મોરબી પાલિકા સમયે આવેલ ઇમ્પેક્ટની અરજીઓને મંજૂર કરવા માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત મોરબીની મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા નવરાત્રિ નિમિત્તે 25 જરૂરિયાતમંદ માતાઓને રાશન કિટનું કરાયું વિતરણ મોરબી જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ બીપીનભાઈ દવેએ જન્મદિવસે લીધો અંગદાનનો સંકલ્પ હળવદના ચાડધ્રા ગામ પાસે નદીના પટ્ટમાં ખાણ ખનીજ વિભાગની રેડ: 43 લાખની કિંમતના 8 ટ્રેક્ટર સીઝ કર્યા રાષ્ટ્રીય ધોરીમાર્ગ-41ના ગાંધીધામ (કંડલા)-મુન્દ્રા પોર્ટ સેક્શનને છ માર્ગીય બનાવવાની રૂ. 991.19 કરોડની મંજૂરી: સાંસદ વિનોદભાઇ ચાવડા મોરબીના કલેક્ટરે લીધી મુખ્ય પોસ્ટ ઓફિસની મુલાકાત મોરબી મહાપાલિકાના બિલ કૌભાંડની તપાસ ઉચ્ચ અધિકારીને સોંપવા ભાજપના યુવા આગેવાને કમિશનરને કરી રજૂઆત મોરબીમાં ચાલતા ખેડૂત આંદોલન મુદે સિદસર ઉમિયાધામના ટ્રસ્ટીઓ ખેડૂતોને સાથે રાખીને સરકાર સમક્ષ કરશે રજૂઆત
Breaking news
Morbi Today

મોરબીમાં મહિલા સફાઈ કર્મચારી પર દુષ્કર્મ કરનાર નરાધમોને કડક સજા આપવા માંગ


SHARE









મોરબીમાં મહિલા સફાઈ કર્મચારી પર દુષ્કર્મ કરનાર નરાધમોને કડક સજા આપવા માંગ

મોરબીના રવાપર નજીક રાત્રી સફાઈ કરતી મહિલા પર બે નરાધમોએ દુષ્કર્મ આચર્યું હોવાની ઘટનાના ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. જેમાં વડવાળા યુવા સંગઠન મોરબીએ કલેકટર આવેદન આપી આ દુષ્કર્મના હીન કૃત્યને વખોડી કાઢી પીડિતાને યોગ્ય ન્યાય આપવા તેમજ બન્ને નરાધમોને આકરી સજા કરવાની માંગ ઉઠાવી છે. 

મોરબીના વડવાળા યુવા સંગઠન દ્વારા જિલ્લા કલેકટર આવેદન આપવામાં આવ્યું છે તેમાં જણાવ્યુ છે કે, રવાપર ગામ પાસે થોડા દિવસ પહેલા રાત્રી સફાઈ કરતી એક આધેડ વયની મહિલાને બે નરાધમોએ હવસનો શિકાર બનાવી હતી. જેમાં બન્ને નરાધમો મહિલાને બળજબરીથી કારમાં અપહરણ કરી  જઈને હેવાનીયતભર્યું દુષ્કૃત્ય આચર્યું હતું એટલું જ નહીં મહિલાને ઢોર માર માર્યો હતો. જો કે પોલીસે ત્વરિત કાર્યવાહી કરીને બન્ને આરોપીઓને ઝડપી લીધા હતા. પણ રાત્રી સફાઈ કરતી મહિલા ઉપર આવું અધમ કૃત્ય આચરવું તે ઘણું જ શરમજનક કૃત્ય છે. આથી આ ધૃણાસ્પદ ઘટનાને વખોડી કાઢી પીડિતાને યોગ્ય ન્યાય આપવા તેમજ બન્ને નરાધમોને આકરી સજા કરવાની તેમજ રાત્રી સફાઈ કરનાર પાલિકાની તમામ મહિલા કર્મચારીઓને સુરક્ષા પુરી પાડવાની માંગ ઉઠાવી છે.




Latest News