વિપક્ષની ગેરહાજરી ન વર્તાઈ: મોરબી મહાપાલિકાની સામાન્ય સભાની બેઠકમાં સ્ટ્રીટ લાઇટ, રોડ, પાણી સહિતના પ્રશ્નોની ભાજપના જ કોર્પોરેટરોએ જડી વરસાવી, બિલ કાંડમાં આકરા પગલાં લેવાશે પણ કોની સામે તે યક્ષ પ્રશ્ન મોરબી વીસી ફાટક પાસે કાર ચાલકે બાઈકને હડફેટે લેતા યુવાન સારવારમાં મોરબીની માં ગરબી માં દીકરીઓને વિના મૂલ્યે ફ્રી સ્ટાઈલ ગરબા રમવાની વ્યવસ્થા, સ્ટેજ ઉપરથી ફિલ્મી ગીત કયારે પણ નહીં: જયરાજસિંહ જાડેજા વાંકાનેરમાં એક વર્ષ પહેલા માથાકૂટ સમયે મિત્રની મદદ કરનારા યુવાન ઉપર પાઇપ-ધોકા વડે 10 શખ્સોએ કર્યો જીવલેણ હુમલો દારૂના ગુનામાં રાજકોટ ખાતે પકડાયેલ કારને છોડાવવા ન જતાં વાંકાનેરના મેસરીયા ગામે રહેતા યુવાન ઉપર તલવાર-પાઇપ વડે હુમલો મોરબીના ટિંબડી પાટીયા પાસે અજાણ્યા વાહન ચાલકે બાઈકને હડફેટ લેતા યુવાનનું મોત ટંકારાના ગજડી ગામે ખોટી વાતો ગામમાં કરતો હોવાનો વહેમ રાખીને યુવાન ઉપર દાતરડા વડે હુમલો વાંકાનેરના રાતવીરડા ગામની સીમમાં કારખાના નજીક જુગાર રમતા 4 શખ્સ પકડાયા
Breaking news
Morbi Today

મોરબી જિલ્લા વિવિધલક્ષી આરોગ્ય કર્મચારી (પુ.) મંડળના નવા હોદેદારોની સર્વાનુમતે વરણી


SHARE









મોરબી જિલ્લા વિવિધલક્ષી આરોગ્ય કર્મચારી (પુ.) મંડળના નવા હોદેદારોની સર્વાનુમતે વરણી
 
મોરબી જિલ્લા વિવિધલક્ષી આરોગ્ય કર્મચારી (પુ.) મંડળની યુનિયનની બોડીને ત્રણ વર્ષ પૂરા થતા તમામ હોદેદારોની ચુંટણી બાબતે મોરબી મુકામે એક સામાન્ય સભાસભાનું આયોજન કરવામાં આવેલ જેમાં મોરબી, માળિયા, ટંકારા, હળવદ અને વાકાનેર તેમજ વિવિધ તાલુકામાથી આ મંડળ સાથે જોડાયેલ એમપીએચડબલ્યુ અને એમપીએચએસ ભાઈઓએ હાજરી આપેલ અને બધા હોદ્દાઓ માટે ફકત એક એક ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવતા તમામ  હોદેદારોને તમામ તાલુકાના ભાઈઓની હાજરીમાં આગામી ત્રણ વર્ષ માટે બિનહરીફ વરણી કરવામાં આવેલ જેમા નવા નિમાયેલ જિલ્લા અને તાલુકાના હોદેદારોમાં જિલ્લા કક્ષાના હોદેદારો તરીકે પ્રમુખ પદે તોફીક બેલીમ, ઉપપ્રમુખ રવી દેગામા,, મહામંત્રી સોયબ ચૌધરી, ખજાનચી સશિકાંત મકવાણા, પ્રભારી દલસુખ ભટ્ટ, સહમંત્રી સુમિત્કુમાર પટેલ અને સલાહકાર તરીકે કમલેશ નિમાવતની વરણી કરવામાં આવેલ છે.
 
તેમજ તાલુકા કક્ષાના હોદેદારોમાં પ્રકાશ મકવાણા (મોરબી કનવિનર), જગદીશ પરમાર (મોરબી કનવિનર), પ્રશાંત પટેલ (ટંકારા કનવિનર), નવનીત રાઠોડ (ટંકારા કનવિનર), પ્રકાશ ગોહિલ (હળવદ કનવિનર), જૈમિન પાટડિયા (હળવદ કનવિનર), સાજન વાઘેલા (વાકાનેર કનવિનર), સિરાજ ખોરજીયા (વાકાનેર કનવિનર), ભરત મિયાત્રા (માળિયા કનવિનર) એને દિનેશ ચૌહાન (માળિયા કનવિનર) ની સર્વાનુમતે વરણી કરવામાં આવેલ છે તેમ યાદીમાં જણાવાયેલ છે.



Latest News