મોરબી પાલિકા સમયે આવેલ ઇમ્પેક્ટની અરજીઓને મંજૂર કરવા માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત મોરબીની મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા નવરાત્રિ નિમિત્તે 25 જરૂરિયાતમંદ માતાઓને રાશન કિટનું કરાયું વિતરણ મોરબી જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ બીપીનભાઈ દવેએ જન્મદિવસે લીધો અંગદાનનો સંકલ્પ હળવદના ચાડધ્રા ગામ પાસે નદીના પટ્ટમાં ખાણ ખનીજ વિભાગની રેડ: 43 લાખની કિંમતના 8 ટ્રેક્ટર સીઝ કર્યા રાષ્ટ્રીય ધોરીમાર્ગ-41ના ગાંધીધામ (કંડલા)-મુન્દ્રા પોર્ટ સેક્શનને છ માર્ગીય બનાવવાની રૂ. 991.19 કરોડની મંજૂરી: સાંસદ વિનોદભાઇ ચાવડા મોરબીના કલેક્ટરે લીધી મુખ્ય પોસ્ટ ઓફિસની મુલાકાત મોરબી મહાપાલિકાના બિલ કૌભાંડની તપાસ ઉચ્ચ અધિકારીને સોંપવા ભાજપના યુવા આગેવાને કમિશનરને કરી રજૂઆત મોરબીમાં ચાલતા ખેડૂત આંદોલન મુદે સિદસર ઉમિયાધામના ટ્રસ્ટીઓ ખેડૂતોને સાથે રાખીને સરકાર સમક્ષ કરશે રજૂઆત
Breaking news
Morbi Today

મોરબીની ત્રાજપર ચોકડીએ મેટાડોર ચાલકે સ્કોર્પીયોને હડફેટ લેતા કબરાઉ ધામ ખાતેથી પરત ઘરે જતા પાંચને ઇજા


SHARE









મોરબીની ત્રાજપર ચોકડીએ મેટાડોર ચાલકે સ્કોર્પીયોને હડફેટ લેતા કબરાઉ ધામ ખાતેથી પરત ઘરે જતા પાંચને ઇજા

મોરબીના સામાકાંઠે ત્રાજપર પાસે આવેલ ઓવર બ્રિજ નજીક વાહન અકસ્માતનો બનાવ બન્યો હતો જેમાં સ્કોર્પીયો કારને મેટાડોરના ચાલકે હડફેટે લેતા સર્જાયેલ અકસ્માતમાં મૂળ પડધરી અને ગોંડલના રહેવાસી પાંચ લોકોને ઇજાઓ પહોંચતા સારવારમાં ખસેડવામાં આવ્યા હતા.

મોરબી સીટી બી ડિવિઝન પોલીસમાંથી મળતી માહિતી મુજબ શહેરના સામાકાંઠે ત્રાજપર ચોકડી પાસે આવેલ ઓવર બ્રિજના છેડા પાસે વાહન અકસ્માત સર્જાયો હતો જેમાં સ્કોર્પીયો કારને મેટાડોરના ચાલકે હડફેટ લેતા સર્જાયેલ અકસ્માત બનાવમાં વિનુભાઈ રવજીભાઈ સુરાણી જાતે વાણંદ (૫૫), હંસાબેન વિનુભાઈ સુરાણી (૫૫) રહે. બંને મોવૈયા તાલુકો પડધરી જિલ્લો રાજકોટ, બીનાબેન ધવલભાઈ વાઘેલા (૨૬), ભાનુબેન બટુકભાઈ મારવાણીયા (૬૫) અને મયુરીબેન રવિભાઈ વાઘેલા (૩૦) રહે. ત્રણેય ગોંડલને ઇજાઓ પહોંચી હોય પાંચેય લોકોને સારવાર માટે સિવિલ હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા જ્યાંથી વિનુભાઈ અને હંસાબેનને વધુ સારવાર માટે અત્રેની આયુષ હોસ્પિટલે લઈ જવામાં આવ્યા હતા બનાવને પગલે બી ડિવિઝન પોલીસ મથકના અશોકભાઈ સારદિયા દ્વારા નોંધ કરીને આ અંગે આગળની તજવીજ હાથ ધરવામાં આવી છે.

દવા પી જતાં યુવાન સારવારમાં

મોરબીના સોની બજાર વિસ્તારમાં રહેતા ધીમેનભાઈ મહેશભાઈ રાણપરા નામના ૪૧ વર્ષના યુવાને તેના ઘરે દવાના ટીકડા ખાઈ લેતા તેને સિવિલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા જેથી એ ડિવિઝન પોલીસ મથકના વિપુલભાઈ ફુલતરીયા દ્વારા તપાસ કરવામાં આવતા બનાવના કારણ અંગે ખુલ્યુ હતુ કે બંને પતિ-પત્ની વચ્ચે થતા રોજીંદા ઝઘડાથી તંગ આવી જઈને તેઓએ આ પગલું ભર્યું હતું અને હાલ તેઓ સારવાર હેઠળ છે.જ્યારે મોરબીના ટીંબડી ગામના પાટીયા પાસે આનંદ હોટલ નજીક રહેણાંક મકાન પાસે જમાઈ દ્વારા માર મારવામાં આવેલ હોય રમજાનભાઈ ખમીસાભાઈ માજોઠી નામના ૬૦ વર્ષના વૃદ્ધને સિવિલે સારવાર માટે લવાયા હતા બનાવની જાણ થતા તાલુકા પોલીસ મથકના મનીષભાઈ બારૈયા દ્વારા તપાસ ચલાવવામાં આવી રહી છે.

વાહન અકસ્માતમાં ઇજા

મોરબીના ખારચિયા ગામે રહેતો જીતેન કરમસિંહ મંડલે નામનો ૨૭ વર્ષનો યુવાન ગત તા.૨૪ ના રોજ સાંજના સાડા સાતેક વાગ્યે ખારચિયા તરફથી આમરણ ગામ તરફ જતો હતો ત્યારે રસ્તામાં તેનું મોટરસાયકલ સ્લીપ થઈ જતા ઇજાઓ થવાથી તેને સારવારમાં લઈ જવાયો હતો હાલ તાલુકા પોલીસ મથકના મહેશભાઈ કાહગરા આ અંગે તપાસ ચલાવી રહ્યા છે.




Latest News