વિપક્ષની ગેરહાજરી ન વર્તાઈ: મોરબી મહાપાલિકાની સામાન્ય સભાની બેઠકમાં સ્ટ્રીટ લાઇટ, રોડ, પાણી સહિતના પ્રશ્નોની ભાજપના જ કોર્પોરેટરોએ જડી વરસાવી, બિલ કાંડમાં આકરા પગલાં લેવાશે પણ કોની સામે તે યક્ષ પ્રશ્ન મોરબી વીસી ફાટક પાસે કાર ચાલકે બાઈકને હડફેટે લેતા યુવાન સારવારમાં મોરબીની માં ગરબી માં દીકરીઓને વિના મૂલ્યે ફ્રી સ્ટાઈલ ગરબા રમવાની વ્યવસ્થા, સ્ટેજ ઉપરથી ફિલ્મી ગીત કયારે પણ નહીં: જયરાજસિંહ જાડેજા વાંકાનેરમાં એક વર્ષ પહેલા માથાકૂટ સમયે મિત્રની મદદ કરનારા યુવાન ઉપર પાઇપ-ધોકા વડે 10 શખ્સોએ કર્યો જીવલેણ હુમલો દારૂના ગુનામાં રાજકોટ ખાતે પકડાયેલ કારને છોડાવવા ન જતાં વાંકાનેરના મેસરીયા ગામે રહેતા યુવાન ઉપર તલવાર-પાઇપ વડે હુમલો મોરબીના ટિંબડી પાટીયા પાસે અજાણ્યા વાહન ચાલકે બાઈકને હડફેટ લેતા યુવાનનું મોત ટંકારાના ગજડી ગામે ખોટી વાતો ગામમાં કરતો હોવાનો વહેમ રાખીને યુવાન ઉપર દાતરડા વડે હુમલો વાંકાનેરના રાતવીરડા ગામની સીમમાં કારખાના નજીક જુગાર રમતા 4 શખ્સ પકડાયા
Breaking news
Morbi Today

મોરબી આઇટીઆઇમાં ડ્રોન મેન્યુફેક્ચરિંગ-એસમ્બ્લી ટેકનીશ્યન કોર્સમાં પ્રવેશ પ્રક્રિયા શરૂ


SHARE









મોરબી આઇટીઆઇમાં ડ્રોન મેન્યુફેક્ચરિંગ-એસમ્બ્લી ટેકનીશ્યન કોર્સમાં પ્રવેશ પ્રક્રિયા શરૂ

રાજયમાં કૌશલ્ય વિકાસ ક્ષેત્રે કુશળ માનવબળ તૈયાર કરવાના હેતુથી વિવિધ પ્રકારના ભવિષ્યલક્ષી અભ્યાસક્રમોમાં વર્તમાન ટેકનોલોજી મુજબની તાલીમ આપવા માટે મુખ્યમંત્રી ભવિષ્યલક્ષી કૌશલ્ય વિકાસ યોજના (MBKVY) શરૂ કરવામાં આવી છે. શ્રમ,કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ, નિયામકશ્રી રોજગાર અને તાલીમ હેઠળની રાજ્યની વિવિધ સરકારી આઈ.ટી.આઈ. ખાતે (MBKVY) યોજના અંતર્ગત KSU ના ડ્રોન ટેક્નોલોજીના ટુંકાગાળાના વ્યવસાય શરૂ કરવામાં આવનાર છે. જે અંતર્ગત સરકારી આઈ.ટી.આ.-મોરબી ખાતે Drone Manufacturing & Assembly Technician નો વ્યવસાયલક્ષી અભ્યાસક્રમ ટુંક સમયમાં શરૂ કરવામાં આવશે. જે વ્યવસાયનો તાલીમનો સમય ગાળો ૩૯૦ કલાક છે.

આ અભ્યાસક્રમમાં પ્રવેશ મેળવવા માટેની શૈક્ષણિક લાયકાત  ધો-૧૦ + ૨ વર્ષનો અનુભવ અથવા ધો-૧૨ + ૬ મહિનાનો અનુભવ અથવા ૨ વર્ષ ITI ( ધો-૧૦ પછી ) અથવા 3 વર્ષ એન્જી. ડિપ્લોમા ( ઈલેક્ટ્રિકલ/ઈલેક્ટ્રોનિક્સ/ઇન્સ્ટ્રુમેન્ટેશન એન્જિનિયરિંગ), ધો-૧૦ પછી અથવા NSQF લેવલ-3નો કોર્સ ઇલેક્ટ્રિકલ /ઇલેક્ટ્રોનિક્સ /ઇન્સ્ટ્રુમેન્ટેશન/મિકેનિકલ ડોમેનમાં તથા બે વર્ષનો અનુભવ અને ઉમેદવારની ઉમર ૧૮ વર્ષ હોવી જોઈએ આઈ.ટી.આઈ મોરબી ખાતે ઉપરોક્ત કોર્ષમા પ્રવેશ મેળવવવા માટે ઓનલાઇન રજીસ્ટ્રેશનની પ્રકીયા શરૂ કરી દેવામાં આવી છે. અને ઓનલાઇન રજીસ્ટ્રેશન તથા વધુ માહિતી માટે જાહેર રજાના દિવસ સિવાય ૧૦:૦૦ થી ૧૭:૦૦ કલાક દરમ્યાન આઈ.ટી.આઈ. મોરબીનો રૂબરૂ સંપર્ક કરવો. જે  ઉમેદવારો ટુકા સમયમાં રોજગારી / સ્વરોજગારી મેળવવા ઈચ્છુક છે તેઓને ઉપરોક્ત વ્યવસાયમાં તાલીમ લેવા ખાસ અનુરોધ કરવામા આવે છે. જેમાં ઓનલાઇન રજીસ્ટ્રેશન કરવા માટે ઉમેદવારે પોતાના નીચે મુજબના જરૂરી પ્રમાણપત્રોની  નકલ સાથે લાવવાની રહેશે. (૧) શાળા છોડ્યાનુ પ્રમાણપત્ર (૨) છેલ્લું ધોરણ પાસ કર્યાની માર્કશીટ (વ્યવસાયની પ્રવેશ શૈક્ષણીક લાયકાત અનુસાર) (૩) જાતીનુ પ્રમાણપત્ર (૪) BPL કાર્ડ (જો લાગુ પડતું હોય તો) (૫) આધારકાર્ડની નકલ (૬)  શૈક્ષણીક લાયકાત અનુરૂપ  અનુભવનું સર્ટીફીકેટ વધુ માહિતી માટે  ૯૭૨૩૧૦૭૪૭૨, ૮૩૨૦૧૬૯૫૯૯ નંબર પર સંપર્ક કરવા ઔધોગીક તાલીમ સંસ્થા-મોરબીના આચાર્યશ્રીની યાદીમાં જણાવાયું છે




Latest News