મોરબી પાલિકા સમયે આવેલ ઇમ્પેક્ટની અરજીઓને મંજૂર કરવા માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત મોરબીની મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા નવરાત્રિ નિમિત્તે 25 જરૂરિયાતમંદ માતાઓને રાશન કિટનું કરાયું વિતરણ મોરબી જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ બીપીનભાઈ દવેએ જન્મદિવસે લીધો અંગદાનનો સંકલ્પ હળવદના ચાડધ્રા ગામ પાસે નદીના પટ્ટમાં ખાણ ખનીજ વિભાગની રેડ: 43 લાખની કિંમતના 8 ટ્રેક્ટર સીઝ કર્યા રાષ્ટ્રીય ધોરીમાર્ગ-41ના ગાંધીધામ (કંડલા)-મુન્દ્રા પોર્ટ સેક્શનને છ માર્ગીય બનાવવાની રૂ. 991.19 કરોડની મંજૂરી: સાંસદ વિનોદભાઇ ચાવડા મોરબીના કલેક્ટરે લીધી મુખ્ય પોસ્ટ ઓફિસની મુલાકાત મોરબી મહાપાલિકાના બિલ કૌભાંડની તપાસ ઉચ્ચ અધિકારીને સોંપવા ભાજપના યુવા આગેવાને કમિશનરને કરી રજૂઆત મોરબીમાં ચાલતા ખેડૂત આંદોલન મુદે સિદસર ઉમિયાધામના ટ્રસ્ટીઓ ખેડૂતોને સાથે રાખીને સરકાર સમક્ષ કરશે રજૂઆત
Breaking news
Morbi Today

મોરબીના વનાળીયા ગામની બે વિદ્યાર્થિનીઓએ ઝોન કક્ષાની વાર્તા સ્પર્ધામાં કર્યો ઉત્કૃષ્ટ દેખાવ


SHARE









મોરબીના વનાળીયા ગામની બે વિદ્યાર્થિનીઓએ ઝોન કક્ષાની વાર્તા સ્પર્ધામાં કર્યો ઉત્કૃષ્ટ દેખાવ

નિપુણ ભારત મિશન અંતર્ગત ઝોન કક્ષાની વાર્તા સ્પર્ધા જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન સુરેન્દ્રનગર ખાતે યોજાયેલ હતી જેમાં જિલ્લા કક્ષાએ પ્રથમ ત્રણ નંબર મેળવેલ ૬ જિલ્લાના બન્ને વિભાગમાં ૧૮-૧૮ વિદ્યાર્થીઓએ ભાગ લીધેલ હતો અને આ સ્પર્ધામાં મોરબી જિલ્લા અને તાલુકાની વનાળીયા પ્રાથમિક શાળાની વિદ્યાર્થીની અજાણા રાજવી અને પૈજા કાવ્યાએ ઉત્કૃષ્ટ દેખાવ કરી વિભાગ-૨ વાર્તા નિર્માણ (ધો ૬ થી ૮) માં સમગ્ર ઝોન કક્ષાએ જિલ્લાનું નામ રોશન કર્યું છે અને અજાણા રાજવી નાગજીભાઈએ  તૃતીય નંબર મેળવ્યો છે માટે આ સિદ્ધિ બદલ ડાયટનાં પ્રાચાર્ય હસ્તક તેમને શિલ્ડ અને પ્રમાણપત્ર આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા આ વિદ્યાર્થિનીઓએ શાળા, ગામ અને મોરબી જિલ્લાનું નામ રોશન કર્યું છે. જેથી કરીને શાળાનાં આચાર્યા, સમગ્ર સ્ટાફ પરિવાર, એસ.એમ.સી. સભ્યો તેમજ ગ્રામજનોએ બન્ને વિદ્યાર્થીનીઓને ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા છે અને આ બંને હવે રાજયકક્ષાની સ્પર્ધામાં ભાગ લેવા માટે જશે તેવું આચાર્યએ જણાવ્યુ છે




Latest News