મોરબી વીસી ફાટક પાસે કાર ચાલકે બાઈકને હડફેટે લેતા યુવાન સારવારમાં મોરબીની માં ગરબી માં દીકરીઓને વિના મૂલ્યે ફ્રી સ્ટાઈલ ગરબા રમવાની વ્યવસ્થા, સ્ટેજ ઉપરથી ફિલ્મી ગીત કયારે પણ નહીં: જયરાજસિંહ જાડેજા વાંકાનેરમાં એક વર્ષ પહેલા માથાકૂટ સમયે મિત્રની મદદ કરનારા યુવાન ઉપર પાઇપ-ધોકા વડે 10 શખ્સોએ કર્યો જીવલેણ હુમલો દારૂના ગુનામાં રાજકોટ ખાતે પકડાયેલ કારને છોડાવવા ન જતાં વાંકાનેરના મેસરીયા ગામે રહેતા યુવાન ઉપર તલવાર-પાઇપ વડે હુમલો મોરબીના ટિંબડી પાટીયા પાસે અજાણ્યા વાહન ચાલકે બાઈકને હડફેટ લેતા યુવાનનું મોત ટંકારાના ગજડી ગામે ખોટી વાતો ગામમાં કરતો હોવાનો વહેમ રાખીને યુવાન ઉપર દાતરડા વડે હુમલો વાંકાનેરના રાતવીરડા ગામની સીમમાં કારખાના નજીક જુગાર રમતા 4 શખ્સ પકડાયા વાંકાનેરમાં ફૂલના હારનો વેપાર કરતાં યુવાનને નજીવી વાતમાં ઢીકાપાટુનો માર મારીને જાનથી મારી નાખવાની ધમકી
Breaking news
Morbi Today

મોરબીના જોધપર ગામે માતાએ રોટલા ઘડવા-ઘરકામ બાબતે ઠપકો આપતા ઝેરી દવા પી ગયેલ યુવતીનું મોત


SHARE









મોરબીના જોધપર ગામે માતાએ રોટલા ઘડવા-ઘરકામ બાબતે ઠપકો આપતા ઝેરી દવા પી ગયેલ યુવતીનું મોત

મોરબી નજીકના જોધપર ગામે વાડીએ રહેતા અને મજૂરી કામ કરતાં પરિવારની યુવતીને તેની માતાએ રોટલા ઘડવા બાબતે અને ઘરકામ માટે ઠપકો આપ્યો હતો જેથી કરીને તેને લાગી આવતા તેણે વાડીએ ઝેરી દવા પી લીધી હતી જેથી કરીને તે યુવતીને સારવાર માટે પ્રથમ મોરબી અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ લઈ ગયા હતા અને સારવાર દરમિયાન આ યુવતીનું મોત નીપજયું હતું જેથી હાલમાં આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે મૂળ મધ્યપ્રદેશના રહેવાસી અને હાલમાં મોરબી નજીકના જોધપર ગામે નિલેશભાઈ પટેલની વાડીએ રહેતા અને મજૂરી કામ કરતા સુરેશભાઈ સમરાભાઈ ડામરાની દીકરી કિરણબેન (ઉંમર ૨૦) એ ગત તા. ૨૧/૧૨ ના રોજ વાડીએ હતી ત્યારે ઝેરી દવા પી લીધી હતી જેથી તેને ઝેરી અસર થતા યુવતીને પ્રથમ સારવાર માટે મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવી હતી જો કે, ચાલુ સારવાર દરમિયાન તે યુવતીનું મોત નીપજ્યું હતું જેથી આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસની જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી વધુમાં આ બનાવની તપાસ કરી રહેલા મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના એએસઆઇ એમ.આર. ગામેતી સાથે વાત કરતા તેને જણાવ્યું હતું કે, યુવતીને તેની માતાએ રોટલા ઘડવા અને ઘરકામ બાબતે ઠપકો આપ્યો હતો જેથી કરીને તેને મનોમન લાગી આવતા તે વાડીએ એકલી હતી ત્યારે ઝેરી દવા પી ગઈ હતી અને તેનું સારવાર દરમિયાન મોત નીપજયું છે




Latest News