મોરબી જીલ્લામાં નકલી વિદેશી દારૂ બનાવવાના ગુનામાં પકડાયેલા 5 આરોપીના 8 દિવસના રિમાન્ડ મંજૂર મોરબી મહાનગરપાલિકા કાલે બાળકોને હવાલે: મેયર-ડેપ્યુટી મેયર સહિતની જવાબદારી બાળકો જ સંભાળશે મોરબીમાં પર્યુષણ પર્વ ઉપર કતલખાના બંધ રાખવા અને માંસ-મટન વિગેરેનું વેચાણ બંધ રાખવા જાહેરનામું પ્રસિદ્ધ મોરબી જીલ્લામાં અપમૃત્યુના 3 બનાવ: નર્મદાની કેનાલમાં જુદીજુદી જગ્યાએ ડૂબી જવાથી બે યુવાન અને છાતીમાં દુખાવો ઉપડયા બાદ એક યુવાનનું મોત હળવદમાં પોસ્ટના બચત ખાતામાં મોબાઈલ નંબર અપડેટ કરવા માટે દીકરીની ખોટી સહી કરનાર માતા સામે ગુનો નોંધાયો હળવદના ટીકર ગામે ઘરમાં અને મોરબીમાં જાહેરમાં જુગારની 2 રેડમાં કુલ 6 આરોપી પકડાયા મોરબીના સરતાનપર રોડ ઉપર ટ્રક ચાલકે બાઇકને લેતા ઇજા પામેલા યુવાનનું મોત મોરબીમાં સોનીની દુકાનની દીવાલમાં બાકોરૂ ઉપાડીને તસ્કરે 17.24 લાખની કિંમતના સોના-ચાંદીના દાગીના તથા ભંગારની કરી ચોર
Breaking news
Morbi Today

ટંકારાના નસીતપર ગામે શાળા ટોબેકો કંટ્રોલ સેલ ચિત્ર સ્પર્ધા યોજાઇ


SHARE





ટંકારાના નસીતપર ગામે શાળા ટોબેકો કંટ્રોલ સેલ ચિત્ર સ્પર્ધા યોજાઇ

મોરબી ડીસ્ટ્રીકટ ટોબેકો કંટ્રોલ સેલ અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર લજાઈના સયુંકત ઉપક્રમે નસીતપર ખાતે આવેલી શ્રી જુના નસીતપર પ્રાથમિક શાળામાં વ્યસનની જાગૃતિ અર્થે ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું અને ધો. ૬ થી ૮ ના કુલ ૫૦ બાળકોએ ભાગ લીધેલ હતો અને પોતાની આવડત મુજબ વ્યસનની જાગૃતિ ઉપર ચિત્ર સ્પર્ધા યોજવામાં આવેલ હતું જેમાં વિજેતા બનેલ વિદ્યાર્થીઓને ઇનામ આપીને પ્રોત્સાહિતી કરવામાં આવ્યા હતા ત્યારબાદ આર.બી.એસ.કે. ડો.અમિતા સનારીયા દ્વારા વિદ્યાર્થીઓને તમાકુના વ્યસનની જાગૃતિ અંગે, વ્યસનની શારીરિક અસરો, આર્થિક અસરો વગેરે બાબતો અંગે માર્ગદર્શન આપેલ, અને દરેક વિદ્યાર્થીઓને પોતે તમાકુ મુક્ત રહેવા અને પોતાના પરિવારને પણ વ્યસનમુક્ત રહેવા અનુરોધ કર્યો હતો આ કાર્યક્રમમાં તાલુકા હેલ્થ સુપરવાઈઝર પટેલ હિતેશ કે પી.એચ.સી. સુપરવાઈઝર મોસત એમ.એસ, એમ.પી.એચ.ડબ્લ્યુ જાની જગદીશભાઈ એફ.એચ. ડબલ્યુ, અફસાના બારિયા સી.એચ.ઓ, અસ્મા ચૌધરી પણ હાજર રહેલ, આ કાર્યક્રમને સફળ બનાવવા માટે શાળાના આચાર્ય કિશોરભાઈ વસિયાણી તથા સ્ટાફ દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવી હતી




Latest News