મોરબીમાં આર્થિક શક્તિ અને વૈશ્વિક નેતૃત્વ વિષય પર વર્લ્ડ હિન્દુ કોંગ્રેસ અંતર્ગત વાર્તાલાપ યોજાયો મોરબીમાં શ્રાવણ માસના બીજા સોમવારે ગૌરક્ષકો દ્વારા કતલખાને લઈ જવાતા 29 અબોલ જીવને બચાવવામાં આવ્યા મોરબીના વોર્ડ નં 7 માં પ્રાથમિક સમસ્યાઓ ઉકેલવા માટે ચૂંટાયેલા સભ્યે કરી કમિશ્નરને લેખિતમાં રજૂઆત હળવદ તાલુકામાં બિનઅધિકૃત રેતી ખનન: 40 લાખનું એક્ષકેવેટર મશીન સીઝ મોરબી શનાળા રોડ હા.બોર્ડના મકાનમાંથી 75 બોટલ દારૂ પકડાયો મોરબીના સામાકાંઠે દવા લેવા જવાનું કહીને નીકળ્યા બાદ પરિણીતા ગુમ હળવદમાં કેન્યા સ્થિત નરેન્દ્ર રાવલને ‘બ્રહ્મરત્ન સન્માન’ અર્પણ કરાયું ખેડૂતોને જીવનું જોખમ !: હળવદના સરંભડા ગામે 220 કેવીની સરકારી વીજ લાઈનમાંથી ચાલુ વાયર તૂટી પડ્યો, વીજ ઉપકરણો ખાખ, કોઈ જાનહાનિ નહીં
Breaking news
Morbi Today

મોરબીના વવાણીયા ગામની વિદ્યાર્થીનીએ નિપુણ ભારત અંતર્ગત છ જિલ્લાના બાળકો પૈકી તૃતીય સ્થાન મેળવી ગૌરવ વધાર્યું


SHARE





મોરબીના વવાણીયા ગામની વિદ્યાર્થીનીએ નિપુણ ભારત અંતર્ગત છ જિલ્લાના બાળકો પૈકી તૃતીય સ્થાન મેળવી ગૌરવ વધાર્યું

મોરબીના માળીયા(મિં.)ની શ્રી વવાણીયા કન્યા શાળાનું ગૌરવ શાળાની બાળકીએ વધારેલ છે.તા.૩૦-૧૨ નાં રોજ નિપુણ ભારત મિશન અંતર્ગત ઝોન કક્ષાની વાર્તા કથન સ્પર્ધા સુરેન્દ્રનગરના ડાયેટ ભવન ખાતે યોજાઈ હતી જેમાં સૌરાષ્ટ્ર ઝોનનાં ૬ જિલ્લા (ભાવનગર, મોરબી, રાજકોટ, સુરેન્દ્રનગર, બોટાદ અને કચ્છ) નાં કુલ ૧૮ સ્પર્ધકોએ ભાગ લીધો હતો.જેમાં મોરબીની શ્રી વવાણીયા કન્યા શાળામાં ધોરણ ૪ માં અભ્યાસ કરતી વિદ્યાર્થીની ભોજાણી હીર હિરેનભાઈએ તૃતીય ક્રમાંક મેળવીને શ્રી વવાણીયા કન્યા શાળા પરિવાર તેમજ માળિયા તાલુકાનું ગૌરવ વધારેલ છે.હવે રાજ્ય કક્ષાએ યોજાનાર સ્પર્ધામાં હીર ભોજાણી સૌરાષ્ટ્ર ઝોનનું પ્રતિનધિત્વ કરશે.તૃતિય ક્રમાંક પ્રાપ્ત કરવા બદલ શાળાનાં આચાર્ય ઈશ્વરભાઈ સાવરિયાએ ગૌરવની લાગણી અનુભવી ભોજાણી હીર તથા તેને માર્ગદર્શન આપનાર શિક્ષકોને ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા હતા




Latest News