મોરબીમાં મંત્રી કાંતિભાઈ અમૃતિયાના અધ્યક્ષસ્થાને જિલ્લા ફરિયાદ સહ સંકલન સમિતિની બેઠક યોજાઈ ગાંધીનગર ખાતે વીજપોલ-કોરિડોરના વળતર સહિત 24 મુદાઓને લઈને ખેડૂતોની બે કેબિનેટ મંત્રી સાથે બેઠક યોજાઇ: મોરબી જીલ્લામાં સત્યાગ્રહ છાવણીનો સુખદ અંત આવે તેવા સંકેત મોરબીના ગાળા પાસે ટ્રક ચાલકે હડફેટે લેતા ઈજાગ્રસ્ત યુવતી સારવારમાં મોરબીના એલ.ઈ. ગ્રાઉન્ડમાં દશેરાએ રામલીલા-રાવણ દહનનો કાર્યક્રમ યોજાશે વાંકાનેરની જામસર સીઆરસી કક્ષાનું ગણિત વિજ્ઞાન પ્રદર્શન યોજાયું મોરબી જલારામ મંદિરે સદાવ્રતમાં લંડન ખાતે રહેતા ગાંધી પરિવારે મહાપ્રસાદ યોજીને માતાને શ્રદ્ધાંજલિ અર્પણ કરી મોરબીની નવી પીપળી પ્રાથમિક શાળામાં નવરાત્રીની ઉજવણી કરાઇ મોરબીમાં નવરાત્રિ નિમિતે મહિલા કોર્પોરેટર દ્વારા આંગણવાડીના બાળકોને લ્હાણીનું કરાયું વિતરણ
Breaking news
Morbi Today

મોરબીની ત્રાજપર ચોકડી પાસે હેમરત્ન ચેમ્બર નજીક પાર્ક કરેલ બાઈકની બે કલાકમાં ચોરી


SHARE









મોરબીની ત્રાજપર ચોકડી પાસે હેમરત્ન ચેમ્બર નજીક પાર્ક કરેલ બાઈકની બે કલાકમાં ચોરી

મોરબીના સામાકાંઠે આવેલ ત્રાજપર ચોકડી નજીકના હેમરત્ન ચેમ્બર પાસે પાર્ક કરવામાં આવેલ બાઈક બે કલાકમાં ઉપડી ગયું હતું જેથી કરીને ભોગ બનેલ વ્યક્તિએ બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવી છે જો કે, હાલ ફરિયાદ નોંધવામાં આવી નથી પરંતુ નોંધ કરીને તપાસ ચલાવવામાં આવી રહી છે

વાહન ચોરીના બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબીના સામાકાંઠે આવેલ ભડીયાદ ગામ રહેતા કરમશીભાઈ રૂખડભાઈ લાંબરીયા નામના યુવાને તેનું બાઇક નં. જીજે ૩ ઇએન ૪૭૮૩ વર્ષ ૨૦૧૨ વાળું ત્રાજપર ચોકડી પાસે આવેલ હેમરત્ન ચેમ્બર પાસે તા. ૩ ના રોજ પાર્ક કર્યું હતું અને કરમશીભાઈએ સવારે ૧૦ થી ૧૨ સુધી જે બાઇકને પાર્ક કરીને મૂક્યું હતું તેને કોઈ ગઠિયો ચોરી કરી ગયેલ છે એટલે કે માત્ર બે કલાક માટે પાર્ક કરેલું બાઈક ત્યાંથી ચોરી થઈ ગયું છે જેથી ભોગ બનેલ કરમશીભાઈ લાંબરીયા દ્વારા મોરબી સીટી બી ડિવિઝન પોલીસને આ અંગે જાણ કરવામાં આવી હતી જોકે આ લખાય છે ત્યાં સુધી વાહન ચોરીના બનાવની ફરિયાદ નોંધાઇ નથી અને પોલીસે માત્ર નોંધ કરીને આગળની તપાસ શરૂ કરી છે

અકસ્માતમાં પિતા-પુત્રને ઇજા
મોરબી તાલુકાના હજનાળી ગામે રહેતા માધુભાઈ જેરામભાઈ ધંધુકિયા (૫૨) અને તેમનો પુત્ર ગઈકાલ તા.૩ ના ચારેક વાગ્યાના અરસામાં બાઈકમાં જતા હતા ત્યારે મોરબી તાલુકાના કાંતિપુર ગામ પાસે આવેલ કોઝવે પાસે તેઓના બાઈક સાથે રોજડુ અથડાયું હતું જેથી કરીને સર્જાયેલા અકસ્માતમાં માધુભાઈ ધંધુકિયા અને તેના પુત્રને ઇજાઓ પહોંચતા શહેરની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા અને બનાવ અંગે તાલુકા પોલીસને જાણ થતા હાલમાં એએસઆઈ આઈ.એમ. અજમેરી દ્વારા આગળની કાર્યવાહી કરવામાં આવી છે




Latest News