મોરબી જિલ્લા પંચાયતની આરોગ્ય શાખા દ્વારા સઘન રસીકરણ ઝુંબેશ યોજાશે મોરબીના કલેક્ટરે ઇવીએમ વેરહાઉસની લીધી મુલાકાત વિપક્ષની ગેરહાજરી ન વર્તાઈ: મોરબી મહાપાલિકાની સામાન્ય સભાની બેઠકમાં સ્ટ્રીટ લાઇટ, રોડ, પાણી સહિતના પ્રશ્નોની ભાજપના જ કોર્પોરેટરોએ જડી વરસાવી, બિલ કાંડમાં આકરા પગલાં લેવાશે પણ કોની સામે તે યક્ષ પ્રશ્ન મોરબી વીસી ફાટક પાસે કાર ચાલકે બાઈકને હડફેટે લેતા યુવાન સારવારમાં મોરબીની માં ગરબી માં દીકરીઓને વિના મૂલ્યે ફ્રી સ્ટાઈલ ગરબા રમવાની વ્યવસ્થા, સ્ટેજ ઉપરથી ફિલ્મી ગીત કયારે પણ નહીં: જયરાજસિંહ જાડેજા વાંકાનેરમાં એક વર્ષ પહેલા માથાકૂટ સમયે મિત્રની મદદ કરનારા યુવાન ઉપર પાઇપ-ધોકા વડે 10 શખ્સોએ કર્યો જીવલેણ હુમલો દારૂના ગુનામાં રાજકોટ ખાતે પકડાયેલ કારને છોડાવવા ન જતાં વાંકાનેરના મેસરીયા ગામે રહેતા યુવાન ઉપર તલવાર-પાઇપ વડે હુમલો મોરબીના ટિંબડી પાટીયા પાસે અજાણ્યા વાહન ચાલકે બાઈકને હડફેટ લેતા યુવાનનું મોત
Breaking news
Morbi Today

મોરબીમાં આઇસીઆઇસીઆઈ બેંકના પોઇન્ટ મેળવવાની લાલચમાં યુવાને ૧.૯૮ લાખ ગુમાવ્યા !


SHARE









મોરબીમાં આઇસીઆઇસીઆઈ બેંકના પોઇન્ટ મેળવવાની લાલચમાં યુવાને ૧.૯૮ લાખ ગુમાવ્યા !

વર્તમાન સમયમાં યેન કેન પ્રકારે લોકોની સાથે છેતરપિંડી કરવામાં આવતી હોય છે ત્યારે મોરબીમાં રહેતા એક યુવાનની સાથે ઓનલાઈન છેતરપિંડી કરવામાં આવી છે જેથી કરીને યુવાને મોરબીમાં એ ડિવિઝન પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, આઇસીઆઇસીઆઈ બેંકના ક્રેડિટ કાર્ડના પોઇન્ટ માટેનો મેસેજ આવ્યો હતો અને ત્યાર બાદ તેના બેંક એકાઉન્ટમાંથી ૧.૯૮ લાખ કાઢી લઈને છેતરપિંડી કરવામાં આવી છે જેથી પોલીસે આરોપીને પકડવા માટે ચક્રોગતિમાન કરેલ છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબીના શનાળા રોડ ઉપર અરિહંત સોસાયટીમાં રહેતા અને ગઢની રાંગ વિસ્તારમાં ખોડિયાર સિલેક્શન નામની દુકાન ધરાવતા જિગરભાઈ પ્રવીણભાઈ પોપટના મોબાઈલ નંબર ૯૫૭૪૮ ૮૮૧૪૩ ઊપર અજાણ્યા નંબર ઉપરથી આઇસીઆઇસીઆઈના ક્રેડિટ કાર્ડ માટે ૬૮૫૦ નું કેશબેકનો મેસેજ આવ્યો હતો જે લિન્કના આધારે વેપારી યુવાને બેંકની રિવોર્ડ એપ્લિકેશન ઉપર ક્રેડિટ કાર્ડની ડિટેઇલ નાખી હતી અને ત્યાર બાદ ગણતરીની મિનિટોમાં જ તેના ખાતામાંથી ૧૯૮૦૨૨.૫૦ રૂપિયા નીકળી ગયા હતા જેથી યુવાને એ ડિવિઝન પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવતાં પોલીસે આઇપીસી કલમ ૪૨૦ અને આઇટી એકટની કલમ ૬૬ (સી) તેમજ (ડી) મુજબ ગુનો નોંધીને આગળની તપાસ શરૂ કરી છે.




Latest News