વિપક્ષની ગેરહાજરી ન વર્તાઈ: મોરબી મહાપાલિકાની સામાન્ય સભાની બેઠકમાં સ્ટ્રીટ લાઇટ, રોડ, પાણી સહિતના પ્રશ્નોની ભાજપના જ કોર્પોરેટરોએ જડી વરસાવી, બિલ કાંડમાં આકરા પગલાં લેવાશે પણ કોની સામે તે યક્ષ પ્રશ્ન મોરબી વીસી ફાટક પાસે કાર ચાલકે બાઈકને હડફેટે લેતા યુવાન સારવારમાં મોરબીની માં ગરબી માં દીકરીઓને વિના મૂલ્યે ફ્રી સ્ટાઈલ ગરબા રમવાની વ્યવસ્થા, સ્ટેજ ઉપરથી ફિલ્મી ગીત કયારે પણ નહીં: જયરાજસિંહ જાડેજા વાંકાનેરમાં એક વર્ષ પહેલા માથાકૂટ સમયે મિત્રની મદદ કરનારા યુવાન ઉપર પાઇપ-ધોકા વડે 10 શખ્સોએ કર્યો જીવલેણ હુમલો દારૂના ગુનામાં રાજકોટ ખાતે પકડાયેલ કારને છોડાવવા ન જતાં વાંકાનેરના મેસરીયા ગામે રહેતા યુવાન ઉપર તલવાર-પાઇપ વડે હુમલો મોરબીના ટિંબડી પાટીયા પાસે અજાણ્યા વાહન ચાલકે બાઈકને હડફેટ લેતા યુવાનનું મોત ટંકારાના ગજડી ગામે ખોટી વાતો ગામમાં કરતો હોવાનો વહેમ રાખીને યુવાન ઉપર દાતરડા વડે હુમલો વાંકાનેરના રાતવીરડા ગામની સીમમાં કારખાના નજીક જુગાર રમતા 4 શખ્સ પકડાયા
Breaking news
Morbi Today

મોરબી ગ્રાહક સુરક્ષા મંડળે કેસ કરતા વિમેદારને ૩૫ હજાર ચૂકવવા ગ્રાહક તકરાર નિવારણ કોર્ટનો આદેશ


SHARE









મોરબી ગ્રાહક સુરક્ષા મંડળે કેસ કરતા વિમેદારને ૩૫ હજાર ચૂકવવા ગ્રાહક તકરાર નિવારણ કોર્ટનો આદેશ

મોરબી શહેર અને જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઇ મહેતા દ્વારા દેના બેંકના નિવૃત અધિકારી નરેન્દ્રસિંહ જે.જાડેજાએ મેડીકલ કલેઇમ યુનાઇટેડ ઇન્ડીયા ઇન્સ્યુરન્સ કંપની સામે કરતાં પાંત્રીસ હજાર બસો સતાણુ ચુકવવા વીમા કંપનીને આદેશ કરવામાં આવેલ છે.

મોરબીના જાગૃત ગ્રાહક અને દેના બેંકના નિવૃત અધિકારી નરેન્દ્રસિંહ જે. જાડેજાએ મેડીકલ કલેઇમમાં અન્યાય થતા મોરબી શહેર-જીલ્લા ગ્રાહક સુરક્ષાના પ્રમુખ લાલજીભાઇ મહેતા દ્વારા યુનાઇટેડ ઇન્ડીયૈ ઇન્સ્યુરન્સ સામે ગ્રાહક તકરાર નિવારણ કમીશન રાજકોટમાં ફરીયાદ દાખલ કરતાં ગ્રાહક કોર્ટે નરેન્દ્રસિંહ જાડેજાને એક માસમાં રૂપિયા પાંત્રીસ હજાર બસોને સતાણુ ચુકવવાનો વિમા કંપનીને આદેશ કરેલ છે. ગ્રાહકે જાગૃતિ લાવવી જરૂરી છે અત્યારનાં સંજોગોમા વીમા કંપની ગ્રાહકોને વીમાં ચુકવવામાં નાના મોટા બહાના બતાવી ગ્રાહકોને વીમા ચુકવતી નથી તેવી ફરિયાદો આવે છે વીમો લેવા માટે વીમા કંપની ગ્રાહકને ધણી મીઠી મીઠી વાતો કરે છે પણ વીમો ચુકવવામાં હાથ ઉંચા કરી દે છે તેવુ જાણવા મળેલ છે તો કોઇપણ ગ્રાહકને અન્યાય થાય તો ગ્રાહક સુરક્ષા મંડળનો સંપર્ક કરવો તેવી યાદી પ્રમુખ લાલજીભાઇ મહેતા (મો.૯૮૨૫૭ ૯૦૪૧૨) અને મંત્રી રામભાઇ મહેતા જણાવેલ છે.




Latest News