વિપક્ષની ગેરહાજરી ન વર્તાઈ: મોરબી મહાપાલિકાની સામાન્ય સભાની બેઠકમાં સ્ટ્રીટ લાઇટ, રોડ, પાણી સહિતના પ્રશ્નોની ભાજપના જ કોર્પોરેટરોએ જડી વરસાવી, બિલ કાંડમાં આકરા પગલાં લેવાશે પણ કોની સામે તે યક્ષ પ્રશ્ન મોરબી વીસી ફાટક પાસે કાર ચાલકે બાઈકને હડફેટે લેતા યુવાન સારવારમાં મોરબીની માં ગરબી માં દીકરીઓને વિના મૂલ્યે ફ્રી સ્ટાઈલ ગરબા રમવાની વ્યવસ્થા, સ્ટેજ ઉપરથી ફિલ્મી ગીત કયારે પણ નહીં: જયરાજસિંહ જાડેજા વાંકાનેરમાં એક વર્ષ પહેલા માથાકૂટ સમયે મિત્રની મદદ કરનારા યુવાન ઉપર પાઇપ-ધોકા વડે 10 શખ્સોએ કર્યો જીવલેણ હુમલો દારૂના ગુનામાં રાજકોટ ખાતે પકડાયેલ કારને છોડાવવા ન જતાં વાંકાનેરના મેસરીયા ગામે રહેતા યુવાન ઉપર તલવાર-પાઇપ વડે હુમલો મોરબીના ટિંબડી પાટીયા પાસે અજાણ્યા વાહન ચાલકે બાઈકને હડફેટ લેતા યુવાનનું મોત ટંકારાના ગજડી ગામે ખોટી વાતો ગામમાં કરતો હોવાનો વહેમ રાખીને યુવાન ઉપર દાતરડા વડે હુમલો વાંકાનેરના રાતવીરડા ગામની સીમમાં કારખાના નજીક જુગાર રમતા 4 શખ્સ પકડાયા
Breaking news
Morbi Today

મોરબીના માધાપરામાં થયેલ માથાકૂટમાં વધુ એક આરોપીની ધરપકડ


SHARE









મોરબીના માધાપરામાં થયેલ માથાકૂટમાં વધુ એક આરોપીની ધરપકડ

મોરબીના માધાપરા શેરી નં- ૧૯ માં ફટાકડા ફોડવા બાબતે બોલાચાલી અને માથાકૂટ થઈ હતી ત્યારે ગાળો આપવામાં આવી હતી બાદમાં સામસામે ફરિયાદ નોંધાઈ હતી જેમાં હાલમાં વધુ એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે.


મોરબીના માધાપર વિસ્તારમાં ફટાકડા ફોડવા બાબતે માથાકૂટ થઈ હતી અને બોલાચાલી બાદ ફાયરિંગ પણ કરવામાં આવ્યા હતા જે બનાવ સંદર્ભે સામસામી ફરિયાદ નોંધાઈ હતી અને ત્યારે તુલસીભાઈ હસમુખભાઈ શંખેસરિયા જાતે કોળી (૩૨) રહે. રાજનગર પંચાસર રોડ વાળાએ દેવદિપસિંહ દરબાર, વીરેન્દ્રસિંહ દરબાર અને એક અજાણ્યા શખ્સ આમ ત્રણ વ્યક્તિઓની સામે ફરિયાદ નોંધાવી હતી જેમાં તેઓએ જણાવ્યું હતું કે, તેના મામાના દિકરા રાહુલભાઈ અને રાજુભાઈની સાથે આરોપીઓ ઝઘડો કરતા હતા જેથી કરીને તે ત્યાં આરોપીઓને સમજાવવા માટે આવ્યો હતો દરમ્યાન દેવદિપસિંહને લોખંડના પાઇપ વડે માર માર્યો હતો અને વિરેન્દ્રસિંહએ  લાકડાના ધોકા વડે માર્યો હતો અને અન્ય અજાણ્યો શખ્સ હતો તેને પણ પાઇપ વડે માર મારતા ઈજાઓ થઈ હતી અને જાનથી મારી નાખવાની ફરિયાદીને ધમકી આપવામાં આવી હતી જે ગુનામાં એ ડિવિઝન પોલીસ દ્વારા અગાઉ બે આરોપીને પકડવામાં આવ્યા હતા અને હાલમાં વધુ એક આરોપી સંગ્રામસિંહ જોરૂભા જાડેજા (૬૫) રહે. અંબિકા રોડ મોરબી વાળાની ધરપકડ કરેલ છે.




Latest News