મોરબી પાલિકા સમયે આવેલ ઇમ્પેક્ટની અરજીઓને મંજૂર કરવા માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત મોરબીની મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા નવરાત્રિ નિમિત્તે 25 જરૂરિયાતમંદ માતાઓને રાશન કિટનું કરાયું વિતરણ મોરબી જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ બીપીનભાઈ દવેએ જન્મદિવસે લીધો અંગદાનનો સંકલ્પ હળવદના ચાડધ્રા ગામ પાસે નદીના પટ્ટમાં ખાણ ખનીજ વિભાગની રેડ: 43 લાખની કિંમતના 8 ટ્રેક્ટર સીઝ કર્યા રાષ્ટ્રીય ધોરીમાર્ગ-41ના ગાંધીધામ (કંડલા)-મુન્દ્રા પોર્ટ સેક્શનને છ માર્ગીય બનાવવાની રૂ. 991.19 કરોડની મંજૂરી: સાંસદ વિનોદભાઇ ચાવડા મોરબીના કલેક્ટરે લીધી મુખ્ય પોસ્ટ ઓફિસની મુલાકાત મોરબી મહાપાલિકાના બિલ કૌભાંડની તપાસ ઉચ્ચ અધિકારીને સોંપવા ભાજપના યુવા આગેવાને કમિશનરને કરી રજૂઆત મોરબીમાં ચાલતા ખેડૂત આંદોલન મુદે સિદસર ઉમિયાધામના ટ્રસ્ટીઓ ખેડૂતોને સાથે રાખીને સરકાર સમક્ષ કરશે રજૂઆત
Breaking news
Morbi Today

પ્યાસીઓની આંખો ચાર !: મોરબી નજીક ૨.૩૩ કરોડના દારૂ ઉપર સરકારી બુલડોઝર ફરી વળ્યું


SHARE









પ્યાસીઓની આંખો ચાર !: મોરબી નજીક ૨.૩૩ કરોડના દારૂ ઉપર સરકારી બુલડોઝર ફરી વળ્યું

મોરબી જિલ્લમાં પોલીસ દ્વારા જુદીજુદી જગ્યાએ રેડ કરીને ત્યાંથી વિદેશી દારૂનો જથ્થો પકડવામાં આવે છે અને સમયાંતરે આદારૂના જથ્થા ઉપર બુલડોઝર ફેરવીને તેનો નાશ કરવામાં આવે છે આવી જ રીતે મકનસર વીડી પાંજરાપોળ વિસ્તારમાં પોલીસે ૨.૩૩ કરોડથી વધુના દારૂના જથ્થા ઉપર પોલીસે અધિકારીઓની હાજરીમાં બુલડોઝર ફેરવ્યું હતુ 

મોરબી જીલ્લામાં પોલીસે મે-૨૦૨૧ થી ઓક્ટોબર-૨૦૨૨ સુધીના સમયમાં અલગ અલગ જગ્યાએ રેડ કરીને વિદેશી દારૂનો જથ્થો પકડ્યો હતો તેનો નાશ કરવામાં આવેલ છે અને મોરબી નજીક આવેલ મકનસર વીડી પાંજરાપોળ વિસ્તારમાં પોલીસે ૨.૩૩ કરોડથી વધુના દારૂના જથ્થા ઉપર પોલીસે અધિકારીઓની હાજરીમાં બુલડોઝર ફેરવ્યું હતું વધુમાં પોલીસે માહિતી આપતા જણાવ્યુ હતું કે, મોરબી સીટી એ ડીવીઝન, મોરબી સીટી બી ડીવીઝન, મોરબી તાલુકા, ટંકારા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ૩૨૭ ગુન્હામાં પકડાયેલ દારૂની ૬૫૭૧૨ બોટલોનો નાશ કરવાની મંજુરી કોર્ટ તરફથી આપવામાં આવી હતી જેથી કરીને સબ ડીવીઝ્નલ મેજીસ્ટ્રેટ ડી.એ.ઝાલા, નશાબંધી અને આબકારી વિભાગના પીએસઆઈ વિજયસિંહ ચૌહાણ, મોરબી તાલુકા પીએસઆઈ કે.એ.વાળા, મોરબી બી ડિવિઝન પીઆઇ પી.એ.દેકાવાડીયા, મોરબી એ ડિવિઝનના પીઆઇ એચ.એ.જાડેજા, સહિતના હાજર હતા. ત્યારે મકનસર વીડી પાંજરાપોળ વાળી જગ્યામાં ૬૫૭૧૨ બોટલો દારૂ જેની કિંમત ૨,૩૩,૭૭,૩૬૧ ના માલ ઉપર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું હતું




Latest News