મોરબી વીસી ફાટક પાસે કાર ચાલકે બાઈકને હડફેટે લેતા યુવાન સારવારમાં મોરબીની માં ગરબી માં દીકરીઓને વિના મૂલ્યે ફ્રી સ્ટાઈલ ગરબા રમવાની વ્યવસ્થા, સ્ટેજ ઉપરથી ફિલ્મી ગીત કયારે પણ નહીં: જયરાજસિંહ જાડેજા વાંકાનેરમાં એક વર્ષ પહેલા માથાકૂટ સમયે મિત્રની મદદ કરનારા યુવાન ઉપર પાઇપ-ધોકા વડે 10 શખ્સોએ કર્યો જીવલેણ હુમલો દારૂના ગુનામાં રાજકોટ ખાતે પકડાયેલ કારને છોડાવવા ન જતાં વાંકાનેરના મેસરીયા ગામે રહેતા યુવાન ઉપર તલવાર-પાઇપ વડે હુમલો મોરબીના ટિંબડી પાટીયા પાસે અજાણ્યા વાહન ચાલકે બાઈકને હડફેટ લેતા યુવાનનું મોત ટંકારાના ગજડી ગામે ખોટી વાતો ગામમાં કરતો હોવાનો વહેમ રાખીને યુવાન ઉપર દાતરડા વડે હુમલો વાંકાનેરના રાતવીરડા ગામની સીમમાં કારખાના નજીક જુગાર રમતા 4 શખ્સ પકડાયા વાંકાનેરમાં ફૂલના હારનો વેપાર કરતાં યુવાનને નજીવી વાતમાં ઢીકાપાટુનો માર મારીને જાનથી મારી નાખવાની ધમકી
Breaking news
Morbi Today

મોરબી લોહાણા સમાજના આગેવાનોએ જીતુભાઈ સોમાણીના સન્માન સમારોહના કચ્છ જીલ્લામાં રૂબરૂ આમંત્રણ પહોચડ્યા


SHARE









મોરબી લોહાણા સમાજના આગેવાનોએ જીતુભાઈ સોમાણીના સન્માન સમારોહના કચ્છ જીલ્લામાં રૂબરૂ આમંત્રણ પહોચડ્યા

વાંકાનેરના ધારાસભ્ય જીતુભાઈ સોમાણીના સન્માન સમારોહનુ કચ્છ જીલ્લાના લોહાણા સમાજ અગ્રણીઓને રૂબરૂ આમંત્રણ આપવા માટે મોરબીની ટીમ પહોચી હતી અને મોરબી લોહાણા મહાજન પ્રમુખ ગીરીશભાઈ ઘેલાણી, ગૌરાંગભાઈ માણેક (વાંકાનેર), ભાવેશભાઈ જોબનપુત્રા (વાંકાનેર)તથા વૃતિક બારા સહીતના અગ્રણીઓ હજાર રહ્યા હતા અને માજી સાંસદ મહેશભાઈ ઠક્કર, ભુજ નગરપાલીકા પ્રમુખ ઘનશ્યામભાઈ ઠક્કર સહીત વાગડ, ભચાઉ, ગાંધીધામ, સામખિયાળી, માનકુવા, સુખપર, મિર્ઝાપુર, ભુજ સહીતના કચ્છ જીલ્લાના લોહાણા સમાજના આગેવાનોને રૂબરૂ આમંત્રણ પાઠવવામાં આવ્યુ હતું

તાજેતર માં ગુજરાત વિધાનસભા ની ચુંટણી યોજાઈ હતી. જેમાં ૧૮૨ ધારાસભ્ય માંથી એક માત્ર રઘુવંશી ધારાસભ્ય તરીકે વાંકાનેર-કુવાડવા ૬૭ વિધાનસભા બેઠક પર સમસ્ત રઘુવંશી સમાજની એકતાના પ્રતિક સમા પવિત્ર રામધામના સ્વપ્નદ્રષ્ટા જીતુભાઈ સોમાણી જંગી બહુમતીથી વિજયી બન્યા છે ત્યારે આગામી તા.૧-૧-૨૦૨૩ રવિવાર ના રોજ રામધામ-જાલીડા મુકામે જીતુભાઈ સોમાણીના સન્માન સમારોહ તથા ભવ્ય વિજયોત્સવનુ અનેરૂ આયોજન કરવામા આવેલ છે. જે અંતર્ગત મોરબી લોહાણા મહાજન પ્રમુખ ગીરીશભાઈ ઘેલાણી, ગૌરાંગભાઈ માણેક (વાંકાનેર), ભાવેશભાઈ જોબનપુત્રા (વાંકાનેર), વૃતિકભાઈ બારા સહીતના અગ્રણીઓએ કચ્છ જિલ્લાની રૂબરૂ મુલાકાત લઈને જીતુભાઈ સોમાણીના સન્માન સમારોહ તથા વિજયોત્સવમાં પધારવા રૂબરૂ આમંત્રણ પાઠવ્યૂ હતું




Latest News