વિપક્ષની ગેરહાજરી ન વર્તાઈ: મોરબી મહાપાલિકાની સામાન્ય સભાની બેઠકમાં સ્ટ્રીટ લાઇટ, રોડ, પાણી સહિતના પ્રશ્નોની ભાજપના જ કોર્પોરેટરોએ જડી વરસાવી, બિલ કાંડમાં આકરા પગલાં લેવાશે પણ કોની સામે તે યક્ષ પ્રશ્ન મોરબી વીસી ફાટક પાસે કાર ચાલકે બાઈકને હડફેટે લેતા યુવાન સારવારમાં મોરબીની માં ગરબી માં દીકરીઓને વિના મૂલ્યે ફ્રી સ્ટાઈલ ગરબા રમવાની વ્યવસ્થા, સ્ટેજ ઉપરથી ફિલ્મી ગીત કયારે પણ નહીં: જયરાજસિંહ જાડેજા વાંકાનેરમાં એક વર્ષ પહેલા માથાકૂટ સમયે મિત્રની મદદ કરનારા યુવાન ઉપર પાઇપ-ધોકા વડે 10 શખ્સોએ કર્યો જીવલેણ હુમલો દારૂના ગુનામાં રાજકોટ ખાતે પકડાયેલ કારને છોડાવવા ન જતાં વાંકાનેરના મેસરીયા ગામે રહેતા યુવાન ઉપર તલવાર-પાઇપ વડે હુમલો મોરબીના ટિંબડી પાટીયા પાસે અજાણ્યા વાહન ચાલકે બાઈકને હડફેટ લેતા યુવાનનું મોત ટંકારાના ગજડી ગામે ખોટી વાતો ગામમાં કરતો હોવાનો વહેમ રાખીને યુવાન ઉપર દાતરડા વડે હુમલો વાંકાનેરના રાતવીરડા ગામની સીમમાં કારખાના નજીક જુગાર રમતા 4 શખ્સ પકડાયા
Breaking news
Morbi Today

મોરબીમાં ઘરમાં ઘૂસીને છરીની અણીએ મહિલાને ઉપાડી જવાની ધમકી આપનાર ત્રણ આરોપીઓની ધરપકડ


SHARE









મોરબીમાં ઘરમાં ઘૂસીને છરીની અણીએ મહિલાને ઉપાડી જવાની ધમકી આપનાર ત્રણ આરોપીઓની ધરપકડ

મોરબીના વીસીપરામાં બિલાલી મસ્જિદ પાસે રહેતી પરણીતાના ઘરમાં ઘૂસીને ત્રણ શખ્સો દ્વારા તેને છરી બતાવીને ગાળો આપીને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી અને ઢીકાપાટુનો માર મારવામાં આવ્યો હતો તેમજ મહિલાનું બાવડું પકડીને તેને ઉપાડી જવાની ધમકી આપવામાં આવી હતી જેથી ભોગ બનેલ પરણીતાએ મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ત્રણ શખ્સોની સામે ફરિયાદ નોંધાવવામાં આવી હતી જેના આધારે પોલીસે ત્રણેય આરોપીઓની ધરપકડ કરેલ છે

જાણવા મળતી માહિતી પ્રમાણે મોરબીના વીસીપરા વિસ્તારમાં બિલાલી મસ્જિદ પાસે પ્રજાપતિ કારખાના સામે રહેતા પરિણીતાએ મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે તોફિકભાઈ ઈબ્રાહીમભાઇ ચાનિયા અને બે અજાણ્યા શખ્સોની સામે ફરિયાદ નોંધાવી હતી કે, તે પોતાના ઘરે હતી અને તેના સાસુ-સસરા પણ ત્યાં હાજર હતા ત્યારે આરોપી તોફીક ઈબ્રાહીમભાઈ ચાનિયા અને તેની સાથે બે અજાણ્યા શખ્સો તેના ઘરમાં આવ્યા હતા અને તેને છરી બતાવીને ગાળો આપી હતી અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી તેમજ જપાજપી કરીને ઢીકા પાટુનો માર માર્યો હતો અને ત્યારે તેને બચાવવા માટે વચ્ચે પડેલા તેના પરિવારજનોને પણ માર માર્યો હતો અને ફરિયાદી મહિલાનું બાવડું પકડીને ઉપાડી જવાની ધમકી આપી હતી જેથી કરીને ભોગ બનેલ પરિણીતા દ્વારા મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવી હતી જેના આધારે પોલીસે આઈપીસી કલમ ૩૨૩, ૩૫૪, ૪૪૨, ૫૦૪ ૫૦૬ (૨), ૧૧૪ તથા જીપી એક્ટ ૧૩૫ મુજબ ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી હતી અને હાલમાં આ ગુનામાં પોલીસે તોફિકભાઈ ઉર્ફે ભાઈલો ઈબ્રાહીમભાઇ ચાનિયા (૩૧) રહે. પરસોતમ ચોક મોરબી, પ્રકાશ ઉર્ફે પપુ રસિકભાઈ હમીરપરા જાતે કોળી (૨૧) અને અનિલ પ્રેમજીભાઇ ચૌહાણ જાતે ભીલ (૨૩) રહે. બંને સતવારા સમાજની વાડી પાસે કાલિકા પ્લોટ મોરબી વાળાને પીએસઆઈ જે.બી. રાણા દ્વારા પકડવામાં આવેલ છે




Latest News