મોરબી પાલિકા સમયે આવેલ ઇમ્પેક્ટની અરજીઓને મંજૂર કરવા માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત મોરબીની મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા નવરાત્રિ નિમિત્તે 25 જરૂરિયાતમંદ માતાઓને રાશન કિટનું કરાયું વિતરણ મોરબી જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ બીપીનભાઈ દવેએ જન્મદિવસે લીધો અંગદાનનો સંકલ્પ હળવદના ચાડધ્રા ગામ પાસે નદીના પટ્ટમાં ખાણ ખનીજ વિભાગની રેડ: 43 લાખની કિંમતના 8 ટ્રેક્ટર સીઝ કર્યા રાષ્ટ્રીય ધોરીમાર્ગ-41ના ગાંધીધામ (કંડલા)-મુન્દ્રા પોર્ટ સેક્શનને છ માર્ગીય બનાવવાની રૂ. 991.19 કરોડની મંજૂરી: સાંસદ વિનોદભાઇ ચાવડા મોરબીના કલેક્ટરે લીધી મુખ્ય પોસ્ટ ઓફિસની મુલાકાત મોરબી મહાપાલિકાના બિલ કૌભાંડની તપાસ ઉચ્ચ અધિકારીને સોંપવા ભાજપના યુવા આગેવાને કમિશનરને કરી રજૂઆત મોરબીમાં ચાલતા ખેડૂત આંદોલન મુદે સિદસર ઉમિયાધામના ટ્રસ્ટીઓ ખેડૂતોને સાથે રાખીને સરકાર સમક્ષ કરશે રજૂઆત
Breaking news
Morbi Today

મોરબી : અકસ્માતના કેશમાં રૂ।.૧૧,૪૫,૨૦૦ નું વળતર ચુકવવા વિમા કાુ. ને હુકમ


SHARE









મોરબી : અકસ્માતના કેશમાં રૂ।.૧૧,૪૫,૨૦૦ નું વળતર ચુકવવા વિમા કાુ. ને હુકમ

મોરબીમાં અકસ્માત અંગે મોટી રકમ ચુકવવા વિમા કંપનીને કોર્ટે ફરમાન કરેલ છે.આ અકસ્માત કેઇસની વિગત એવી છે કે અકસ્માત તા.૨૦-૫-૨૦૧૨ ના રોજ બનેલ જેમા કમલેશભાઇ છગનભાઇ આદ્રોજા રહે. ઇગોરાળા તા.હળવદ વાળા પોતાનું મોટરસાઇકલ લઇને જતા હતા ત્યારે ટ્રક ટ્રેલર નં જીજે ૧ બીટી ૮૮૦૪ ના ચાલકે પોતાના હવાલાવાળુ ટ્રક ટ્રેઇલર પુરઝડપે અને બેદરકારીપુર્વક ચલાવીને કમલેશભાઇ છગનભાઇ આદ્રોજાના મોટરસાઇકલ સાથે ભટકાવતા કમલેશભાઇને ગંભીર ઇજા થવાથી અવસાન પામેલ આ અંગે અકસ્માત વળતરનો કેઇસ મોરબીની ટ્રીબ્યુનલમાં ચાલી જતા નામદાર ટ્રીબ્યુનલે અરજદારના સિનીયર વકીલ બી.બી.હડીયલની ધારદાર દલીલો તથા સુપ્રિમકોર્ટના ચુકાદા ધ્યાને લઇ અરજદારોને રૂ।.૧૧,૪૫,૨૦૦ નું વળતર વ્યાજ સહીત ચુકવી આપવા તથા ખર્ચ આપવા વિમા કું.ને હુકમ કરેલ છે. આ કામમાં અરજદાર તરફે સીનીયર વકીલ બી.બી. હડીયલ રોકાયેલ હતા.




Latest News