મોરબીના કલેક્ટરે ઇવીએમ વેરહાઉસની લીધી મુલાકાત વિપક્ષની ગેરહાજરી ન વર્તાઈ: મોરબી મહાપાલિકાની સામાન્ય સભાની બેઠકમાં સ્ટ્રીટ લાઇટ, રોડ, પાણી સહિતના પ્રશ્નોની ભાજપના જ કોર્પોરેટરોએ જડી વરસાવી, બિલ કાંડમાં આકરા પગલાં લેવાશે પણ કોની સામે તે યક્ષ પ્રશ્ન મોરબી વીસી ફાટક પાસે કાર ચાલકે બાઈકને હડફેટે લેતા યુવાન સારવારમાં મોરબીની માં ગરબી માં દીકરીઓને વિના મૂલ્યે ફ્રી સ્ટાઈલ ગરબા રમવાની વ્યવસ્થા, સ્ટેજ ઉપરથી ફિલ્મી ગીત કયારે પણ નહીં: જયરાજસિંહ જાડેજા વાંકાનેરમાં એક વર્ષ પહેલા માથાકૂટ સમયે મિત્રની મદદ કરનારા યુવાન ઉપર પાઇપ-ધોકા વડે 10 શખ્સોએ કર્યો જીવલેણ હુમલો દારૂના ગુનામાં રાજકોટ ખાતે પકડાયેલ કારને છોડાવવા ન જતાં વાંકાનેરના મેસરીયા ગામે રહેતા યુવાન ઉપર તલવાર-પાઇપ વડે હુમલો મોરબીના ટિંબડી પાટીયા પાસે અજાણ્યા વાહન ચાલકે બાઈકને હડફેટ લેતા યુવાનનું મોત ટંકારાના ગજડી ગામે ખોટી વાતો ગામમાં કરતો હોવાનો વહેમ રાખીને યુવાન ઉપર દાતરડા વડે હુમલો
Breaking news
Morbi Today

મોરબીમાં રમતા રમતા પાણીની ટાંકીમાં પડી ગયેલ દોઢવર્ષના બાળકનું સારવાર દરમિયાન મોત


SHARE









મોરબીમાં રમતા રમતા પાણીની ટાંકીમાં પડી ગયેલ દોઢવર્ષના બાળકનું સારવાર દરમિયાન મોત

મોરબીના લખધીરપુર રોડ ઉપર આવેલ પ્લાસ્ટિકના કારખાનામાં થોડા દિવસો પહેલા રમતા રમતા એક બાળક પાણીની કુંડીમાં પડી ગયુ હતુ જેથી તેને મોરબી બાદ વધુ સારવાર માટે રાજકોટ સિવિલ ખસેડવામાં આવ્યું હતું અને રાજકોટ સિવિલ ખાતે એકાદ સપ્તાહ સારવારમાં રહ્યા બાદ બાળકનું સારવાર દરમિયાન મોત નિપજયુ હોવાનું પોલીસ સુત્રો દ્રારા જાણવા મળેલ છે.

મોરબીના વાંકાનેર હાઇવે લખધીરપુર રોડ ઉપર કેનાલ પાસે આવેલ ગુજરાત પ્લાસ્ટિક નામના યુનિટમાં ગત તા.૨૯-૧૨ ના રોજ રમતા રમતા પાણીની ટાંકીમાં પડી જતા રાજકુમાર મદનભાઈ રાજપુત નામના દોઢ વર્ષના બાળકને અહિંની સિવિલ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો.જે અંગે વધુમાં તાલુકા પોલીસ મથકના સૂત્રો દ્વારા જણાવવામાં આવેલ છે કે સારવાર દરમ્યાન રાજકોટ સિવિલ ખાતે રાજકુમાર મદનભાઇ નામના દોઢ વર્ષીય બાળકનું મોત નિપજયુ છે.જેથી હાલ તાલુકા પોલીસ મથકના જે.એમ.જાડેજા દ્વારા તે અંગે નોંધ કરીને બનાવની આગળની તપાસ ચલાવવામાં આવી રહી છે.

વૃદ્ધા સારવારમાં

મોરબીના કંડલા બાયપાસ કામધેનુ પાર્ટી પ્લોટ સામે આવેલ કશ્યપ એપાર્ટમેન્ટમાં રહેતા હંસાબેન લક્ષ્મણભાઈ અમૃતિયા નામના ૫૦ વર્ષીય આધેડ મહિલા ગોકુલ-મથુરા સોસાયટી ઉમિયા સર્કલ પાસે રોડ ઉપરથી બાઈકમાં બેસીને જતા હતા તે સમયે તેઓ બાઇકમાંથી નીચે પડી જતા તેઓને ઇજાઓ પહોંચી હતી જેથી કરીને હંસાબેન અમૃતિયાને અહીંની ક્રિષ્ના હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા હાલમાં બનાવની જાણ થતા એ ડિવિઝન પોલીસ મથકના હરેશભાઈ ચાવડા દ્વારા બનાવની નોંધ કરી આગળની તપાસ ચલાવવામાં આવી રહી છે.
 




Latest News