મોરબી જિલ્લા પંચાયતની આરોગ્ય શાખા દ્વારા સઘન રસીકરણ ઝુંબેશ યોજાશે મોરબીના કલેક્ટરે ઇવીએમ વેરહાઉસની લીધી મુલાકાત વિપક્ષની ગેરહાજરી ન વર્તાઈ: મોરબી મહાપાલિકાની સામાન્ય સભાની બેઠકમાં સ્ટ્રીટ લાઇટ, રોડ, પાણી સહિતના પ્રશ્નોની ભાજપના જ કોર્પોરેટરોએ જડી વરસાવી, બિલ કાંડમાં આકરા પગલાં લેવાશે પણ કોની સામે તે યક્ષ પ્રશ્ન મોરબી વીસી ફાટક પાસે કાર ચાલકે બાઈકને હડફેટે લેતા યુવાન સારવારમાં મોરબીની માં ગરબી માં દીકરીઓને વિના મૂલ્યે ફ્રી સ્ટાઈલ ગરબા રમવાની વ્યવસ્થા, સ્ટેજ ઉપરથી ફિલ્મી ગીત કયારે પણ નહીં: જયરાજસિંહ જાડેજા વાંકાનેરમાં એક વર્ષ પહેલા માથાકૂટ સમયે મિત્રની મદદ કરનારા યુવાન ઉપર પાઇપ-ધોકા વડે 10 શખ્સોએ કર્યો જીવલેણ હુમલો દારૂના ગુનામાં રાજકોટ ખાતે પકડાયેલ કારને છોડાવવા ન જતાં વાંકાનેરના મેસરીયા ગામે રહેતા યુવાન ઉપર તલવાર-પાઇપ વડે હુમલો મોરબીના ટિંબડી પાટીયા પાસે અજાણ્યા વાહન ચાલકે બાઈકને હડફેટ લેતા યુવાનનું મોત
Breaking news
Morbi Today

મોરબી નજીક થયેલ ૨૯ લાખની લૂંટના ગુનામાંવધુ એક આરોપીની ધરપકડ


SHARE









મોરબી નજીક થયેલ ૨૯ લાખની લૂંટના ગુનામાંવધુ એક આરોપીની ધરપકડ

મોરબીના પીપળી ગામ પાસેથી ૨૯ લાખની લૂંટ કરવામાં આવી હતી જે ગુનામાં અગાઉ સાત આરોપીઓને પકડવામાં આવ્યા હતા અને તે તમામ આરોપીઓને હાલમાં જેલ હવાલે કરવામાં આવ્યા છે ત્યારે મોરબી તાલુકા પોલીસની ટીમે આ ગુનામાં જે તે સમયે લૂંટ કરવામાં આવી હતી ત્યારે સાથે રહેલા વધુ એક આરોપીને પકડવામાં આવેલ છે અને તેના રિમાન્ડ લેવા માટેની તજવીજ શરૂ કરવામાં આવી છે

થોડા દિવસો પહેલા મોરબી નજીકના પીપળી ગામે રહેતો ચંદ્રેશભાઇ સવજીભાઈ શિરવી (૩૬) પોતાનું કામકાજ કારખાને પૂરું કરીને પોતાના ઘર તરફ જતો હતો ત્યારે પીપળી ગામ પાસે આવેલ આશ્રમ નજીક તેના બાઇકને અજાણી કારમાં આવેલા ત્રણ શખ્સોએ ઠોકર મારી હતી અને ત્યાર બાદ ચંદ્રેશભાઇને ઢીકાપાટુનો માર મારીને તેની પાસેથી રોકડા ૨૯ લાખ ભરેલ થેલો લઈને આરોપીઓ કારમાં નાસી ગયા હતા જેની લૂંટની ફરિયાદ નોંધાઇ હતી તેના આધારે પોલીસે આ ગુનામાં મયુરસિંહ દિલીપભાઈ ડોડીયા જાતે કારડીયા રાજપુત  (૨૮), શક્તિસિંહ ઉર્ફે ભાણો નીનુભા ગોહિલ જાતે કારડીયા રાજપુત (૨૯), મહિપાલસિંહ અભેસંગ ગોહેલ જાતે કારડીયા રાજપુત (૨૭), રાજેન્દ્રસિંહ ઉર્ફે રાજભા દિલીપભાઈ લીબોલા (૨૮), દશરથ ઉર્ફે લાદેન જીલુભાઈ પરમાર (૨૮), ભગવાન ઉર્ફે ભગો કરસનભાઈ રબારી (૩૦) અને અર્જુનગીરી નારદગીરી ગોસાઈ (૨૧)ને પકડાયા હતા અને તેની પાસેથી લૂંટમાં ગયેલ તમામ રકમને રિકવર કરેલ છે અને અન્ય મુદામાલ પણ કબજે કરેલ હતો જે આરોપીઓને જેલ હવાલે કરવામાં આવેલ છે અને આ ગુનામાં બાકી રહેલા એક આરોપીને પકડવા માટે તજવીજ ચાલુ હતી દરમ્યાન મોરબી તાલુકા પોલીસની ટીમે આરોપી મનીષ અશોકભાઇ સોલંકી જાતે દેવીપૂજક (૨૬) રહે. રુદ્ર ભૂમિ સોસાયટી, થાન રોડ ચોટીલા વાળાની ધરપકડ કરેલ છે અને તેને આજે કોર્ટમાં રજૂ કરવામાં આવશે




Latest News