઓને ખરા અર્થમાં સાર્થક કરશે એવી ખાત્રી દિનેશભાઈ વડસોલા અધ્યક્ષ રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા આપી હતી અને તમામ દાતાઓનો વિદ્યાર્થીઓ વતી અને શાળા પરિવાર વતી આભાર પ્રકટ કર્યો હતો.




Latest News