વિપક્ષની ગેરહાજરી ન વર્તાઈ: મોરબી મહાપાલિકાની સામાન્ય સભાની બેઠકમાં સ્ટ્રીટ લાઇટ, રોડ, પાણી સહિતના પ્રશ્નોની ભાજપના જ કોર્પોરેટરોએ જડી વરસાવી, બિલ કાંડમાં આકરા પગલાં લેવાશે પણ કોની સામે તે યક્ષ પ્રશ્ન મોરબી વીસી ફાટક પાસે કાર ચાલકે બાઈકને હડફેટે લેતા યુવાન સારવારમાં મોરબીની માં ગરબી માં દીકરીઓને વિના મૂલ્યે ફ્રી સ્ટાઈલ ગરબા રમવાની વ્યવસ્થા, સ્ટેજ ઉપરથી ફિલ્મી ગીત કયારે પણ નહીં: જયરાજસિંહ જાડેજા વાંકાનેરમાં એક વર્ષ પહેલા માથાકૂટ સમયે મિત્રની મદદ કરનારા યુવાન ઉપર પાઇપ-ધોકા વડે 10 શખ્સોએ કર્યો જીવલેણ હુમલો દારૂના ગુનામાં રાજકોટ ખાતે પકડાયેલ કારને છોડાવવા ન જતાં વાંકાનેરના મેસરીયા ગામે રહેતા યુવાન ઉપર તલવાર-પાઇપ વડે હુમલો મોરબીના ટિંબડી પાટીયા પાસે અજાણ્યા વાહન ચાલકે બાઈકને હડફેટ લેતા યુવાનનું મોત ટંકારાના ગજડી ગામે ખોટી વાતો ગામમાં કરતો હોવાનો વહેમ રાખીને યુવાન ઉપર દાતરડા વડે હુમલો વાંકાનેરના રાતવીરડા ગામની સીમમાં કારખાના નજીક જુગાર રમતા 4 શખ્સ પકડાયા
Breaking news
Morbi Today

મોરબી રઘુવંશી ક્રાંતિ મંચ દ્વારા ૩૫૦થી વધુ જરૂરીયાતમંદોને ધાબળા વિતરણ


SHARE









મોરબી રઘુવંશી ક્રાંતિ મંચ દ્વારા ૩૫૦થી વધુ જરૂરીયાતમંદોને ધાબળા વિતરણ

ધારાસભ્ય જીતુભાઈ સોમાણીનુ મોરબી મુકામે અદકેરૂ સન્માન કરવા રઘુવંશી ક્રાંતિ મંચની બેઠકમાં લેવાયો નિર્ણય ; રઘુવંશી પરિવારોની ડીઝીટલ પ્લેટફોર્મ ઉપર ડેટા બેંક તૈયાર કરવામાં આવશે

શિયાળા ના સમય માં કડકડતી ઠંડી માં જરૂરીયાતમંદોને હુંફ મળી રહે તે હેતુસર મોરબી રઘુવંશી ક્રાંતિ મંચના અગ્રણીઓ દ્વારા ૩૫૦થી વધુ જરૂરીયાતમંદો ને ધાબળા વિતરણ કરવા માં આવ્યુ હતુ.તે ઉપરાંત રઘુવંશી ક્રાંતિ મંચની બેઠકમાં મોરબી રઘુવંશી સમાજના ઉત્કર્ષ માટે વિવિધ કાર્યક્રમોના આયોજન ઉપરાંત વાંકાનેર-કુવાડવા વિધાનસભા બેઠક પર જંગી બહુમતીથી વિજયી થનાર ધારાસભ્ય જીતુભાઈ સોમાણીના મોરબી મુકામે અદકેરૂ સન્માન યોજવા નિર્ણય લેવામાં આવ્યો હતો. જે સન્માન સમારોહમાં મોરબી લોહાણા મહાજન ઉપરાંત રઘુવંશી સમાજની દરેક સંસ્થાઓ દ્વારા ધારાસભ્ય જીતુભાઈ સોમાણીનુ સન્માન કરવામાં આવશે તેમ ઉપસ્થિત લોહાણા સમાજના અગ્રણીઓએ જણાવ્યુ હતુ.

રઘુવંશી ક્રાંતિ મંચના કેન્દ્રીય પ્રમુખ ડો.ધર્મેશભાઈ ઠક્કર, કેન્દ્રીય અગ્રણી મહેશભાઈ નગદીયા, મુન્નાભાઈ ઠક્કર, સૌરાષ્ટ્ર ઝોન પ્રમુખ સોનલબેન વસાણી, ઉપપ્રમુખ મેહુલભાઈ નથવાણી, મંત્રી ભાવીનભાઈ સેજપાલના માર્ગદર્શન હેઠળ મોરબી મુકામે મળેલ રઘુવંશી ક્રાંતિ મંચની બેઠકમાં આગામી સમયમાં મોરબીમા વસતા રઘુવંશી પરિવારોની ડીઝીટલ ડેટાબેંક તૈયાર કરવામાં આવશે તેમ સંસ્થાએ યાદી માં જણાવ્યુ છે.

આ તકે મોરબી લોહાણા મહાજન પ્રમુખ ગીરીશભાઈ ઘેલાણી, મંત્રી નરેન્દ્રભાઈ રાચ્છ, રઘુવંશી ક્રાંતિ મંચ મોરબી જીલ્લા પ્રમુખ ભાવીનભાઈ ઘેલાણી, જીલ્લા મહિલા પ્રમુખ મેઘાબેન પોપટ, શહેર પ્રમુખ તેજશભાઈ બારા, રઘુવંશી યુવક મંડળ ઉપપ્રમુખ જયેશભાઈ કોટેચા, જલારામ સેવા મંડળ પ્રમુખ નિર્મિતભાઈ કક્કડ, કીશોરભાઈ ચંડીભમર, નૈમિષભાઈ પંડિત, દીપકભાઈ પોપટ, હર્ષદભાઈ પંડિત, દીનેશભાઈ ભોજાણી, હરીશભાઈ રાજા, ભાવીનભાઈ પોપટ, અમિતભાઈ દક્ષિણી, હકાભાઈ રાજા, નિલેશભાઈ ખખ્ખર, કીશોરભાઈ પલાણ, દીપકભાઈ સોમૈયા, પરેશભાઈ કાનાબાર,વિશાલભાઈ ગણાત્રા, ચિરાગભાઈ રાચ્છ, નિખિલભાઈ છગાણી, કીશોરભાઈ ઘેલાણી, સુનિલભાઈ પુજારા, પરિમલભાઈ ઠક્કર, અમિતભાઈ પોપટ, અનિલભાઈ ગોવાણી, જીતુભાઈ કોટક, જીતુભાઈ પુજારા, જયંતભાઈ રાઘુરા, રોનકભાઈ કારીયા, જગદીશભાઈ કોટક, પપ્પુભાઈ ચંડીભમર, રમેશભાઈ બુધ્ધદેવ, કમલેશભાઈ ભોજાણી, મુકુંદભાઈ મીરાણી, કીર્તિભાઈ પાવાગઢી, રાજુભાઈ સોમૈયા, અજયભાઈ કક્કડ, મનોજભાઈ ચંદારાણા ઉપરાંત મહિલા મંડળના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.




Latest News