મોરબી પાલિકા સમયે આવેલ ઇમ્પેક્ટની અરજીઓને મંજૂર કરવા માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત મોરબીની મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા નવરાત્રિ નિમિત્તે 25 જરૂરિયાતમંદ માતાઓને રાશન કિટનું કરાયું વિતરણ મોરબી જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ બીપીનભાઈ દવેએ જન્મદિવસે લીધો અંગદાનનો સંકલ્પ હળવદના ચાડધ્રા ગામ પાસે નદીના પટ્ટમાં ખાણ ખનીજ વિભાગની રેડ: 43 લાખની કિંમતના 8 ટ્રેક્ટર સીઝ કર્યા રાષ્ટ્રીય ધોરીમાર્ગ-41ના ગાંધીધામ (કંડલા)-મુન્દ્રા પોર્ટ સેક્શનને છ માર્ગીય બનાવવાની રૂ. 991.19 કરોડની મંજૂરી: સાંસદ વિનોદભાઇ ચાવડા મોરબીના કલેક્ટરે લીધી મુખ્ય પોસ્ટ ઓફિસની મુલાકાત મોરબી મહાપાલિકાના બિલ કૌભાંડની તપાસ ઉચ્ચ અધિકારીને સોંપવા ભાજપના યુવા આગેવાને કમિશનરને કરી રજૂઆત મોરબીમાં ચાલતા ખેડૂત આંદોલન મુદે સિદસર ઉમિયાધામના ટ્રસ્ટીઓ ખેડૂતોને સાથે રાખીને સરકાર સમક્ષ કરશે રજૂઆત
Breaking news
Morbi Today

મોરબીના ઘુંટુ ગામે ઘરમાં પાણીના ટાંકામાં ડૂબી જતા બાળકનું મોત


SHARE









મોરબીના ઘુંટુ ગામે ઘરમાં પાણીના ટાંકામાં ડૂબી જતા બાળકનું મોત

મોરબી તાલુકાના ઘુંટુ ગામે ઘરના પાણીના ટાંકામાં ડૂબી જવાથી બાળકનું મોત નિપજયુ હોવાનો બનાવ સામે આવ્યો છે. બનાવ અંગે મળતી વિગતો મુજબ મોરબી તાલુકાના ઘુંટુ ગામે રહેતા અમિતભાઈ ચંદુભાઈ ઝિંઝુવાડીયાનો પાંચ વર્ષનો દીકરો ચેતન તેમના ઘરમાં રમતો હતો ત્યારે ઘરના પાણીના ટાંકામાં ડૂબી ગયો હતો જેથી કરીને બેભાન હાલતમાં તેને અહીંની સિવિલ હોસ્પિટલે લાવવામાં આવતા ફરજ પરના ડો.પાંચોટિયા દ્વારા તેને જોઈ તપાસીને મૃત જાહેર કરવામાં આવ્યો હતો અને બનાવ અંગે મોરબી તાલુકા પોલીસ મથકને જાણ કરવામાં આવતા તાલુકા પોલીસ મથકના જે.એમ.જાડેજા દ્વારા બનાવ અંગે નોંધ કરીને આ અંગે આગળની તપાસ હાથ ધરવામાં આવી હતી.

કામ દરમિયાન મશીનમાં હાથ આવી જતા સારવારમાં

મોરબીના જેતપર રોડ ઉપર પાવળીયારી કેનાલ પાસે શાપર-જેતપર રોડ ઉપર આવેલ દિલિસો સિરામિક નામના યુનિટમાં કામ દરમિયાન મશીનમાં હાથ આવી જવાથી ઇજા પામેલા ગોવિંદા રેંકવાર નામના પરપ્રાંતિય મજૂર યુવાનને શહેરના સામાકાંઠે આવેલ શિવમ હોસ્પિટલે સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો બનાવની જાણ થવાથી તાલુકા પોલીસ મથકના ફિરોજભાઈ સુમરા દ્વારા આ અંગે આગળની તપાસ ચલાવવામાં આવી રહી છે. જ્યારે મોરબીના શનાળા ગામ પાસે રાજપર રોડ ઉપર આવેલ શક્તિ રબર પ્રોડક્ટ નામના યુનિટમાં કામ દરમિયાન મશીનમાં હાથ આવી જતા રમેશરામ મુસાફિરરામ નામના ૩૫ વર્ષીય મજૂર યુવાનને સિવિલ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો.

વાહન અકસ્માતમાં ઈજા

મોરબીના માળિયા મીંયાણા તાલુકાના વવાણીયા ગામે આવેલ નાના કોળીવાસ વિસ્તારમાં રહેતો મનસુખ રવજીભાઈ ખીમાણીયા નામનો ૩૧ વર્ષનો યુવાન હેવી ટ્રક લઈને જતો હતો ત્યારે ટ્રક ફાટકની સાથે અથડાવાથી માથાના ભાગે તેમજ ડાબા હાથના ભાગે ઈજા પામેલ મનસુખભાઈ ખીમાણીયાને સારવારમાં ખસેડાયા હતા બનાવની જાણ થતા હાલમાં તાલુકા પોલીસ મથકના મનીષભાઈ બારૈયા દ્વારા તપાસ ચલાવવામાં આવી રહી છે.જ્યારે મોરબી-કંડલા હાઇવે ઉપર આવેલ કામધેનુ પાર્ટી પ્લોટ પાછળ રહેતા બાબુભાઈ પ્રભુભાઈ પરમાર નામના ૨૯ વર્ષના યુવાનને ઘર પાસે થયેલ મારામારીના બનાવમાં ઈજા થતા સારવારમાં ખસેડાયો હતો




Latest News