મોરબીના જૂના વનાળીયા ગામે પાળેશ્વર મહાદેવ મંદિરનો ભવ્ય જીર્ણોધાર મહોત્સવ-સંતવાણીનું આયોજન મોરબી જીલ્લામાં બહારથી આવેલા કર્મચારી-શ્રમિકોની નજીકના પોલીસ મથકમાં માહિતી આપવા માટે જાહેરનામુ પ્રસિદ્ધ મોરબી જિલ્લામાં ફેબ્રુઆરી માહિનામાં હથિયારબંધી: ચારથી વધુ લોકોને ભેગા થવા ઉપર પ્રતિબંધ નલ સે જલ અભિયાન: મોરબીના લાલાપર ગામે પાણીની ટાંકી-પમ્પિંગ મશીનરીનું લોકાર્પણ કરતાં ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરિયા મોરબીની કોર્ટમાં ચાલી ગયેલ પોકસોનો કેસમાં ગુનો સાબિત ન થતાં આરોપીનો નિર્દોષ છુટકારો મોરબીની પી.જી.પટેલ કોલેજમાં CA બનવા ઇચ્છુક યુવક-યુવતીઓ માટે કાલે સેમિનાર યોજાશે 2047 ના વિકસિત ભારતને ધ્યાનમાં રાખીને રજૂ કરાયેલ કેન્દ્ર સરકારના બજેટને મોરબીમાં રહેતા માજી મંત્રી મોહનભાઇ કુંડારિયાએ આવકારયું મોરબીના આંદરણા ગામે એલઆઇસી પોલિસી સર્વિસ કેમ્પ યોજાયો
Breaking news
Morbi Today

મોરબીમાં નજીક જી.ડબલ્યુ.આઇ.એલ.ના ગોડાઉનમાંથી ૨૩.૨૪ લાખના મુદ્દામાલની ચોરી કરનારા પાંચ આરોપી પકડાયા, ત્રણની શોધખોળ


SHARE











મોરબીમાં નજીક જી.ડબલ્યુ.આઇ.એલ.ના ગોડાઉનમાંથી ૨૩.૨૪ લાખના મુદ્દામાલની ચોરી કરનારા પાંચ આરોપી પકડાયા, ત્રણની શોધખોળ

મોરબીની રવિરાજ ચોકડી પાસે આવેલ ગુજરાત વોટર ઇન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડની કચેરીમાં સ્ટોર રૂમને તસ્કરોએ નિશાના બનાવ્યું હતું અને ત્યાં મૂકવામાં આવેલ સબમર્સીબલ પંપ, ઈલેક્ટ્રીક મોટર તેમજ વાયર આમ કુલ મળીને ૨૩.૨૪ લાખથી વધુના મુદ્દામાલની ચોરી કરવામાં આવી હતી જેથી સ્થાનિક પોલીસ અને એલસીબીની ટીમ ચોરીનો ભેદ ઉકેલવા માટે તપાસ કરી રહી હતી અને હાલમાં પોલીસે આ ગુનામાં પાંચ આરોપીને પકડીને ચોરીમાં ગયેલા તમામ મુદામાલને રિકવર કરેલ છે અને આ ગુનામાં હજુ પણ કેટલાક આરોપીઓને પકવાના બાકી હોય તેને પકડવા માટે તજવીજ ચાલુ છે

મોરબીના બાયપાસ રોડ ઉપર રવિરાજ ચોકડી પાસે આવેલ ગુજરાત વોટર ઇન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડની ઓફિસ એનસી-૭ પંપીંગ સ્ટેશન ખાતે રહેતા નાયબ કાર્યપાલક ઇજનેર મયુરભાઈ રમેશભાઈ ચોરવડિયા જાતે પટેલ (૩૩) એ અજાણ્યા શખ્સોની સામે ચોરીની ફરિયાદ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે નોંધાવેલ હતી જેમાં તેને જણાવ્યુ હતું કે, ગોડાઉનમાંથી તસ્કરો ૭ સબમર્સીબલ પંપ, ૧૧ ઇલેક્ટ્રીક મોટર અને જુદી જુદી સાઈઝના ૧૦૧૩૩ મીટર કેબલ વાયર આમ કુલ મળીને ૨૩,૨૪,૩૪૪ ની કિંમતના મુદ્દામાલની ચોરી કરી ગયેલ છે જેના આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી હતી

જે જગ્યા ઉપર તસ્કરોએ ચોરી કરી હતી ત્યાં આસપાસમાં કોઈ સ્થળના સીસીટીવી કેમેરાના ફૂટેજ પણ મળે તેવી કોઈ શક્યતા હતી નહીં પરંતુ શંકાને આધારે પોલીસે તપાસ શરૂ કરી હતી અને ગત તા. ૨૩/૧૧ થી લઈને તા. ૧૩/૧૨ સુધીના સમયગાળા દરમિયાન કોઇપણ સમયે અજાણ્યા શખ્સો દ્વારા ગુજરાત વોટર ઇન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડની કચેરીના ગોડાઉનની પાછળની બાજુએ આવેલ બારીની ગ્રીલ તોડીને સ્ટોર રૂમમાં પ્રવેશ કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ ત્યાંથી સબમર્સીબલ પંપ, ઇલેક્ટ્રીક મોટર અને જુદી જુદી સાઈઝના ૧૦૧૩૩ મીટર કેબલ વાયરની ચોરી કરવામાં આવી હતી જેથી કરીને ૨૩,૨૪,૩૪૪ ની ચોરીનો ભેદ ઉલેકવા માટે એલસીબીની ટીમ કામે લાગી હતી અને હાલમાં આ ગુનામાં મોરબી, કચ્છ અને રાજસ્થાનના કુલ મળીને પાંચ આરોપીઓને પકડવામાં આવેલ છે હાલમાં ચોરીના આ ગુનામાં ગયેલા તમામ મુદામાલને પોલીસે કબજે કરેલ છે અને તસ્કરો દ્વારા ચોરી કરેલ વાયરમાંથી અમુક વાયરને વેચવામાં આવ્યો હતો જેથી કરીને ચોરીના માલને વેચીને મેળવેલ બે લાખ રૂપિયા, બે ક્રેટા ગાડી, બે બોલેરો ગાડી સહિત કુલ મળીને ૪૩,૭૮,૬૯૦ નો મુદામાલ કબજે કરેલ છે આ કામગીરી એલસીબીના ઇન્ચાર્જ પીઆઇ કે.જે. ચૌહાણ, પીએસઆઈ એન.એચ. ચુડાસમા અને એ.ડી.જાડેજા તેમજ એલ.સી.બી., પેરોલ ફર્લો સ્કવોડ તથા ટેકનીકલ ટીમ દ્વારા કરવાં આવી હતી.

મોરબીના એસપી રાહુલ ત્રિપાઠીની પત્રકાર પરિષદ યોજાઇ હતી અને તેને જણાવ્યુ હતું કે, ચોરીના આ ગુનામાં હાલમાં સુનીલભાઇ મનજીભાઇ સોલંકી જાતે ભીલ (૨૩) રહે. હાલ સોઓરડી ઉમીયાનગર નર્મદા કારખાનાની બાજુમાં છાપરા વાળા મકાનમાં મોરબી, પુરારામ ઉર્ફે પંકજભાઇ મગારામ ચૌધરી જાતે પટેલ (૪૨) રહે. કાટોલ ગામ તાલુકો સાંચૌર (રાજસ્થાન), બન્નાલાલ ઉર્ફે વનાભાઇ સોગાજી ભાંભર જાતે મારવાડી (૫૦) રહે. હાલ ચરાવડવા કે.ટી. મીલ પાવર હાઉસ સામે તાલુકો હળવદ મુળ ડીડવણા દેવનારાયણ મંદિર પાસે તાલુકો આમેઠ (રાજસ્થાન) અને દિનેશભાઇ ઉર્ફે દિનો કેશાભાઇ પરમારા જાતે ભીલ (૨૦) રહે. ગળપાદર નવી જેલ પાછળ મફતીયાપરા પતરા વાળા મકાનમાં તાલુકો ગાંધીધામ કચ્છ અને મગનારામ ઉર્ફે મગન વિરમારામ કલબી જાતે ચૌધરી પટેલ (૩૩) રહે. વસ્ત્રાલ સમૃધ્ધગ્રીન સોસાયટી જી. ફલેટ નં-૫૦૧ તનમન ચોકડીની બાજુમાં તાલુકો અમદાવાદ મુળ રાજસ્થાન વાળાની ધરપકડ કરેલ છે આ શખ્સો બંધ પડલે મિલકતને નિશાન બનાવીને ચોરીની ઘટનાને અંજામ આપતા હતા

અત્રે ઉલેખનીય છે કે, શિયાળામાં ચોરીનું પ્રમાણ વધતું હોય છે ત્યારે મોરબી નજીક સરકારી ગોડાઉનને નિશાના બનાવીને ચોરીની ઘટનાને અંજામ આપવામાં આવ્યો હતો તે ગુનામાં આરોપીઓને હાલમાં તો મોરબી જિલ્લા એલસીબીની ટીમે પકડી લીધેલ છે જો કે, આગામી દિવસોમાં આવી ઘટના ન બને તે માટે સરકારી અધિકારી અને કર્મચારીઓ તેમજ સામાન્ય લોકોએ પોતાની બંધ પડેલ મિકલતોને સમયાંતરે ચેક કરવાનું જરૂર છે નહિ તો તસ્કરો ચોરીની ઘટનાને અંજામ આપીને જતાં રહે અને પછી મોડુ થઈ જાય તેવો ઘાટ સર્જાય તો નવાઈ નથી હાલમાં પકડાયેલા આરોપીઓને કોર્ટમાં રજૂ કરીને તેના રિમાન્ડ લેવા માટેની પોલીસે તજવીજ શરૂ કરી છે






Latest News