મોરબી પાલિકા સમયે આવેલ ઇમ્પેક્ટની અરજીઓને મંજૂર કરવા માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત મોરબીની મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા નવરાત્રિ નિમિત્તે 25 જરૂરિયાતમંદ માતાઓને રાશન કિટનું કરાયું વિતરણ મોરબી જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ બીપીનભાઈ દવેએ જન્મદિવસે લીધો અંગદાનનો સંકલ્પ હળવદના ચાડધ્રા ગામ પાસે નદીના પટ્ટમાં ખાણ ખનીજ વિભાગની રેડ: 43 લાખની કિંમતના 8 ટ્રેક્ટર સીઝ કર્યા રાષ્ટ્રીય ધોરીમાર્ગ-41ના ગાંધીધામ (કંડલા)-મુન્દ્રા પોર્ટ સેક્શનને છ માર્ગીય બનાવવાની રૂ. 991.19 કરોડની મંજૂરી: સાંસદ વિનોદભાઇ ચાવડા મોરબીના કલેક્ટરે લીધી મુખ્ય પોસ્ટ ઓફિસની મુલાકાત મોરબી મહાપાલિકાના બિલ કૌભાંડની તપાસ ઉચ્ચ અધિકારીને સોંપવા ભાજપના યુવા આગેવાને કમિશનરને કરી રજૂઆત મોરબીમાં ચાલતા ખેડૂત આંદોલન મુદે સિદસર ઉમિયાધામના ટ્રસ્ટીઓ ખેડૂતોને સાથે રાખીને સરકાર સમક્ષ કરશે રજૂઆત
Breaking news
Morbi Today

ટંકારાના ધ્રુવનગર પાસે મહિલાને કચડી નાખનાર ટ્રક ડ્રાઈવર સામે નોંધાયો ગુનો


SHARE









ટંકારાના ધ્રુવનગર પાસે મહિલાને કચડી નાખનાર ટ્રક ડ્રાઈવર સામે નોંધાયો ગુનો

ટંકારા તાલુકાનાં ધ્રુવનગર ગામ પાસેથી બે દિવસ પહેલા ડબલ સવારી બાઈક પસાર થતું હતું ત્યારે ટ્રક ચાલકે તેને ઠોકર મારી હતી જેથી બાઈક બેઠળ મહિલા નીચે પડી ગઈ હતી અને ત્યારે પાછળ આવી રહેલ બીજો ટ્રક તેના ઉપર ફરી વાળ્યો હતો જેથી ટ્રક નીચે કચડાઈ જવાથી મહિલાનું મોત નીપજયું હતું જે બનાવમાં મૃતક મહિલાના પતિએ હાલમાં ટ્રક ચાલક સામે ટંકારા તાલુકા પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરેલ છે.

જાણવા મળતી માહિતી મુજબ મોરબીના રવાપર રોડ પર સરદાર પટેલ સોસાયટીના રહેવાસી ચંદ્રકાંતભાઈ ગોરધનભાઈ ખરચરીયા (૩૮) અને તેના પત્ની નીતાબેન ચંદ્રકાંતભાઈ ખરચરીયા (૩૬) તેના બાઈક નંબર જીજે ૩ ઈએન ૨૭૧૧ ઉપર મોરબીથી રાજકોટ લગ્નમાં જઇ રહ્યા હતા ત્યારે ટંકારા તાલુકાનાં ધ્રુવનગર ગામ પાસે જીવામામાના મંદિર પાસે અજાણ્યા ટ્રક ચાલકે બાઈકને પાછળથી ઠોકર મારી હતી જેથી કરીને બાઈકમાંથી નીતાબેન ચંદ્રકાંતભાઈ ખરચરીયા નીચે પડી ગયા હતા અને ત્યારે પાછળ આવી રહેલ ટ્રક જીજે ૧૧ વીવી ૩૭૮૬ નો ટાયરનો જોટો ફરિયાદીના પત્નીના મોઢા અને શરીર ઉપર ફેરવી દેતા મહિલાને ગંભીર ઇજા થયેલ હોવાથી તેનું ઘટના સ્થળે જ મોત થયું હતું જેથી અકસ્માતના આ બનાવમાં હાલમાં મૃતક મહિલાના પતિએ ટંકાર પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવતાં પોલીસે ટ્રક ચાલક સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.




Latest News