મોરબી વીસી ફાટક પાસે કાર ચાલકે બાઈકને હડફેટે લેતા યુવાન સારવારમાં મોરબીની માં ગરબી માં દીકરીઓને વિના મૂલ્યે ફ્રી સ્ટાઈલ ગરબા રમવાની વ્યવસ્થા, સ્ટેજ ઉપરથી ફિલ્મી ગીત કયારે પણ નહીં: જયરાજસિંહ જાડેજા વાંકાનેરમાં એક વર્ષ પહેલા માથાકૂટ સમયે મિત્રની મદદ કરનારા યુવાન ઉપર પાઇપ-ધોકા વડે 10 શખ્સોએ કર્યો જીવલેણ હુમલો દારૂના ગુનામાં રાજકોટ ખાતે પકડાયેલ કારને છોડાવવા ન જતાં વાંકાનેરના મેસરીયા ગામે રહેતા યુવાન ઉપર તલવાર-પાઇપ વડે હુમલો મોરબીના ટિંબડી પાટીયા પાસે અજાણ્યા વાહન ચાલકે બાઈકને હડફેટ લેતા યુવાનનું મોત ટંકારાના ગજડી ગામે ખોટી વાતો ગામમાં કરતો હોવાનો વહેમ રાખીને યુવાન ઉપર દાતરડા વડે હુમલો વાંકાનેરના રાતવીરડા ગામની સીમમાં કારખાના નજીક જુગાર રમતા 4 શખ્સ પકડાયા વાંકાનેરમાં ફૂલના હારનો વેપાર કરતાં યુવાનને નજીવી વાતમાં ઢીકાપાટુનો માર મારીને જાનથી મારી નાખવાની ધમકી
Breaking news
Morbi Today

મોરબીના પીપળી ગામ પાસે યુવાનને આંતરીને ૨૯ લાખની લૂંટ: આરોપીઓ અંધારામાં ઓગળી ગયા !


SHARE









મોરબીના પીપળી ગામ પાસે યુવાનને આંતરીને ૨૯ લાખની લૂંટ: આરોપીઓ અંધારામાં ઓગળી ગયા !

મોરબી નજીકના પીપળી ગામે આવેલ કારખાનેથી રોકડા રૂપિયા ૨૯ લાખ થેલામાં લઈને પોતાના ઘર બાજુ જઈ રહેલા યુવાનના બાઈકને અજાણી કારમાં આવેલા ત્રણ શખ્સો દ્વારા પાછળથી ઠોકર મારવામાં આવી હતી જેથી કરીને યુવાન રોડ ઉપર નીચે પટકાતા કારમાં આવેલા ત્રણ શખ્સોએ તેને ઢિકાપાટુનો માર માર્યો હતો અને તેની પાસેથી ૨૯  લાખ રૂપિયા ભરેલ થેલો ઝૂટવીને ત્રણેય શખ્સો કારમાં નાસી ગયા હતા જેથી કરીને ઈજા પામેલા યુવાને પ્રથમ મોરબીના સામાકાંઠા વિસ્તારમાં આવેલ શિવમ હોસ્પિટલ ખાતે સારવાર માટે લઈને આવ્યા હતા અને ત્યાંથી મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવા માટે થઈને યુવાન પહોંચ્યો હતો અને લૂંટના આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે નાકાબંધી કરાવી હતી અને સ્થાનિક પોલીસ તેમજ એલસીબો, એસઓજી સહિતની ટીમો આરોપીઓને પકડવા માટે થઈને દોડતી થઈ ગઈ હતી જો કે, હાલમાં આ બનાવ સંદર્ભે ભોગ બનેલા યુવાનની ફરિયાદ લઈને પોલીસે ગુનો દાખલ કરી આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબી નજીકના પીપળી ગામે રહેતા ચંદ્રેશભાઇ સવજીભાઈ શિરવી (૩૬) સીરામીક કારખાનામાં ઉપયોગમાં લેવામાં આવતી કિલન બનાવતી કેલે ફેકશન ટેકનો પ્રાઇવેટ લિમિટેડ કંપની પીપળી ગામ પાસે આવેલ છે તેમાં કેસીયર તરીકે કામ કરે છે ત્યાંથી ગઈકાલે સાંજે સદા સાતેક વાગ્યાના અરસામાં પોતાનું કામકાજ પૂરું કરીને પોતાના ઘર તરફ જતા હતા ત્યારે કારખાને રહેલ રોકડા રૂપિયા ૨૯ લાખ થેલામાં ભરીને પોતાની સાથે પોતાના ઘરે લઈ જઈ રહયા હતા દરમિયાન પીપળી ગામ પાસે આવેલ આશ્રમ નજીક તેના બાઇકને અજાણી કારમાં આવેલા ત્રણ શખ્સોએ ઠોકર મારી હતી જેથી કરીને ચંદ્રેશભાઇ પોતાના બાઈક સાથે રસ્તા ઉપર નીચે પટકાયા હતા અને તે કશું સમજે ત્યારે પહેલા અજાણી કારમાં આવેલા શખ્સોએ કારમાંથી નીચે ઉતારીને તેને ઢીકાપાટુનો માર માર્યો હતો ત્યારબાદ તેની પાસે રહેલ રોકડા રૂપિયા ૨૯ લાખ ભરેલ થેલો લઈને કારમાં આવેલા ત્રણેય શખ્સો પાછા કારમાં બેસીને ત્યાંથી ફરાર થઈ ગયા હતા અને આ ઘટનાની તેણે તેના શેઠ હિતેશભાઈ દલસાણીયાને ફોનથી જાણ કરી હતી જેથી કરીને દસ મિનિટમાં હિતેશભાઈ ત્યાં આવી ગયા હતા અને ફરિયાદી ચંદ્રેશભાઇ શિરવીને ઇજા થઈ હોવાથી તેને મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં આવેલ શિવમ હોસ્પિટલ ખાતે પોતાની ગાડીમાં સારવાર માટે લઈને ગયા હતા અને ત્યારબાદ આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે આરોપી સુધી પહોંચવા માટે તજવીજ શરૂ કરી હતી

વધુમાં પોલીસ સૂત્રો પાસેથી જાણવા મળતી વિગત પ્રમાણે ફરિયાદી ચંદ્રેશભાઇ શિરવીના કહેવા પ્રમાણે ગઈકાલે મહાદેવ મગન આંગડિયા પેઢીમાંથી દસ લાખ રૂપિયાનું આંગળીઓ આવ્યું હતું તેમજ શેઠ હિતેશભાઈ ૨૦ લાખ રૂપિયા રોકડા આપી ગયા હતા. આમ તેની પાસે કુલ મળીને ૩૦  લાખ રૂપિયા હતા જેમાંથી એક લાખ રૂપિયા તેણે ભાડા પેટે ચૂકવી આપ્યા હતા અને બાકીના ૨૯ લાખ રૂપિયા તેની પાસે હતા જે ૨૯ લાખ રૂપિયા થેલામાં મૂકીને તે પોતાના ઘર તરફ જતો હતો ત્યારે જૂની પીપળી અને નવી પીપળી વચ્ચે આવેલ આશ્રમના કાચા રસ્તા પાસે અજાણી કારમાં આવેલા ત્રણ શખ્સો દ્વારા તેની પાસેથી રોકડા રૂપિયા ૨૯ લાખની લૂંટ ચલાવવામાં આવેલ છે જેથી કરીને યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે અજાણ્યા ત્રણ શખ્સોની સામે લૂંટનો ગુનો નોંધીને પોલીસે આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે અને હાલમાં એલસીબી, એસઓજી, મોરબી તાલુકા પોલીસ સ્ટેશનની જુદી જુદી ટીમો દ્વારા સીસીટીવી કેમેરાના ફૂટેજ મેળવવા માટે તેમજ આરોપી સુધી પહોંચવા માટે થઈને કવાયત કરવામાં આવી રહી છે જોકે આ સમાચાર લખાય છે ત્યાં સુધી લૂંટની આ ઘટનાને અંજામ આપનારા આરોપીઓ પોલીસ પકડથી દૂર છે




Latest News