મોરબી સાર્થક વિદ્યામંદિરના વિદ્યાર્થીઓએ કલાત્મક ક્ષેત્રે રાજ્યકક્ષાએ શ્રેષ્ઠ સિદ્ધિ મેળવી મોરબીના સિરામિક ઉદ્યોગકારોનો બાંધકામની જંત્રીને લગતો પ્રશ્ન વહેલી તકે ઉકેલાય તે માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત મોરબીના બાયપાસ રોડ ઉપરથી 10 જેટલા કાચા પાકા દબાણોને મનપાની ટીમે તોડી પાડ્યા મોરબીમાં ઘરેલુ હિંસાથી પીડિત સગર્ભા મહિલાને અજુગતુ પગલુ ભરતા બચાવતી 181 અભયમ ટીમ વાંકાનેરમાં મંદિરના નવનિર્માણના નામે જુદાજુદા બે લક્કી ડ્રોની ટિકિટોનું વેચાણ કરતો એજન્ટ પકડાયો: 13 સામે ગુનો નોંધાયો મોરબીના નીચી માંડલ પાસે રોડ ક્રોસ કરતાં યુવાનને ડમ્પર ચાલકે હડફેટે લેતા પગમાં 3 ફ્રેકચર: વાંકાનેરમાં જુગાર રમતા ચાર પકડાયા ટંકારાના સાવડી ગામ પાસે બાઇક ચાલકે સાયકલને ટક્કર મારતા ઇજા પામેલા આધેડનું સારવારમાં મોત વાંકાનેર-માળીયા તાલુકા અને મોરબી શહેરમાં વિદેશી દારૂની 4 રેડ: દારૂની નાની મોટી 30 બોટલ કબ્જે
Breaking news
Morbi Today

મોરબીના નાનીવાવડી ગામે કાર ચાલકે બાઈકને હડફેટ લઇને ઉડાવેલ પિતા-પુત્ર પૈકી વૃદ્ધનું સારવાર દરમ્યાન મોત : હત્યાની કલમ ઉમેરાઇ તેવી શકયતા


SHARE











મોરબીના નાનીવાવડી ગામે કાર ચાલકે બાઈકને હડફેટ લઇને ઉડાવેલ પિતા-પુત્ર પૈકી વૃદ્ધનું સારવાર દરમ્યાન મોત : હત્યાની કલમ ઉમેરાઇ તેવી શકયતા

મોરબી નજીકના નાની વાવડી ગામે થોડા દિવસો પહેલા વાહન અકસ્માતનો બનાવ બન્યો હતો જેમાં બેકાબુ કારના ચાલકે ડબલ સવારી બાઇક સહિત બે બાઇકને હડફેટે લીધા હતા જે બનાવમાં કુલ ત્રણ લોકોને ઇજાઓ પહોંચી હતી જે પૈકી ઇજાગ્રસ્ત વૃદ્ધનું સારવાર દરમિયાન રાજકોટ ખાતે મોત નિપજયુ હોવાનું જાણવા મળેલ છે.વધુમાં મળતી માહિતી મુજબ જે તે સમયે કાર ચાલકે ઈરાદાપૂર્વક પિતા-પુત્રને મારી નાંખવાના ઈરાદે અકસ્માત સર્જયો હોવાની મૃતકના પુત્રએ કેફીયત આપી હોય તે મુજબની વધારાની કલમ (હત્યાની કોશીસ) નો ઉમેરો કરવામાં આવ્યો હતો અને હવે સારવાર દરમિયાન વૃદ્ધનું મોત નીપજ્યું હોય હત્યાની કલમનો ઉમેરો થાય તેવી પણ શક્યતાઓ સેવાઈ રહી છે.

મોરબી તાલુકા પોલીસ મથકના સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ મોરબીના નાની વાવડી ગામે રહેતા કિરીટભાઈ નથુભાઈ ચાવડા (૪૨), હમીરભાઈ મેપાભાઇ પીઠમલ (૫૦) અને કાનાભાઈ હમીરભાઈ પીઠમલ (૨૫) ને બાઈક અને કાર અકસ્માતમાં ઇજાઓ પહોંચતા ત્રણેયને પ્રથમ અત્રેની ક્રિષ્ના હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા જ્યાંથી કિરીટભાઈ ચાવડા અને હમીરભાઈ પીઠમલને વધુ સારવાર માટે રાજકોટ ખસેડાયા હતા જયાં સારવાર દરમિયાન હમીરભાઇ મેપાભાઇ પીઠમલ જાતે આહીર (ઉમર ૫૦) નામના વૃદ્ધનું મોત નીપજ્યું છે.વધુમાં સૂત્રોમાંથી જાણવા મળતી વિગતો મુજબ હમીરભાઇ મેપાભાઇ પીઠમલ અને તેમનો દીકરો કાનો હમીરભાઈ પીઠમલ બંને એક બાઈકમાં જતા હતા જ્યારે અન્ય એક વ્યક્તિ કિરીટ નથુભાઈ ચાવડા બીજા બાઇકમાં જતા હતા તે દરમિયાન કાર ચાલક કાના ડાયા કુંભારવાડીયા દ્વારા તેઓને નાની વાવડી ગામે સમજુબા સ્કુલ નજીક પાછળથી હડફેટે લઈને અકસ્માત સર્જવામાં આવ્યો હતો અને ઇરાદાપૂર્વક આ અકસ્માત કરવામાં આવ્યો હોવાની કેફિયત જેતે સમયે મૃતક હમીરભાઇના પુત્ર કાના હમીરભાઈ પીઠમલે તાલુકા પોલીસને આપી હતી જેથી અગાઉ અકસ્માતની ફરિયાદ નોંધાઈ હતી અને બાદમાં તેમાં હત્યાની કોસીશની કલમ ૩૦૭ નો ઉમેરો જે તે સમયે કરવામાં આવ્યો હતો અને અકસ્માત સર્જનાર કાના ડાયા કુંભરવાડીયાની ધરપકડ કરવામાં આવી હતી અને હાલ તે જેલ હવાલે છે.

દરમ્યાનમાં રાજકોટ ખાતેથી મળતી માહિતી મુજબ સારવારમાં ખસેડાયેલા હમીરભાઈ મેપાભાઈ પીઠમલ નામના આહિર વૃધ્ધનું સારવાર દરમિયાન મોત નિપજેલ હોય હવે આગળ આ અકસ્માત અને હત્યાની કોસીશના બનાવમાં હત્યાની કલમ ૩૦૨ નો ઉમેરો કરવામાં આવે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે. વધુમાં મળતી માહિતી મુજબ આરોપી કાર ચાલક કાના કુંભારવાડીયા અને મૃતક હમીરભાઇ કુટુંબિક સગા થતા હોવાનું અને કોઈ પ્લોટ બાબતે અગાઉ ઝઘડો પણ થયો હતો તેવી સૂત્રોમાંથી પ્રાથમિક માહિતી મળી રહી છે.બનાવ સંદર્ભે હાલમાં તાલુકા પોલીસ મથકના અજીતસિંહ પરમાર તપાસ ચલાવી રહ્યા છે.

દવા પી જતા સારવારમા

રાજકોટના મોરબી રોડ ઉપર બ્રહ્માણી પાર્કમાં રહેતા હિતેશભાઈ વાલજીભાઈ હાપલિયા નામના ૪૩ વર્ષના આધેડે ટંકારા તાલુકાના જીવાપર ગામે ઝેરી દવા પી લેતા તેઓને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલે લાવવામાં આવ્યા હતા.જ્યાંથી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ મથકના વિપુલભાઈ ફુલતરીયા દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી અને તેમાં ખુલ્યું હતું કે હિતેશભાઈ અને તેમના પત્ની સાથે બોલાચાલી અને ઝઘડો થયો હતો જે બાબતે તેઓ રાજકોટથી જીવાપર આવ્યા હતા અને અહીં કોઈ બાબતે રકઝક થયા બાદ તેઓએ ઉપરોકત પગલું ભરી લીધું હતું જેથી તેઓને સારવારમાં ખસેડાયા હતા






Latest News