મોરબી વીસી ફાટક પાસે કાર ચાલકે બાઈકને હડફેટે લેતા યુવાન સારવારમાં મોરબીની માં ગરબી માં દીકરીઓને વિના મૂલ્યે ફ્રી સ્ટાઈલ ગરબા રમવાની વ્યવસ્થા, સ્ટેજ ઉપરથી ફિલ્મી ગીત કયારે પણ નહીં: જયરાજસિંહ જાડેજા વાંકાનેરમાં એક વર્ષ પહેલા માથાકૂટ સમયે મિત્રની મદદ કરનારા યુવાન ઉપર પાઇપ-ધોકા વડે 10 શખ્સોએ કર્યો જીવલેણ હુમલો દારૂના ગુનામાં રાજકોટ ખાતે પકડાયેલ કારને છોડાવવા ન જતાં વાંકાનેરના મેસરીયા ગામે રહેતા યુવાન ઉપર તલવાર-પાઇપ વડે હુમલો મોરબીના ટિંબડી પાટીયા પાસે અજાણ્યા વાહન ચાલકે બાઈકને હડફેટ લેતા યુવાનનું મોત ટંકારાના ગજડી ગામે ખોટી વાતો ગામમાં કરતો હોવાનો વહેમ રાખીને યુવાન ઉપર દાતરડા વડે હુમલો વાંકાનેરના રાતવીરડા ગામની સીમમાં કારખાના નજીક જુગાર રમતા 4 શખ્સ પકડાયા વાંકાનેરમાં ફૂલના હારનો વેપાર કરતાં યુવાનને નજીવી વાતમાં ઢીકાપાટુનો માર મારીને જાનથી મારી નાખવાની ધમકી
Breaking news
Morbi Today

મોરબીના ઇન્દિરાનગરમાં યુવાન સહિત ત્રણ વ્યક્તિઓને માર મારવાના ગુનામાં એક આરોપીની ધરપકડ


SHARE









મોરબીના ઇન્દિરાનગરમાં યુવાન સહિત ત્રણ વ્યક્તિઓને માર મારવાના ગુનામાં એક આરોપીની ધરપકડ

મોરબીના સામાકાંઠા વિસ્તારમાં આવેલ ઇન્દિરાનગરમાં રહેતા યુવાનને તને કેમ હવા ચડી ગઈ છે તેમ કહીને બે મહિલા સહિત ચાર લોકોએ લોખંડના પાઇપ અને છરી વડે હુમલો કરીને માર માર્યો હતો જેથી કરીને ઈજા પામેલ યુવાન અને અન્ય બે વ્યક્તિ આમ કુલ ત્રણ ઇજાગ્રસ્તોને સારવારમાં લઇને આવેલ હતા અને બે મહિલા સહિત ચાર લોકોની સામે મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાઈ હતી જેના આધારે પોલીસે એક આરોપીની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે 

મોરબીના મહેન્દ્રનગર ગામ પાસે આવેલ ઇન્દિરાનગરમાં રામદેવપીરના મંદિર સામે રહેતા ઋષિભાઈ દિનેશભાઈ ચાવડા (૨૪) એ હાલમાં મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે મનસુખભાઈ હનાભાઈ ચાવડા, હકાભાઇ હનાભાઇ ચાવડા, મનિષાબેન હનાભાઈ ચાવડા અને કુસુમબેન હનાભાઈ ચાવડા સામે ફરિયાદ નોંધાવી હતી કે, તે ઇન્દિરાનગર વિસ્તારમાં અબ્બાસભાઈની દુકાન પાસે ઉભો હતો ત્યારે તને કેમ હવા ચડી ગઈ છે તેવું કહીને તેને મનસુખભાઈ હનાભાઈ ચાવડાએ ગાળો આપી હતી અને ડાબા હાથના ખભા ઉપર તથા છાતીના ભાગે છરી વડે હુમલો કરીને ઇજા કરી હતી. ત્યારબાદ તેની સાથે ઉભેલા બે વ્યક્તિઓ તેને છોડાવવા માટે વચ્ચે પડતા તેને પણ માર માર્યો હતો અને યુવાન તથા તેની સાથે રહેલા વ્યક્તિઓ પોતાના ઘર તરફ જતા હતા ત્યારે મનસુખભાઈ હનાભાઈ ચાવડા, હકાભાઇ હનાભાઈ ચાવડા, મનીષાબેન અને કુસુમબેને ત્યાં આવીને માથાકૂટ કરી હતી અને ઢીકા પાટુનો માર માર્યો હતો. જેથી કરીને ફરિયાદી સહિત ત્રણ વ્યક્તિઓને ઈજા થઈ હોવાથી તેને સારવારમાં લાવ્યા હતા અને મારા મારીના આ બનાવની ભોગ બનેલા યુવાને ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આ ગુનામાં હાલમાં આરોપી મનસુખભાઈ હનાભાઈ ચાવડા (૨૨) રહે. ઇન્દિરાનગર વાળાની ધરપકડ કરેલ છે 

અકસ્માતમાં ઇજા

મોરબીના મકનસર ગામ પાસેથી હાલમાં વાંકાનેર તાલુકાના રાણેકપર ગામે રહેતા વીજુડા તુષારભાઈ મુકેશભાઈ નામનો ૧૩ વર્ષનો બાળક તેના પાડોશી કરણભાઈ નામના વ્યક્તિના બાઈકમાં પાછળના ભાગે બેસીને જતો હતો ત્યારે કોઈ કારણોસર બાઈક સ્લીપ થઈ ગયું હતું જેથી કરીને અકસ્માતમાં બનાવ બન્યો હતો અને અકસ્માતના આ બનાવમાં ઈજા થવાથી બાળકને મોરબીની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઈને આવેલ છે હાલમાં પોલીસે બનવાની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

 અકસ્માતમાં ઇજા

મોરબીના ઘૂટું ગામ પાસે મેરેજ હોલ નજીક કલર કામ ચાલુ હતું દરમિયાન છોટુસિંહ ગજેન્દ્રસિંહ (૧૮) નામનો યુવાન ઉપરથી નીચે પડ્યો હતો જેથી કરીને તેને ઇજાઓ થઈ હોવાથી ૧૦૮ મારફતે તેને તાત્કાલિક સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની મોરબી તાલુકા પોલીસની જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી




Latest News