મોરબીમાં મંત્રી કાંતિભાઈ અમૃતિયાના અધ્યક્ષસ્થાને જિલ્લા ફરિયાદ સહ સંકલન સમિતિની બેઠક યોજાઈ ગાંધીનગર ખાતે વીજપોલ-કોરિડોરના વળતર સહિત 24 મુદાઓને લઈને ખેડૂતોની બે કેબિનેટ મંત્રી સાથે બેઠક યોજાઇ: મોરબી જીલ્લામાં સત્યાગ્રહ છાવણીનો સુખદ અંત આવે તેવા સંકેત મોરબીના ગાળા પાસે ટ્રક ચાલકે હડફેટે લેતા ઈજાગ્રસ્ત યુવતી સારવારમાં મોરબીના એલ.ઈ. ગ્રાઉન્ડમાં દશેરાએ રામલીલા-રાવણ દહનનો કાર્યક્રમ યોજાશે વાંકાનેરની જામસર સીઆરસી કક્ષાનું ગણિત વિજ્ઞાન પ્રદર્શન યોજાયું મોરબી જલારામ મંદિરે સદાવ્રતમાં લંડન ખાતે રહેતા ગાંધી પરિવારે મહાપ્રસાદ યોજીને માતાને શ્રદ્ધાંજલિ અર્પણ કરી મોરબીની નવી પીપળી પ્રાથમિક શાળામાં નવરાત્રીની ઉજવણી કરાઇ મોરબીમાં નવરાત્રિ નિમિતે મહિલા કોર્પોરેટર દ્વારા આંગણવાડીના બાળકોને લ્હાણીનું કરાયું વિતરણ
Breaking news
Morbi Today

ઓનલાઈનની આંટીઘૂટી !: મોરબીમાં એક સાડી મહિલાને ૫૬ હજારમાં પડી


SHARE









ઓનલાઈનની આંટીઘૂટી !: મોરબીમાં એક સાડી મહિલાને ૫૬ હજારમાં પડી

વર્તમાન સમયમાં મોટાભાગના લોકો ઓનલાઈન વસ્તુઓ ઘરે બેઠા બેઠા મંગાવતા હોય છે ત્યારે કેટલાક લોકો છેતરપિંડીનો ભોગ પડે બને છે આવો જ એક કિસ્સો મોરબીમાં સામે આવ્યો છે અને એક મહિલાએ ઓનલાઈન સાડી મંગાવી હતી જેના માટે આવેલ વોટ્સએપ લિંક ખોલતા જ તેના  બેન્ક ખાતામાંથી ૫૬૬૨૫ રૂપિયા ઉપાડી ગયા હતા જેથી કરીને મહિલાએ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવેલ છે

જાણવા મળતી માહિતી મુજબ મોરબીના શનાળા ગામ પાસે આવેલ નિતીનનગરમા રહેતા તૃપ્તિબેન સુરેશભાઈ ગોહિલ જાતે કારડીયા રાજપૂત (૨૨) નામની યુવતીએ ઓનલાઈન એક સાડી મંગાવી હતી જેના પાર્સલ માટે અજાણ્યા શખ્સે એક વોટ્સએપની લિંક આપી હતી જે લિંકને ખોલતાની સાથે જ યુવતીના એસબીઆઈ બેંકના ખાતામાંથી ૫૬૬૨૫ રૂપિયા નીકળી ગયા હતા જેથી કરીને આ યુવતીએ હાલમાં મોરબી એ ડિવિઝન પોલીસે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે




Latest News