મોરબી જિલ્લામાં દારૂની હેરાફેરીમાં સંડોવાયેલ રાજસ્થાનના શખ્સને પાસા હેઠળ ઝડપી લઈને સાબરમતી જેલ હવાલે કરાયો મોરબી સમસ્ત બ્રહ્મસમાજના તેજસ્વિ વિદ્યાર્થીઓનું રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયા અને કનકેશ્વરી માતાજીના હસ્તે કરાયું સન્માન મોરબીના સનાળા રોડ ઓફિસ અને રવાપર ગમે ફ્લેટમાં જુગારની 2 રેડમાં કુલ 15 શખ્સો 4.67 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા ટંકારા નજીક આવેલ ધર્મજીવન કોટનની ઓફીસમાં જુગાર રમતા 19 શખ્સો 3.10 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ખારચિયા ગામે કુવામાં ડૂબી જતા તરૂણ અને ટંકારાના બંગાવડી ગામે વાડીએ કુંડીમાં ડૂબી જવાથી બાળકનું મોત માળીયા (મી)ના નાના દહીસરા ગામ પાસે રેલવે ટ્રેક ઉપર એન્જિનની હડફેટે ચડી જતા આધેડનું મોત: વાંકાનેર બાઉન્ડ્રી પાસે હોટલની રૂમમાં બેભાન અવસ્થામાં યુવાનનું મોત ટંકારાના લજાઈ અને વાંકાનેરના સિંધાવદર ગામ પાસે જુગારની રેડમાં કુલ 11 શખ્સો ઝડપાયા હળવદના સુંદરગઢ ગામના પુલ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે ઇકો અને ટ્રકને હડફેટે લીધા બાદ રાહદારી આધેડે કચડી નાખતા ઘટના સ્થળે જ મોત
Breaking news
Morbi Today

મોરબી : વાંકાનેરના યજ્ઞપુરૂષનગર ગામે રહેણાંક મકાનમાંથી ૨૪ બોટલ દારૂ સાથે એક પકડાયો, એકની શોધખોળ


SHARE







મોરબી : વાંકાનેરના યજ્ઞપુરૂષનગર ગામે રહેણાંક મકાનમાંથી ૨૪ બોટલ દારૂ સાથે એક પકડાયો, એકની શોધખોળ

મોરબી જીલ્લાના વાંકાનેર તાલુકા પોલીસ સ્ટાફ દ્વારા રહેણાંક મકાનમાં બાતમીના આધારે રેડ કરવામાં આવતા રહેણાંક મકાનમાંથી વિદેશી દારૂની ૨૪ બોટલો મળી આવી હતી જેથી દારૂના જથ્થા સાથે હાલમાં એક શખ્સ પકડાયો હતો અને એક ઇસમનું નામ ખુલ્યુ હોય તેને પકડવા માટે વાંકાનેર તાલુકા પોલીસ દ્વારા આગળની તજવીજ કરવામાં આવી રહી છે.

વાંકાનેર તાલુકા પોલીસના જણાવ્યા પ્રમાણે બાતમીના આધારે યજ્ઞપુરુષનગર (ગારીયા) ગામે રહેણાંક મકાનની બાજુમાં આવેલ પડતર મકાનમાં રેડ કરવામાં આવી હતી.ત્યારે પડતર મકાનમાંથી મેક ડોવેલ્સ નંબર-૧ કલેકશન વ્હિસ્કી ઓરીજનલ કાચની કંપની શીલ પેક ભારતીય પરપ્રાંત બનાવટની વિદેશી દારૂની ૨૪ બોટલો કિંમત રૂ.૯૦૦૦ નો જથ્થો તેમજ તેની સાથે સ્થળ ઉપરથી મળી આવેલા વિવેકભાઇ મંછારામભાઇ ગોંડલીયા જાતે બાવાજી (ઉ.વ.૧૯) ધંધો ડ્રાઇવીંગ રહે.યજ્ઞપુરૂષનગર (ગારીયા) તા.વાંકાનેર જી.મોરબીને પકડી પાડવામાં આવ્યો હતો અને તેની પુછપરછમાં વિશાલ મંછારામ ગોંડલીયા જાતે બાવાજી રહે.યજ્ઞપુરૂષનગર (ગારીયા) તા.વાંકાનેર જી.મોરબીનું નામ સામે આવતા બંને સામે ગુનો નોંધીને પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.

મારામારીમાં ઇજા

મોરબીના નાનીવાવડી ગામે રહેતા સંજયભાઈ હરજીવનભાઈ મોરડીયા નામના ૩૭ વર્ષના યુવાનને મોરબીના પંચાસર રોડ રાજનગર વિસ્તારમાં આવેલ પટેલ ડેરીની પાસે મારામારીના બનાવમાં ઇજાઓ પહોંચી હતી જેથી તેને સિવિલે સારવારમાં ખસેડાયો હતા.હાલમાં એ ડિવિઝન પોલીસ દ્વારા આ અંગે તપાસ ચલાવવામાં આવી રહી છે.જ્યારે મોરબીના હળવદ તાલુકાના ઘનશ્યામગઢ ગામે કિરીટભાઈની વાડીએ રહીને મજૂરી કામ કરતા પરિવારનો વિશાલ દિલાવરભાઈ નરગાવા નામનો દસ વર્ષનો બાળક ગામના પાટીયા પાસેથી બાઈકમાં બેસીને જતો હતો ત્યારે તેમનું બાઈક સ્લીપ થતાં ઇજા થતા તેને શહેરના સામાકાંઠે આવેલ શિવમ હોસ્પિટલે સારવારમાં ખસેડાયો હતો.

આધેડ સારવારમાં

મોરબીના પાડાપુલ નીચે રહેતા કિશોરભાઈ બેરસિંગ સારોલીયા નામના ૫૦ વર્ષના આધેડને અજાણ્યા ઈસમ દ્વારા પાડાપુલની નીચે માર મારવામાં આવતા નાકના ભાગે ઇજાઓ થતા તેમને સિવિલ હોસ્પિટલે સારવાર માટે ખસેડાયા હતા. જ્યારે ધાંગધ્રા તાલુકાના ગુજરવદી ગામે રહેતા લીલાબેન જનકભાઈ નામની ૩૨ વર્ષીય મહિલા પોતાના ઘરેથી વાડીએ જતી હતી ત્યારે ખાંભળાના માર્ગે તઓ બાઈકમાંથી નીચે પડી જતા ઇજાઓ થતા તેમને અહિંની શિવમ હોસ્પિટલે સારવાર માટે ખસેડાયા હતા.






Latest News