મોરબી પાલિકા સમયે આવેલ ઇમ્પેક્ટની અરજીઓને મંજૂર કરવા માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત મોરબીની મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા નવરાત્રિ નિમિત્તે 25 જરૂરિયાતમંદ માતાઓને રાશન કિટનું કરાયું વિતરણ મોરબી જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ બીપીનભાઈ દવેએ જન્મદિવસે લીધો અંગદાનનો સંકલ્પ હળવદના ચાડધ્રા ગામ પાસે નદીના પટ્ટમાં ખાણ ખનીજ વિભાગની રેડ: 43 લાખની કિંમતના 8 ટ્રેક્ટર સીઝ કર્યા રાષ્ટ્રીય ધોરીમાર્ગ-41ના ગાંધીધામ (કંડલા)-મુન્દ્રા પોર્ટ સેક્શનને છ માર્ગીય બનાવવાની રૂ. 991.19 કરોડની મંજૂરી: સાંસદ વિનોદભાઇ ચાવડા મોરબીના કલેક્ટરે લીધી મુખ્ય પોસ્ટ ઓફિસની મુલાકાત મોરબી મહાપાલિકાના બિલ કૌભાંડની તપાસ ઉચ્ચ અધિકારીને સોંપવા ભાજપના યુવા આગેવાને કમિશનરને કરી રજૂઆત મોરબીમાં ચાલતા ખેડૂત આંદોલન મુદે સિદસર ઉમિયાધામના ટ્રસ્ટીઓ ખેડૂતોને સાથે રાખીને સરકાર સમક્ષ કરશે રજૂઆત
Breaking news
Morbi Today

મોરબીના લખધીરપુર રોડે સીરામીક કારખાનામાં કમ્પ્રેસર વડે યુવાનને ગુદ્દાના ભાગેથી શરીરમાં હવા ભરી દીધી: બે સામે ગુનો નોંધાયો


SHARE









મોરબીના લખધીરપુર રોડે સીરામીક કારખાનામાં કમ્પ્રેસર વડે યુવાનને ગુદ્દાના ભાગેથી શરીરમાં હવા ભરી દીધી: બે સામે ગુનો નોંધાયો

મોરબીના લખધીરપુર રોડ ઉપર આવેલ સીરામીક કારખાનામાં મજૂરી કામ કરતા યુવાનને તેની સાથે કામ કરતા બે શખ્સોએ એર કમ્પ્રેસર મશીન વડે મજાક મસ્તીમાં ગુદાના ભાગેથી શરીરમાં હવા ભરી દીધી હતી જેથી કરીને યુવાનને આંતરડામાં ઈજા થઈ હોવાથી તેને સારવાર માટે ખસેડવામાં આવેલ છે અને હાલમાં ભોગ બનેલા યુવાનના ભાઈએ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે બે શખ્સોની સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.

બનાવની જાણવા મળતી વિગત મુજબ મૂળ ઝારખંડના રહેવાસી અને હાલમાં મોરબીના લખધીરપુર રોડ ઉપર આવેલ સીરામીક કારખાનામાં રહેતા અને ત્યાં મજૂરી કામ કરતા યુવાનોનો ભાઈ એન્ટીક વિટ્રીફાઈડ સિરામિક કારખાનામાં ગ્લેઝ વિભાગમાં લાઈન ઉપર કામ કરી રહ્યો હતો ત્યારે તેની સાથે કામગીરી કરી રહેલા મનોજભાઈ અને મેહુલભાઈ રબારી નામના બે શખ્સોએ એર કમ્પ્રેસરની હવાની નળી ચાલુ હોવાનું જાણતા હોવા છતાં મસ્તીમાં તેણે ચાલુ એર કમ્પ્રેસરની નળીથી ફરિયાદી યુવાનના ભાઈને ગુદ્દાના ભાગેથી હવી ભરી દીધી હતી જેથી કરીને યુવાનને પેટમાં હવા ભરાઈ જવાના કારણે તેના આંતરડામાં ઇજા થયેલ છે જેથી કરીને ભોગ બનેલ યુવાન ને સારવારમાં ખસેડવામાં આવેલ છે અને તેના ભાઈએ મનોજભાઈ રહે. એન્ટિક વિટ્રીફાઈડ સિરામિક મજૂરની ઓરડી અને મેહુલભાઈ રબારી રહે મોરબી વાળાની સામે ફરિયાદ નોંધાવતા પોલીસે આઈપીસી કલમ ૩૦૮ અને ૧૧૪ મુજબ ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરે છે.




Latest News