મોરબી પાલિકા સમયે આવેલ ઇમ્પેક્ટની અરજીઓને મંજૂર કરવા માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત મોરબીની મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા નવરાત્રિ નિમિત્તે 25 જરૂરિયાતમંદ માતાઓને રાશન કિટનું કરાયું વિતરણ મોરબી જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ બીપીનભાઈ દવેએ જન્મદિવસે લીધો અંગદાનનો સંકલ્પ હળવદના ચાડધ્રા ગામ પાસે નદીના પટ્ટમાં ખાણ ખનીજ વિભાગની રેડ: 43 લાખની કિંમતના 8 ટ્રેક્ટર સીઝ કર્યા રાષ્ટ્રીય ધોરીમાર્ગ-41ના ગાંધીધામ (કંડલા)-મુન્દ્રા પોર્ટ સેક્શનને છ માર્ગીય બનાવવાની રૂ. 991.19 કરોડની મંજૂરી: સાંસદ વિનોદભાઇ ચાવડા મોરબીના કલેક્ટરે લીધી મુખ્ય પોસ્ટ ઓફિસની મુલાકાત મોરબી મહાપાલિકાના બિલ કૌભાંડની તપાસ ઉચ્ચ અધિકારીને સોંપવા ભાજપના યુવા આગેવાને કમિશનરને કરી રજૂઆત મોરબીમાં ચાલતા ખેડૂત આંદોલન મુદે સિદસર ઉમિયાધામના ટ્રસ્ટીઓ ખેડૂતોને સાથે રાખીને સરકાર સમક્ષ કરશે રજૂઆત
Breaking news
Morbi Today

મોરબીમાં કબ્રસ્તાન પાસેથી બે સગાભાઈ દારૂ સાથે પકડાયા, ૫૨૮૨૦ નો મુદામાલ કબજે


SHARE









મોરબીમાં કબ્રસ્તાન પાસેથી બે સગાભાઈ દારૂ સાથે પકડાયા, ૫૨૮૨૦ નો મુદામાલ કબજે

મોરબીમાં જુના મહાજન ચોક પાસે આવેલ કબ્રસ્તાન પાસેથી બાઈક પસાર થતું હતું તે ડબલ સવારી બાઇકને રોકીને પોલીસે બંને શખ્સને ચેક કર્યા હતા ત્યારે બાઈક ઉપર જઈ રહેલા બંને સગા ભાઇ પાસેથી દારૂની એક બોટલ મળી આવી હતી જેથી કરીને પોલીસે હાલમાં દારૂ, બાઈક, અને મોબાઈલ મળીને ૫૨૮૨૦ રૂપિયાનો મુદ્દામાલ કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ બંને પાસેથી વધુ એક શખ્સનું નામ સામે આવ્યું હોય તેને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે 

બનાવની જાણવા મળતી માહિતી પ્રમાણે મોરબી એલસીબીની ટીમ દ્વારા જૂના મહાજન ચોક પાસેથી પસાર થતા બાઈકને રોકીને ડબલ સવારી બાઈકમાં જતા શખ્સોને ચેક કરવામાં આવ્યા હતા ત્યારે તેની પાસેથી દારૂની એક બોટલ મળી આવી હતી જેથી કરીને પોલીસે ૮૨૦ રૂપિયાની કિંમતનો દારૂ, બે હજારની કિંમતનો એક મોબાઈલ અને ૫૦ હજાર રૂપિયાની કિંમતનું એક બાઇક આમ કુલ મળીને ૫૨૮૨૦ ની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને સિરાજ ગુલામહુસેન ઉર્ફે રાજુભાઈ સુમરા જાતે સંધિ (૨૧) તેમજ તેનો ભાઈ સમીર ગુલામહુસેન ઉર્ફે રાજુભાઈ સુમરા જાતે સંધિ (૨૩) રહે. બંને વજેપર શેરી નં-૯ મોરબી વાળાની ધરપકડ કરી હતી અને તેની પ્રાથમિક પૂછપરછમાં મોરબીના મચ્છીપીઠ વિસ્તારમાં ઈદગાહ વાળી શેરીમાં રહેતા સલીમ જુસબ કટિયા જાતે મિયાણા પાસેથી દારૂની બોટલ મેળવી હોવાનું સામે આવ્યું છે જેથી કરીને પોલીસે તેની સામે પણ ગુનો નોંધી તેને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે




Latest News