મોરબી શનાળા રોડ હા.બોર્ડના મકાનમાંથી 75 બોટલ દારૂ પકડાયો મોરબીના સામાકાંઠે દવા લેવા જવાનું કહીને નીકળ્યા બાદ પરિણીતા ગુમ હળવદમાં કેન્યા સ્થિત નરેન્દ્ર રાવલને ‘બ્રહ્મરત્ન સન્માન’ અર્પણ કરાયું ખેડૂતોને જીવનું જોખમ !: હળવદના સરંભડા ગામે 220 કેવીની સરકારી વીજ લાઈનમાંથી ચાલુ વાયર તૂટી પડ્યો, વીજ ઉપકરણો ખાખ, કોઈ જાનહાનિ નહીં ઓક્ક્ષ્ફોર્ડમાં યુનિ.માં ડંકો: મોરબીની ન્યૂએરા ગ્લોબલ સ્કૂલના બે વિદ્યાર્થીએ Ai ના કોર્સમાં A+ ગ્રેડ મેળવ્યો મોરબી નવયુગ કોલેજ ખાતે ટીબી મુક્ત ભારત અભિયાન અંતર્ગત પ્રેરણાત્મક સેમિનાર યોજાયો કેમ અમારી બાતમી આપશ કહીને ટંકારાના અમરાપર રોડ ઉપર યુવાનને ચાર શખ્સોએ પાઇપ-ધોકા વડે માર માર્યો હળવદના સુખપર ગામ નજીક ડમ્પરની પાછળ બાઇક અથડાતાં ઇજા પામેલ યુવાન કોમામાં સારવાર હેઠળ
Breaking news
Morbi Today

મોરબીના લૂંટના ગુનામાં પોલીસે આરોપીના ઘરથી વધુ ૧૪ લાખ રૂપિયા રિકવર કર્યા


SHARE





મોરબીના લૂંટના ગુનામાં પોલીસે આરોપીના ઘરથી વધુ ૧૪ લાખ રૂપિયા રિકવર કર્યા

મોરબીના પીપળી ગામે આવેલ કારખાનેથી રોકડા રૂપિયા ૨૯ લાખ થેલામાં લઈને યુવાન તેના ઘરે જતો હતો ત્યારે યુવાનના બાઈકને અજાણી કારમાં આવેલા ત્રણ શખ્સો દ્વારા પાછળથી ઠોકર મારી હતી અને ત્યાર બાદ યુવાનને ઢિકાપાટુનો માર માર્યો હતો અને તેની પાસેથી ૨૯  લાખની લૂંટ કરીને ત્રણેય આરોપીઓ નાસી ગયા હતા જેથી મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાઇ હતી તેના આધારે આરોપીને પકડવામાં આવ્યા હતા અને તે આરોપીઓ હાલમાં રિમાન્ડ ઉપર છે જો કે ત્યારે આરોપીઓ પાસેથી ૧૫ લાખ રોકડા અને મુદામાલ મળીને ૨૮.૩૦ લાખનો મુદામાલ કબજે કર્યો હતો જો કે, હાલમાં આ ગુનામાં લૂંટમાં ગયેલ વધુ ૧૪ લાખ રૂપિયા પોલીસે રિકવર કરેલ છે

થોડા દિવસો પહેલા મોરબી નજીકના પીપળી ગામે આવેલ કેલે ફેકશન ટેકનો પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં કેશિયર તરીકે કામ કરતો અને પીપળી ગમે રહેતો ચંદ્રેશભાઇ સવજીભાઈ શિરવી (૩૬) પોતાનું કામકાજ પૂરું કરીને પોતાના ઘર તરફ જતો હતો ત્યારે પીપળી ગામ પાસે આવેલ આશ્રમ નજીક તેના બાઇકને અજાણી કારમાં આવેલા ત્રણ શખ્સોએ ઠોકર મારી હતી અને ત્યાર બાદ ચંદ્રેશભાઇને ઢીકાપાટુનો માર મારીને તેની પાસેથી રોકડા ૨૯ લાખ ભરેલ થેલો લઈને આરોપીઓ કારમાં નાસી ગયા હતા ત્યાર બાદ ચંદ્રેશભાઇ શિરવીએ મોરબી તાલુકા પોલીસ સ્ટેશને લૂંટની ફરિયાદ નોંધાવી હતી ત્યાર બાદ લૂંટના ગુનામાં પોલીસે સાત આરોપીઓની ધરપકડ કરી હતી જે આરોપીઓ હાલમાં રિમાન્ડ ઉપર છે

દરમ્યાન પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ પોલીસે આ ગુનામાં મયુરસિંહ દિલીપભાઈ ડોડીયા જાતે કારડીયા રાજપુત  (૨૮), શક્તિસિંહ ઉર્ફે ભાણો નીનુભા ગોહિલ જાતે કારડીયા રાજપુત (૨૯), મહિપાલસિંહ અભેસંગ ગોહેલ જાતે કારડીયા રાજપુત (૨૭), રાજેન્દ્રસિંહ ઉર્ફે રાજભા દિલીપભાઈ લીબોલા (૨૮), દશરથ ઉર્ફે લાદેન જીલુભાઈ પરમાર (૨૮), ભગવાન ઉર્ફે ભગો કરસનભાઈ રબારી (૩૦) અને અર્જુનગીરી નારદગીરી ગોસાઈ (૨૧)ને પકડાયા હતા અને હજુ આ ગુનામા મનીષ સોલંકી રહે. ચોટીલા થાન રોડ રુદ્ર ભૂમિ સોસાયટી વાળા ચોટીલા વાળાને પકડવાનો બાકી છે તેવામાં પોલીસે હાલમાં લૂંટમાં ગયેલા રૂપિયા પૈકીનાં ૧૪ લાખ રૂપિયા જે કબજે કરવાના બાકી હતા તે હાલમાં આરોપી શક્તિસિંહ ઉર્ફે ભાણો નીનુભા ગોહિલ જાતે કારડીયા રાજપુતના સારા રોડ ઉપર આવેલ ભાડાના મકાનમાંથી રિકવર કરેલ છે આમ લૂંટમાં ગયેલ તમામ ૨૯ લાખ રૂપિયા પોલીસે રિકવર કરેલ છે 




Latest News