ટંકારાના છતર ગામના જેઠાણી-દેરાણી સહિત 7 પદયાત્રીઓને વિરમગામ નજીક ટ્રક ચાલકે કચડી નાખ્યા મોરબીમાં નજીવી રકમ માટે મિત્રનું મર્ડર કરી ૨૪ વર્ષથી ફરાર આરોપી પકડાયો મોરબીના યુવાશક્તિ ફાઉન્ડેશન-જડેશ્વર જીવદયા ગ્રુપ દ્વારા જીવદયાનો અનોખો પ્રયાસ મોરબીના આમરણ ગામે જુદીજુદી ત્રણ સંસ્થા દ્વારા મેડિકલ કેમ્પ યોજાયો મોરબી આયુષ હોસ્પિટલના ડો.સત્યજીતસિંહ જાડેજાની કુશળતાએ વૃદ્ધનું જીવન બચાવ્યુ છેલ્લા એક માહિનામાં મોરબીના પ્રત્યેક સિરામિક ઉદ્યોગકારને 50 લાખથી 1.5 કરોડનું નુકશાન: મનોજભાઇ એરવાડીયા મોરબી મહાપાલિકાની ચુંટણીમાં પક્ષ-અપક્ષ સહિત 204 ઉમેદવારોએ ફોર્મ ભર્યા: બુધવારે ચિત્ર સ્પષ્ટ થશે મોરબીના શનાળા ગામ પાસે કારના સર્વિસ સ્ટેશનમાં આગ લાગતા દોડધામ
Breaking news
Morbi Today

મોરબીના ઢુવા પાસે ટ્રક ઉપરથી તાલપત્રી છોડતા સમયે પડી ગયેલ યુવાનનું મોત


SHARE













મોરબીના ઢુવા પાસે ટ્રક ઉપરથી તાલપત્રી છોડતા સમયે પડી ગયેલ યુવાનનું મોત

મોરબીના વાંકાનેર હાઇવે ઉપર આવેલા ઢુવા ગામની પાસે કારખાના નજીક ટ્રક ઉપર ચડીને તાલપત્રી છોડતા સમયે યુવાન નીચે પડી ગયો હતો જેથી કરીને તેનું મોત નીપજયુ હોવાનું જાણવા મળેલ છે.

મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ કચ્છના ભીમાસરનો વતની વેલાભાઈ બાબુભાઈ સોઢા નામનો ત્રીસ વર્ષનો યુવાન ટ્રક ઉપરથી પડી જતા મોત નિપજતા તેના મૃતદેહને મોરબીની સિવિલ હોસ્પિટલે લાવવામાં આવ્યો હતો.વધુમાં પોલીસના જણાવ્યા પ્રમાણે વેલાભાઈ બાબુભાઈ સોઢા નામનો યુવાન મોરબીના વાંકાનેર હાઇવે ઉપર ઢુવા ગામે આવેલ સનરાઈઝ કારખાનાની પાસે ટ્રક ઉપર ચડીને તાલપત્રી છોડતો હતો ત્યારે તે અકસ્માતે ઊંચાઇએથી નીચે પડી ગયો હતો અને જેના કારણે તેનું મોત નિપજતા તેના ડેડબોડીને પીએમ માટે મોરબી લાવવામાં આવ્યું હતું. જેથી એ ડિવિઝન પોલીસ મથકના હરેશભાઈ દ્વારા પ્રાથમિક તપાસ કરીને બનાવ સંદર્ભે વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરવામાં આવી હતી.

એકટીવા સ્લીપ થતા બેને ઇજા

મોરબી તાલુકા પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ મોરબી નજીકના રાજપર ગામની પાસે એકટીવા સ્લીપ થઈ ગયુ હતુ જેથી કરીને મોરબીના રહેવાસી કીર્તિબેન મનીષભાઈ (ઉમર ૩૫) અને પાયલબેન રાજેન્દ્રભાઈ બોડા (ઉમર ૨૮) ને બીજાઓ પહોંચતા બંનેને સારવાર માટે ખસેડાયા હતા જેથી કરીને હાલમાં તાલુકા પોલીસ મથકના અજીતસિંહ પરમાર દ્વારા આ અંગે તપાસ ચલાવવામાં આવી રહી છે.મોરબીના ગુજરાત હાઉસિંગ બોર્ડમાં રહેતા પ્રવીણભાઈ ધરમશીભાઈ મહેતા નામના ૭૦ વર્ષના વૃદ્ધ બાઈકમાં બેસીને જતા હતા ત્યારે પીપળી રોડ ઉપર મનીષ કાંટાની પાસે તેઓ બાઈકમાંથી નીચે પડી જતા ઈજાઓ થતા સારવારમાં ખસેડાયા હતા. જ્યારે મોરબીના રવાપર ગામે ધૈર્ય એપાર્ટમેન્ટમાં રહેતો અપૂર્વ દિલીપભાઈ સંઘાણી નામનો ૪૫ વર્ષનો યુવાન જોધપર નદી પાસેથી બાઈક લઈને જતો હતો ત્યારે રસ્તામાં બાઈક સ્લીપ થતા ઇજાઓ પહોંચતા તેને પણ સારવાર માટે ખસેડાયો હતો.






Latest News