વધુ એક વખત બેદરકારી: હળવદના ખેતરડી ગામે જૂની પાણીની ટાંકી તોડતા સમયે નવી પાણીની ટાંકી સાથે અથડાઇ હળવદના વેગડવાવ ગામે MRC કમિટી બાદ ખેડૂતોને વીજપોલ-કોરિડોર સામે મળ્યું 3થી 4 ગણું વળતર: કલકેટર સ્વપ્નિલ ખરે મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ માળીયા (મી)માં અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને યુવાન સહિત બે વ્યક્તિ ઉપર છરી-ધોકા વડે 4 શખ્સનો હુમલો વાંકાનેરમાં ભિક્ષાવૃતિ કરીને મહિલાએ એકત્રિત કરેલ 50,000 રૂપિયાની અજાણ્યા શખ્સે કરી ચોરી હળવદના બુટવડા ગામે જુગાર રમતા 5 શખ્સ ઝડપાયા
Breaking news
Morbi Today

મોરબીના ઉંચી માંડલ પાસે ડમ્પર ચાલકે કચડી નાખતા ત્રણ વર્ષની બાળકીનું મોત


SHARE







મોરબીના ઉંચી માંડલ પાસે ડમ્પર ચાલકે કચડી નાખતા ત્રણ વર્ષની બાળકીનું મોત

મોરબી નજીકના ઉંચી માંડલ ગામથી તળાવિયા સનાળા ગામ તરફ જવાના રસ્તા ઉપર ડમ્પરના ચાલકે ત્રણ વર્ષની માસુમ બાળકીને હડફેટે લીધી હતી અને તેના પેટના ભાગ ઉપરથી ટ્રકના તોતિંગ વ્હીલને ફેરવી દીધા હતા જેથી કરીને ગંભીર થવાના કારણે બાળકીનું મોત નીપજયું હતું અને અકસ્માતના આ બનાવમાં મૃતક બાળકીની માતાએ ડમ્પર ચાલક સામે મોરબી તાલુકા પોલીસે સ્ટેશને ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

બનાવી જાણવા મળતી માહિતી પ્રમાણે મૂળ એમપીના રહેવાસી અને હાલમાં રંગપર ગામની સીમમાં આવેલ શિવમ ઇન્ડસ્ટ્રીઝ નામના કારખાનામાં રહીને ત્યાં મજૂરી કામ કરતા વિમલાબેન સંતુકુમાર પાવ (૨૬)એ ડમ્પર નંબર જીજે ૩ ડબલ્યુ ૮૯૦૩ ના ચાલક સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યુ છે કે, મોરબી તાલુકાના ઉંચી માંડલ ગામથી તળાવિયા સનાળા જવાના રસ્તા ઉપર તેની દીકરી બીનાક્ષીબેન સંતુકુમાર પાવ (૩) ને ડમ્પરના ચાલકે તળાવિયા સનાળા ગામ બાજુથી આવીને હડફેટ લીધી હતી જેથી કરીને ફરિયાદીની દીકરીને પેટના ભાગે ગંભીર ઇજા થઈ હોવાથી બાળકીનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું અને અકસ્માત મૃત્યુના આ બનાવ સંદર્ભે હાલમાં મૃતક બાળકીની માતાએ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે






Latest News