મોરબીમાં તોલમાપ કચેરી પટ્ટાવાળાને હવાલે !: કલેક્ટરને કરાઇ ફરિયાદ
મોરબીના વીસીપરામાં મકાનમાંથી ૧૦૪ બોટલ દારૂ ઝડપાયો, આરોપીની શોધખોળ
SHARE









મોરબીના વીસીપરામાં મકાનમાંથી ૧૦૪ બોટલ દારૂ ઝડપાયો, આરોપીની શોધખોળ
મોરબી સીટી બી ડીવીઝન પોલીસની ટીમે વીસીપારમાં આવેલા રહેણાક મકાનમાં દારૂની રેડ કરી હતી ત્યારે મકનમાથી ભારતીય બનાવટની ઇંગ્લીશ દારૂની ૧૦૪ બોટલ મળી આવી હતી જેથી પોલીસે ૩૮,૨૫૦ નો દારૂનો જથ્થો કબ્જે કરીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે
મોરબી બી ડિવિઝનના પીઆઇ વી.એલ.પટેલની સૂચનાથી પીએસઆઈ એ.એ.જાડેજા અને સ્ટાફના માણસો પેટ્રોલીંગમાં હતા ત્યારે બી.આર.ખટાણા તથા ડી.એચ.બાવળીયાને ખાનગી રાહે બાતમી હકિકત મળેલ હતી કે, વીસીપરામાં રહેતા ઓસમાનભાઇ ઉર્ફે ઉસ્માનભાઇ જુસબભાઇ કટીયા મીયાણા રહે. વીસીપરા વળાના મકાનમાં દારૂનો જથ્થો છે જેથી ત્યાં દારૂની રેડ કરવામાં આવી હતી ત્યારે ભારતીય બનાવટની અલગ અલગ બ્રાન્ડની ઇંગ્લીશ દારૂની ૧૦૪ બોટલો મળી આવી હતી જેથી પોલીસે ૩૮,૨૫૦ નો મુદામાલ કબ્જે કરીને આરોપી ઓસમાનભાઇ ઉર્ફે ઉસ્માનભાઇ જુસબભાઇ કટીયા મીયાણા રહે. વીસીપરા મોરબી વાળાને પકડવા માટે તજવીજ કરેલ છે છે આ કામગીરી પીઆઇની સૂચનાથી પીએસઆઈ એ.એ.જાડેજા, બી.આર.ખટાણા, ડી.એચ.બાવળીયા, જે.એમ.જાડેજા, વનરાજભાઇ ચાવડા, ભગીરથભાઇ લોખીલ, ભરતભાઇ ખાંભરા, દેવસીભાઇ મોરી, કેતનભાઇ અજાણા, કલ્પેશભાઇ ગાભવા તથા રમેશભાઇ મુંધવા દ્વારા કરવામાં આવી હતી
