મોરબીમાં મંત્રી કાંતિભાઈ અમૃતિયાના અધ્યક્ષસ્થાને જિલ્લા ફરિયાદ સહ સંકલન સમિતિની બેઠક યોજાઈ ગાંધીનગર ખાતે વીજપોલ-કોરિડોરના વળતર સહિત 24 મુદાઓને લઈને ખેડૂતોની બે કેબિનેટ મંત્રી સાથે બેઠક યોજાઇ: મોરબી જીલ્લામાં સત્યાગ્રહ છાવણીનો સુખદ અંત આવે તેવા સંકેત મોરબીના ગાળા પાસે ટ્રક ચાલકે હડફેટે લેતા ઈજાગ્રસ્ત યુવતી સારવારમાં મોરબીના એલ.ઈ. ગ્રાઉન્ડમાં દશેરાએ રામલીલા-રાવણ દહનનો કાર્યક્રમ યોજાશે વાંકાનેરની જામસર સીઆરસી કક્ષાનું ગણિત વિજ્ઞાન પ્રદર્શન યોજાયું મોરબી જલારામ મંદિરે સદાવ્રતમાં લંડન ખાતે રહેતા ગાંધી પરિવારે મહાપ્રસાદ યોજીને માતાને શ્રદ્ધાંજલિ અર્પણ કરી મોરબીની નવી પીપળી પ્રાથમિક શાળામાં નવરાત્રીની ઉજવણી કરાઇ મોરબીમાં નવરાત્રિ નિમિતે મહિલા કોર્પોરેટર દ્વારા આંગણવાડીના બાળકોને લ્હાણીનું કરાયું વિતરણ
Breaking news
Morbi Today

મોરબી સમસ્ત લોહાણા સમાજ દ્વારા જીતુભાઈ સોમાણીનું કરાશે સન્માન


SHARE









મોરબી સમસ્ત લોહાણા સમાજ દ્વારા જીતુભાઈ સોમાણીનું કરાશે સન્માન

સમસ્ત લોહાણા સમાજના એકતાના પ્રતિક સમા પવિત્ર શ્રી રામધામના સ્વપ્નદ્રષ્ટા ધારાસભ્ય જીતુભાઈ સોમાણીનું આગામી તા.૧-૧-૨૦૨૩ રવિવારના રોજ શ્રી રામધામ (જાલીડા) મુકામે સમસ્ત લોહાણા સમાજ દ્વારા સન્માન કરવામાં આવશે અને ત્યારે વિજયોત્સવનુ આયોજન કરવામાં આવ્યુ છે. જે અંતર્ગત મોરબી જલારામ મંદિર ખાતે સમસ્ત લોહાણા સમાજ-મોરબીની બેઠક મળી હતી જેમાં જ્ઞાતિની વિવિધ સંસ્થા ના અગ્રણીઓ બહોળી સંખ્યા માં ઉપસ્થિત રહ્યા હતા. આગામી તા.૧-૧-૨૦૨૩ રવિવાર ના રોજ સવારે ૭:૩૦ કલાકે મોરબી જલારામ મંદિર ખાતે પૂ.જલારામ બાપાના દર્શન કરી મોરબી લોહાણા સમાજના અગ્રણીઓ રામધામ જવા રવાના થશે અને શ્રી રામધામ મુકામે મોરબી લોહાણા સમાજની વિવિધ સંસ્થાઓ દ્વારા ધારસભ્ય જીતુભાઈ સોમાણીનુ અદકેરૂ સન્માન કરવામાં આવશે મોરબી લોહાણા સમાજની મળેલ બેઠકમાં શ્રી લોહાણા મહાજન-મોરબી, રઘુવંશી ક્રાંતિ મંચ-મોરબી, રઘુવંશી યુવક મંડળ-મોરબી, અખિલ સૌરાષ્ટ્ર રઘુવીર સેના-મોરબી, શ્રી રઘુવીર સેના સાર્વજનિક ટ્રસ્ટ-મોરબી, ક્લોક એશોસિયેશન-મોરબી, શ્રી લોહાણા વિદ્યાર્થી ભવન-મોરબી, શ્રી જલારામ પ્રાર્થના મંદિર-મોરબી, શ્રી જલારામ સેવા મંડળ-મોરબી, સમસ્ત પોપટ પરિવાર-મોરબી, રઘુવંશી મહિલા મંડળ-મોરબી, શ્રી જલારામ મંદિર મહીલા મંડળ-મોરબી , શ્રી લોહાણા વિદ્યોતેજક ફંડ-મોરબી  સહીત ની સંસ્થા ના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.




Latest News