વિનેબલ નવા ચહેરા ન મળ્યા ?: મોરબીમાં સુપરસીડ કરાયેલ પાલિકાના 7 સભ્યો મનપામાં રિપીટ, 5 સભ્યોના પરિવારજનને ટિકિટ ! મોરબી મહાપાલિકાની ચૂંટણીમાં ઉમેવદારી ફોર્મ ભરવાનો આજે છેલ્લો દિવસ: કોણ-કોણ પક્ષ અને અપક્ષમાંથી ઉમેદવાર કરશે તેના ઉપર સહુની નજર હળવદના જુના વેગડવાવ ગામના યુવાને કરેલ ફરિયાદનો ખાર રાખીને પિતા-પુત્રએ આપી મારી નાખવાની ધમકી મોરબીના બગથળા ગામનો ધ્રુણાસ્પદ બનાવ : દુકાને ભાગ લેવા આવેલ ૧૪ વર્ષની સગીર સાથે અડપલા કરનાર જેલ હવાલે મોરબીમાં મકાનની લોનનો હપ્તો ભરવામાં મોડું થતાં યુવાનને ફાઇનાન્સ બેન્કના કર્મચારીએ ગાળો આપી માર માર્યો: જાનથી મારી નાખવાની ધમકી મોરબી નજીક રોડ ક્રોસ કરતી મહિલાને રિક્ષા ચાલકે હડફેટે લેતા બંને હાથમાં ફ્રેકચર-માથામાં હેમરેજ મોરબીના જાંબુડીયા ગામે જાહેરમાં જુગાર રમતા 3 શખ્સ પકડાયા મોરબીમાં જુદીજુદી 4 જગ્યાએ રેડમાં 272 બોટલ વિદેશી દારૂ ઝડપાયો
Breaking news
Morbi Today

મોરબીના લખધીરવાસમાં ચલણી નોટથી જુગાર રમતા બે શખ્સ પકડાયા


SHARE











મોરબીના લખધીરવાસમાં ચલણી નોટથી જુગાર રમતા બે શખ્સ પકડાયા

મોરબી શહેરમાં વાંકાનેર દરવાજા પાસે આવેલા લખધીરવાસમાં ચલણી નોટા આધારે જુગાર રમતા હોવાની બાતમી મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે બે શખ્સો ચલણી નોટ આધારે જુગાર રમતા મળી આવ્યા હતા જેથી પોલીસે તેની પાસેથી ૨૫૫૦૦ ની રોકડ કબજે કરી હતી અને હાલમાં બંને શખ્સની ધરપકડ કરી જુગાર ધારા હેઠળ ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

જાણવા મળતી માહિતી પ્રમાણે મોરબીના વાંકાનેર દરવાજા પાસે લખધીરવાસ ચોકમાં જાહેરમાં ચલણી નોટના આધારે જુગાર રમતા હોવાની બાતમી મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે ચિરાગભાઈ અશોકભાઈ રાઘોરીયા જાતે લોહાણા રહે. શક્તિ પ્લોટ શેરી નં-૫ સેલ કંપની સામે મોરબી તથા રવિભાઈ નીતિનભાઈ સોલંકી જાતે વાણંદ રહે. રણછોડનગર મોરબી વાળા જુગાર રમતા મળી આવ્યા હતા જેથી કરીને પોલીસે તેઓની પાસેથી ૨૫૫૦૦ રૂપિયાની રોકડ કબજે કરી હતી અને તે બંને શખ્સોની સામે મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જુગારધારા હેઠળ ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

અકસ્માતમાં ઇજા
મોરબીના નવલખી બાયપાસ રોડ ઉપર રહેતા પ્રશાંત કિરીટભાઈ માણેક (૩૦) નામનો યુવાન મોરબીની ત્રાજપર ચોકડી પાસે આવેલ એસ્સારના પંપ પાસેથી પસાર થતો હતો ત્યારે વાહનના વાહન અકસ્માતના બનાવમાં તેને ઈજા થઈ હતી જેથી કરીને ઈજાગ્રસ્ત યુવાનને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને અકસ્માતના બનાવની મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

મારામારીમાં ઇજા
મોરબીના લખધીરપુર રોડ ઉપર રોલેક્સ સીરામીકની બાજુમાં આવેલ શ્રીમ સીરામીકમાં રહેતી લીલાબાઈ દીપચંદ અહેરવાલ (૩૬) નામની મહિલાને ત્યાં ઘર પાસે થયેલ મારામારીના બનાવવામાં ઈજા થઈ હતી જેથી કરીને તેને ૧૦૮ મારફતે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે સારવારમાં લઈને આવ્યા હતા અને આ બનાવની મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી.






Latest News