મોરબી સાર્થક વિદ્યામંદિરના વિદ્યાર્થીઓએ કલાત્મક ક્ષેત્રે રાજ્યકક્ષાએ શ્રેષ્ઠ સિદ્ધિ મેળવી મોરબીના સિરામિક ઉદ્યોગકારોનો બાંધકામની જંત્રીને લગતો પ્રશ્ન વહેલી તકે ઉકેલાય તે માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત મોરબીના બાયપાસ રોડ ઉપરથી 10 જેટલા કાચા પાકા દબાણોને મનપાની ટીમે તોડી પાડ્યા મોરબીમાં ઘરેલુ હિંસાથી પીડિત સગર્ભા મહિલાને અજુગતુ પગલુ ભરતા બચાવતી 181 અભયમ ટીમ વાંકાનેરમાં મંદિરના નવનિર્માણના નામે જુદાજુદા બે લક્કી ડ્રોની ટિકિટોનું વેચાણ કરતો એજન્ટ પકડાયો: 13 સામે ગુનો નોંધાયો મોરબીના નીચી માંડલ પાસે રોડ ક્રોસ કરતાં યુવાનને ડમ્પર ચાલકે હડફેટે લેતા પગમાં 3 ફ્રેકચર: વાંકાનેરમાં જુગાર રમતા ચાર પકડાયા ટંકારાના સાવડી ગામ પાસે બાઇક ચાલકે સાયકલને ટક્કર મારતા ઇજા પામેલા આધેડનું સારવારમાં મોત વાંકાનેર-માળીયા તાલુકા અને મોરબી શહેરમાં વિદેશી દારૂની 4 રેડ: દારૂની નાની મોટી 30 બોટલ કબ્જે
Breaking news
Morbi Today

મોરબી માળિયા વિધાનસભા વિસ્તારમાં ટેકનિકલ ખામીના કારણે 11 મશીનો બદલાયા


SHARE











મોરબી માળિયા વિધાનસભા વિસ્તારમાં ટેકનિકલ ખામીના કારણે 11 મશીનો બદલાયા

મોરબી જિલ્લાની ત્રણ વિધાનસભા બેઠક સહિત ગુજરાતની 89 બેઠકો માટે આજે પ્રથમ તબક્કાનું મતદાન થઈ રહ્યું છે ત્યારે જો વાત કરીએ મોરબી માળિયા વિધાનસભા બેઠકની તો આજે સવારે 8:00 વાગ્યેથી મતદાનની પ્રક્રિયા શરૂ થઈ ત્યારે ટેકનિકલ ખામી અને એરર ના કારણે જુદા જુદા મતદાન મથકો ઉપર કુલ મળીને 11 જેટલા મશીનને બદલવામાં આવ્યા છે

મોરબી માળિયા વિધાનસભા બેઠક ઉપર 299, ટંકારા પડધરી બેઠક ઉપર 300 અને વાંકાનેર કુવાડવા બેઠક ઉપર 307 મતદાન મથકો ઉપર આજે સવારે 8:00 વાગ્યાથી મતદાનની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે અને વહેલી સવારથી જ મતદારો મતદાન કરવા માટે થઈને લાઈનમાં ગોઠવાઈ ગયા હતા જોકે હર હંમેશ ની જેમ જુદા જુદા મતદાન મથકો ઉપર મૂકવામાં આવેલા ઇવીએમ મશીન વીવીપેટ અને બેલેટ મશીન માં ટેકનિકલ એરર કે પછી ટેકનિકલ ખામી સર્જવાના કારણે મશીન બદલવા પડ્યા હતા અને તેની હાલમાં મોરબી માળિયા વિધાનસભા વિસ્તારના ચૂંટણી વિભાગના અધિકારી પાસેથી જાણવા મળતી પ્રમાણે કુલ મળીને 6 સીયુ, ચાર વીવીપેટ અને ત્રણ બીયુને ચૂંટણી દરમિયાન મતદાનની પ્રક્રિયા શરૂ થતાની સાથે જ બદલવા પડ્યા હતા અને તાત્કાલિક મતદારો મતદાન કરી શકે તે માટેની વ્યવસ્થા ચૂંટણી વિભાગ દ્વારા ઊભી કરવામાં આવી હતી જે મતદાન મથકો ઉપર મશીનરી બદલવામાં આવી છે તેમાં નાનાભેલા, રંગપર, કાજરડા, અંજીયાસર અને મોરબી શહેરમાં બૂથ નંબર 157, 151 અને 239 નો સમાવેશ થાય છે






Latest News