મોરબી પાલિકા સમયે આવેલ ઇમ્પેક્ટની અરજીઓને મંજૂર કરવા માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત મોરબીની મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા નવરાત્રિ નિમિત્તે 25 જરૂરિયાતમંદ માતાઓને રાશન કિટનું કરાયું વિતરણ મોરબી જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ બીપીનભાઈ દવેએ જન્મદિવસે લીધો અંગદાનનો સંકલ્પ હળવદના ચાડધ્રા ગામ પાસે નદીના પટ્ટમાં ખાણ ખનીજ વિભાગની રેડ: 43 લાખની કિંમતના 8 ટ્રેક્ટર સીઝ કર્યા રાષ્ટ્રીય ધોરીમાર્ગ-41ના ગાંધીધામ (કંડલા)-મુન્દ્રા પોર્ટ સેક્શનને છ માર્ગીય બનાવવાની રૂ. 991.19 કરોડની મંજૂરી: સાંસદ વિનોદભાઇ ચાવડા મોરબીના કલેક્ટરે લીધી મુખ્ય પોસ્ટ ઓફિસની મુલાકાત મોરબી મહાપાલિકાના બિલ કૌભાંડની તપાસ ઉચ્ચ અધિકારીને સોંપવા ભાજપના યુવા આગેવાને કમિશનરને કરી રજૂઆત મોરબીમાં ચાલતા ખેડૂત આંદોલન મુદે સિદસર ઉમિયાધામના ટ્રસ્ટીઓ ખેડૂતોને સાથે રાખીને સરકાર સમક્ષ કરશે રજૂઆત
Breaking news
Morbi Today

મોરબી નજીકના કોઈ સિરામિક કારખાનામાં મશીનના બેલ્ટમાં બાળક ફસાઈ ગયો હોવાનો વિડીયો વાઇરલ


SHARE









મોરબી નજીકના કોઈ સિરામિક કારખાનામાં મશીનના બેલ્ટમાં બાળક ફસાઈ ગયો હોવાનો વિડીયો વાઇરલ

મોરબીની આસપાસમાં આવેલ સીરામીક કારખાનાઓમાં ઘણી વખત  અકસ્માતના બનાવ બને છે જેમાં નાના બાળકોના મોત નિપજતા હોય છે આવી જ રીતે હાલમાં મોરબીના સોશિયલ મીડિયામાં એક વિડીયો વાઇરલ થયો છે જેમાં મોરબીના કોઈ એક સિરામિક કારખાનામાં સ્પ્રેડાયર વિભાગ પાસે નાનો બાળક બેઠેલો દેખાઈ છે અને ત્યાર બાદ તે અચાનક જ રમતા રમતા મશીનના બેલ્ટ પાસે આવી જાય છે ત્યારે મશીના પાસે કોઈ હાજર હતું નહિ અને જોત જોતામાં બાળકે મશીન ઉપર ફરતા બેલ્ટને પકડી લીધો હતો જેથી કરીને તે બાળક મશીનમાં ખેંચાઇ ગયો હતો અને મશીનમાં ફરતા બેલ્ટમાં ફસાઈ ગયો હતો અને બેલ્ટમાં ફસાઈ જવાના લીધે તે ગંભીર રીતે ઘાયલ પણ થયો હશે જો કે, આ ઘટના કયા સિરામિક કારખાનાની છે તેની કોઈ માહિતી સામે આવી નથી અને પોલીસ ચોપડે પણ કોઈ નોંધ નહીં પરંતુ કારખાનામાં કામે રાખવામા આવતા શ્રમિકો તેની સાથે માસૂમ બાળકોને લઈને કામ કરતાં હોય છે અને ત્યાં અત્યારની જેમ અગાઉ પણ અનેક અકસ્માતના બનાવો બેદરકારીના લીધેલ બનેલ છે તો પણ તેમાંથી કારખાનેદારો કે શ્રમિકો કોઈ બોધ પાઠ લેતા નથી તે હક્કિત છે




Latest News